SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ આ મતની પણ શ્રી હેમચન્દ્રાચાર્ય આલોચના કરે છે અને કહે છે કે જેમણે બહુ કાવ્યપ્રયોગોમાં ઊંડું અવગાહન કર્યું નથી તેમનો આ મત છે; કેમ કે, સ્ત્રગ્ધરા વગેરે છંદોમાં “ઓજસ્ ગુણનો અભાવ પણ જોવા મળે છે, જેમ કે “મુદ્રારાક્ષસ'ના પહેલા અંકના સંબો ય fથતા તે શિક શશિતા એ પ્રથમ શ્લોકમાં (ઉદા. ૪૫૦) સ્રગ્ધરા છંદ છે પણ ત્યાં ઓજોગુણ નથી. આમ સ્ત્રગ્ધરા છંદ અને ઓજોગુણનો સંબંધ વ્યભિચરિત છે; નિત્ય નથી. એવી જ રીતે ઈન્દ્રવજા વગેરે છંદોમાં પ્રસાદ ગુણ ન હોય તેવું પણ જોવા મળે છે, જેમ કે વિવિખ્ય વધા: એ શ્લોકમાં (ઉદા. ૪૫૧). “મંદાક્રાન્તા છંદ માધુર્યહીન હોય તેવો દાખલો મહાવીરચરિત નાટક(૧.૪૫)નો સર્વ પ્રમુખHધવન એ શ્લોક (ઉદા. ૪૫૨)છે; શાર્દૂલવિક્રીડિત વગેરે છંદોમાં સમતા ગુણનો અભાવ હોય તેવો શ્લોક (જ્ઞાનાદ્રિ) હનુમન્નાટક(૭.૪૪)માં મળે છે(ઉદા. ૪૫૩); અને વિષયવૃત્તિમાં ઔદાર્ય ગુણ ન હોય એવું પણ બને છે, જેમ કે યમદિવર્ધનનું એ શ્લોક(ઉદા.૪૫૪)માં. વામને ગુણોને પાઠધર્મો માનનાર વિચારકોનો નિર્દેશ કર્યો છે તે આપણે ઉપર જોયું છે. ત્યાં વામને સ્પષ્ટ કહ્યું છે કે ગુણો એ પાઠધર્મો નથી; કેમ કે પૃથક્કરણ' એ પાઠધર્મ છે; એ કાવ્યગુણ નથી. પણ વામનના “સમાધિ” ગુણને વિવેચકોએ છંદનો ગુણ માન્યો છે. શ્રીહેમચન્દ્રાચાર્યે વિવેક'માં કરેલા ગુણવિવેચનની સમીક્ષા કાવ્યગુણ વિશેના આ અધ્યાયના આરંભે જ પ્રથમસૂત્રમાં જ, શ્રી હેમચન્દ્રાચાર્યે રસધર્મો તરીકે ત્રણ જ કાવ્યગુણો સ્વીકાર્યા છે - માધુર્ય, ઓજસ્ અને પ્રસાદ અને પછી, પ્રથમ સૂત્ર(૪.૧)ની વૃત્તિમાં એક સંક્ષિપ્ત વિધાન કર્યું છે : “(ગુણો) ત્રણ જ છે; દસ કે પાંચ નથી.” વૃત્તિનો આ અંશ લઈને, ગ્રંથકાર, વિવેક' વ્યાખ્યામાં, ભરતમુનિ, દંડી અને વામનના મતે શબ્દ તથા અર્થના જે દસ ગુણો છે તેમની વિસ્તત વિચારણા કરે છે. આ વિચારણા દરમિયાન પ્રાચીન વિચારક મંગલના મતનો પણ નિર્દેશ થયો છે. ડૉ.વિ. રાઘવનના મતે, “વિવેક'ની આ વિચારણાપદ્ધતિ, રાજશેખરે “કાવ્યમીમાંસા'માં અપનાવેલી વિચારણાપદ્ધતિ સાથે સામ્ય ધરાવે છે. પહેલાં ભરતમુનિનો મત ઇતિ ભરતઃ એમ કહીને રજૂ થયો છે. પછી બીજા વિચારકો દ્વારા થયેલું ખંડન રજૂ થયું છે. દરેક ગુણ વિશે આ રીતે થયેલી વિચારણાનો નિષ્કર્ષ ત્યાં જ તત્કાળ, રજૂ કરવામાં આવ્યો છે. દરેક ગુણ વિશે જે જે પ્રાચીન ગ્રંથકારોનાં મતમતાંતરો દર્શાવ્યાં છે તે ગ્રંથકારોનાં નામ પણ ત્યાં જ રજૂ થયાં છે – જેમ કે ‘ઇતિ વામનીયા” વગેરે. ૪૮૫
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy