________________
યોગ્ય ઉચ્ચાર(થાન) સાથે, સૌષ્ઠવ તથા સ્પષ્ટતાયુક્ત પઠન કરવામાં આવે છે તે ઔદાર્ય છે; અને પ. જેમાં બહુ ઊંચા કે બહુ નીચા સ્વરે પઠન કરવામાં આવે છે તે સામ્ય (સમતા) છે.”
પાઠધર્મો તરીકે ઉપરના પાંચ ગુણોને સ્થાપવાના આ પ્રયાસ કે સિદ્ધાન્તને શ્રી હેમચન્દ્રાચાર્ય અસ્વીકાર્ય ગણે છે અને કહે છે કે, “આ તો મિથ્યા કલ્પનાવિલાસ છે. જે પઠન કરવાની શૈલી છે તે કેવી રીતે ગુણનું કારણ બની શકે ? ૧૫૧
જો કે નાટકમાં અભિયન કરતી વખતે નટની સંવાદો બોલવાની રીતનો ખ્યાલ આપવા માટે પાઠધર્મોરૂ૫ ગુણોનો સિદ્ધાન્ત હોઈ શકે છે અને ઉપર (દસ ગુણોના નિરાકરણની ચર્ચામાં) આપણે જોયું કે ભરતમુનિએ આપેલી કેટલાક ગુણોની વ્યાખ્યા, સંવાદો બોલવાની અને અભિનય કરવાની રીતનો નિર્દેશ કરે છે એમ માની શકાય.
પાઠધર્મોની માફક પાઠગુણોની ચર્ચા પણ શાસ્ત્રકારોએ કરી છે. આ સંદર્ભમાં ભરતમુનિએ “નાટ્યશાસ્ત્રમાં એક સ્વતંત્ર વિભાગમાં પાર્શ્વગુણોનું નિરૂપણ કર્યું છે તેનો ઉલ્લેખ થઈ શકે. આમાં તેમણે નાટકમાં ભાવાનુસારી સંવાદો કેવી રીતે બોલાય તેની ચર્ચા કરી છે. વળી, વામને પણ ગુણો પાઠધર્મો નથી એમ કહ્યું છે (કા. અ. સૂ. ૩.૧.૨૮). વામનના મતે પૃથક્કરણ એ પાઠધર્મ છે એટલે એ કાવ્યગુણ ન બની શકે. (કા. અ. સૂ. ૩.૧.૨૦) ન પાઠક સર્વત્રાદE: વિશિષ્ટ છંદોમાં અનુભવાતી ગુણસંપત્તિ તરીકે પાંચ ગુણો
પાંચ ગુણો વિશેનો બીજો રસપ્રદ મત પણ શ્રી હેમચન્દ્રાચાર્યે વિવેક(પૃ.૨૮૭, ૨૮૮)માં પ્રસ્તુત કર્યો છે. કેટલાક વિચારકો માને છે કે, ઉપર નોંધેલા ઓજસ, પ્રસાદ, માધુર્ય, સામ્ય અને ઔદાર્ય એ પાંચ ગુણો અમુક છંદોમાં ખાસ અનુભવાતી સુંદરતારૂપ છે; જેમ કે, અધૂરા છંદમાં “ઓજસ્' ગુણનો સરસ અનુભવ થાય છે (ઉદા.૪૪૫); ઇન્દ્રવજા,ઉપેન્દ્રવજા વગેરે છંદોમાં પ્રસાદ” ગુણ મનભર લાગે છે (ઉદા. ૪૪૬); મંદાક્રાન્તા વગેરે છંદોમાં માધુર્ય ગુણનો આલાદક અનુભવ થાયછે (ઉદા.૪૪૭); શાર્દૂલવિક્રીડિત છંદમાં “સમતા' ગુણ શોભાદાયક બને છે; જેમ કે શાકુન્તલ(૨.૬)નો હતાં મહિષા એ શ્લોકમાં; વિષમવૃત્તો(છંદો)માં “ઔદાર્ય ગુણનો અનુભવ થાય છે. (ઉદા. ૪૪૯-નિરવધિ
નિરાશ્રયં વ એ શ્લોક). આ રીતે છંદોમાં ઉપરોક્ત પાંચ ગુણ અનુભવાય છે.
૪૮૪