________________
શૃંગાર વગે૨ે રસો એનાથી વિપરીત હોય છે - એટલે શૃંગાર વગેરેનું નિરૂપણ તો, વામનની વ્યાખ્યા મુજબ અકાન્તિ (ગુણ) ઠરશે !
‘એના કરતાં સારી વાત તો એ છે કે આ કાન્તિ (ગુણ)ને તો અમે, વ્યંગ્ય રસાદિ સ્વરૂપના નિરૂપણ દ્વારા સ્વીકારી લીધેલો જ છે.’’ દસ ગુણોનું સંપૂર્ણ નિરાકરણ
આ રીતે શ્રીહેમચન્દ્રાચાર્ય, પુરવાર કરે છે કે, ભરત, ઠંડી અને વામને માનેલા દસ ગુણો ૧. મતિભ્રમ પેદા કરતી અને અચોક્કસ વ્યાખ્યા ધરાવે છે; ૨. અમારા ત્રણ ગુણો (માધુર્ય, ઓજસ્ અને પ્રસાદ)માં સમાવિષ્ટ છે; અને ૩. કેટલાક ગુણો માત્ર દોષોના અભાવરૂપ છે. મમ્મટે પણ, ખૂબ જ અસરકારક રીતે, વામનાદિના દસ (કે વીસ) ગુણોનું નિરાકરણ કર્યું છે(કા.પ્ર. ૮.૭૨ તથા ‘ વૃત્તિ).૧૨ આથી, નથી તો દસ શબ્દગુણો ટકતા કે નથી ટકતા દસ અર્થગુણો. બધા જ ગુણો રસના ગુણો છે - વર્ણો, સમાસો, સંઘટનાઓ બધું જ ૨સવ્યંજક હોય છે - વાં: સમાસો રચના તેમાં વ્યંગતમિતાઃ । (કા. પ્ર. ૮.૭૩). પાંચ ગુણોનો સિદ્ધાન્ત
‘વિવેક’માં દસ ગુણોના પ્રાચીન સિદ્ધાન્તનું નિરાકરણ કર્યા બાદ, શ્રી હેમચન્દ્રાચાર્ય, પાંચ ગુણોના બીજા એક પ્રાચીન મતનું ‘વિવેક’માં જ નિરાકરણ કરે છે. આ મત વિશે અગાઉ પ્રથમ સૂત્ર(૪.૧)ની વૃત્તિમાં નિર્દેશ છે જ- ત્રયો ન તુ રશ પદ્મા વા। અર્થાત્ ગુણો ત્રણ જ છે; દસ કે પાંચ નહિ. ચર્ચાનો આરંભ કરતાં શ્રી હેમચન્દ્રાચાર્ય કહે છે -
પાઠધર્મો તરીકે પાંચ ગુણો ૪૯
ઓન: પ્રક્ષાલમધુરિમાળ: સામ્યમૌવા ન પચેત્વરે । આર્થાત્ ‘૧. ઓજસ્, ૨. પ્રસાદ, ૩. માધુર્ય, ૪. સામ્ય અને ૫. ઔદાર્ય એ પાંચ ગુણો છે એવું બીજા કેટલાક કહે છે.’
પણ રસપ્રદ વાત એ છે કે આપણે જે અર્થમાં ગુણોની વાત કરીએ છીએ તે અર્થમાં આ પાંચ ગુણોને, તેમના હિમાયતીઓ ‘ગુણો' માનતા નથી; પણ પાઠધર્મો માને છે અને એ પાધર્મોની સમજૂતી આ પ્રમાણે આપે છે ઃ ૧. જેમાં અટક્યા વગર પઠન કરવામાં આવે છે તે ઓજસ્ છે; ૨. જેમાં પદો જુદાં પાડીને વચ્ચે વચ્ચે અટકીને પઠન કરવામાં આવે છે તે પ્રસાદ છે; ૩. જેમાં આરોહઅવરોહ સાથે, લયબદ્ધ પઠન (ગાન) કરવામાં આવે છે તે માધુર્ય છે; ૪. જેમાં
૪૮૩