SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ણના' એટલે પ્રશંસાપરકવચનો. ‘વાર્તાનું ઉદાહરણ(૪૪૦) છે : “કુમારસંભવ (૬.૬૩)નો તે વયમમી તાર: એ શ્લોક; જ્યારે વર્ણનાનું ઉદાહરણ(૪૪૧) છે તાનનંવિનંતરશાન્તિ એ શ્લોક.દંડીએ ગૃદાળ નામતાળેવ એ શ્લોકવાર્તા - વચનરૂપ (લૌકિક ઉપચારરૂપ) કાન્તિગુણના ઉદાહરણ તરીકે ટાંક્યો છે; અને, વર્ણના-પ્રસંશાવચનના ઉદાહરણ તરીકે મનોરાવલિ તોળુમમાળો: એ શ્લોક રજૂ કર્યો છે. આ બીજા ઉદાહરણમાં લૌકિક અર્થને બઢાવી-ચઢાવીને વર્ણવ્યો છે. આ બન્નેને શ્લોકમાં કાન્તિગુણ છે; કેમ કે, એમાં જે વાત કહેવાઈ છે તે સંભવિત છે અને એ જ સંભવિત વાતને રોચક બનાવીને કવિએ રજૂ કરી છે તે લોકસચિને સ્પર્શી જાય તેવી બાબત છે. પણ જો, કવિ “લોકસીમાને વટાવી જાય તો તે “અકાન્તિ'નું ઉદાહરણ બને છે. વાર્તા-વચનમાં આવું બને તો મમ દષ્ટ રાજેન્દ્ર (ઉદા. ૪૪૨) અને વર્ણના પ્રશંસાવચનમાં આવું બને તો વનસ્થ તવૈક્ષણિ૦ જેવા શ્લોકો રચાય. પણ વામનના અનુયાયીઓને દંડીની ઉપરોક્ત વાત મંજૂર નથી. તેઓના મતે દંડની કાન્તિગુણની વિભાવના એ તો “અતિશયોક્તિ(અલંકાર)ની જ પરિભાષા છે; એ કોઈ નવો ગુણ નથી. વામનના મતે “સંભાવ્ય વસ્તુના ઉત્કર્ષની કલ્પના એ “અતિશયોક્તિ અલંકાર' છે(કા. અ. સૂ. ૪.૩.૧૦). વામનનો અર્થગુણ કાન્તિ ટીપ્તવં(ન્તિ:) છે (અવતરણ ૧૩૦, કા. અ. સૂ. ૩.૨.૧૪). આનું વિવરણ કરતાં વામને કહ્યું છે કે, “શૃંગાર વગેરે રસો દીપ્ત રસો છે; અને શૃંગાર રસ વગેરેનો ભાવ “દીપ્તરસત્વ' છે. એ જ દીપ્તરસત્વ અર્થગુણ કાન્તિ છે; જેમ કે pયાન સોશ્યપત્તિ: એ શ્લોકમાં (ઉદા. ૪૪૪) શૃંગારરસની આશ્ચર્યકારક ગતિવિધિનું વર્ણન છે તે આ ગુણનું ઉદાહરણ બને છે.” અર્થગુણ કાન્તિની વ્યાખ્યામાં વામન રસનો ઉલ્લેખ કરે છેએટલે વામનના મતે રસ, ગુણરૂપ છે; જ્યારે ભામહ અને દંડી, રસને (રસવતું) અલંકારરૂપ માને છે. આ સંદર્ભમાં ડૉ. વિ. રાઘવન કહે છે : “(વામનદ્વારા) રસને અર્થગુણ માનવામાં એક પ્રકારનો સાહિત્યશાસ્ત્રીય ‘વિકાસ’ રહેલો છે; કેમ કે, વામન ગુણને, રસથી ચઢિયાતો ગણે છે અને તેને કાવ્ય સાથે અવિનાભાવે સંકળાયેલો માને છે. અહીં નોંધવું જોઈએ કે “દીપ્તરસત્વ એટલે રસનું પ્રાધાન્ય. પણ, વામનના ઉપરોક્ત મત અંગે આલોચનાત્મક પ્રતિક્રિયા દર્શાવતાં શ્રી હેમચન્દ્રાચાર્ય કહે છે કે, “રૌદ્ર વગેરે રસો દીપ્ત (ઉગ્ર) રસો છે; જ્યારે બીજા ૪૮૨
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy