________________
ગુણનો ખ્યાલ એકસરખી રીતે રજૂ થયો છે. ‘કાન્ત’ની આ વ્યાખ્યા માધુર્ય તરફ ઢળે છે અને કાન્તની વ્યાખ્યામાં પ્રસાદ સમાઈ જાય છે. કાન્તિ-ગુણ
જ્યારે સાંભળવામાં આવે છે ત્યારે એ હૃદયમાં આનંદ જન્માવે છે. વામનની નવીન વિભાવનાઓ
વામન જેવા વિવેચકો જાણે છે કે આ ગુણ(કાન્તિ), માધુર્ય (ગુણ) સાથે સમાન છે; એટલે જ વામન કહે છે કે કાન્તિગુણનું લક્ષણ ઔજ્જવલ્ય છે : ૌન્વયં શાન્તિઃ II (કા. અ. સૂ. ૩.૧.૨૫). રચનાની ઉજ્જવલતા કાન્તિ ગુણ છે - જે ન હોય ત્યારે “આ રચના તો પ્રાચીન કવિઓની છાયા છે' એવી આલોચના થાય છે. જો કે, સ્ત્રીનામુ ઉદા. (૪૩૯) “ જ્જવલ્યનું (કાન્તિગુણ)નું સુંદર દૃષ્ટાંત છે એમાં શંકા નથી. * અહીં એ નોંધવું જોઈએ કે, શબ્દનું નૃત્ય (ઉદારતા) અને શબ્દોનું જ્વલ્ય (કાન્તિ, શબ્દગુણ)એ વામને કહેલી ગુણોની તદન અપૂર્વકેનવીનવિભાવનાઓ છે.
જ્જવલ્યનો અભાવ હોય તો ભાષા પુરાણી છાયા' અર્થાત્ કરમાઈ ગયેલી લાગે છે એમ વામન કહે છે તે સાહિત્યિક કે સર્જનાત્મક ભાષાના આધુનિક અભ્યાસીઓને રસ પડે તેવું નિરીક્ષણ છે. વામનનો શબ્દગુણ કાન્તિ, ચિત્રકળાના ક્ષેત્રમાંથી અપનાવાયેલો ખ્યાલ છે; કારણ કે, કૈવલ્યનBrilliance) એ રંગોનું નયનરમ્ય નિરૂપણ છે. જ્યારે આ ઔજ્જવલ્ય (કાન્તિગુણ) નથી હોતું ત્યારે કાવ્યની ભાષા, જૂનાં, પ્લાન અને અનાકર્ષક ચિત્રો જેવી લાગે છે; પુરાણી છાયા લાગે છે.
પણ આ તબક્કે દંડી, દાઢમાં જીભ રાખી, કહે છે કે, “તો તો ઓજસ્ (ગુણ), જે ઔવેલ્યયુક્ત છે, તે પણ કાન્તિ (ગુણ) કહેવાશે. માટે, “લોસીમાનું ઉલ્લંઘન ન કરવું તે કાન્તિગુણ” છે (અવતરણ-૧૨૯; કાવ્યાદર્શ ૧.૮૫). દંડીનો પૂરો શ્લોક આ પ્રમાણે છે :
कान्तं सर्वजगत्कान्तं लौकिकार्थानतिक्रमात् ।
तच्च वार्ताभिधानेषु वर्णनास्वपि दृश्यते ॥ અર્થાત્ “લોકપ્રસિદ્ધ વસ્તુ કે વિચારનો ત્યાગ ન કરવાથી જે સર્વજનપ્રિય હોય, એને કાન્ત અર્થાત્ કાન્તિગુણથી યુક્ત કાવ્ય કહે છે. એ ગુણ, લૌકિક ઉપચારમાં તથા પ્રશંસાત્મક વચનોમાં વધારે જોવા મળે છે.” દંડીએ કાન્તિગુણને અર્થગુણ માન્યો છે અને કાન્તિ બે પ્રકારની માની છે : ૧. “વાર્તા'માં જોવા મળતી અને ૨. વર્ણનમાં પ્રયોજાતી.આમાં ‘વાર્તા એટલેઔપચારિકશબ્દો,લૌકિકઉપચાર-વચનો અને
૪૮૧