________________
પહેલાં વસ્તુ સમજાઈ જાય અને પાછળથી જાણે કે વાણી સમજાય એને અર્થવ્યક્તિ કહે છે; જેમ કે ભર્તુહરિના “વૈરાગ્યશતકનો મહેશ્વરે વાએ શ્લોક(ઉદા. ૪૩૬)માં. પણ દંડી કહે છે કે આ તો બીજી ભાષામાં કહેલો પ્રસાદ (ગુણ) જ છે. પણ “અર્થવ્યક્તિ તો “અર્થની અનેયાર્થતા” જ છે (અર્થાત્ જેમાં અર્થની સ્પષ્ટતા છે એ અર્થવ્યક્તિ છે) (કાવ્યાદર્શ ૧.૭૩). આમ, દંડીએ આપેલા ળિોધૃતા પૂ૦ એ ઉદાહરણમાં, પૃથ્વી લાલ છે એમ કહી એનું કારણ પણ કહ્યું છે તેથી અર્થ સ્પષ્ટ છે. પણ જો પૃથ્વી લાલ હોવાનું કારણ કહ્યું ન હોત તે નેયાર્થ (કલ્પના કરવી પડે તેવો અર્થ થાત. વામને કલ્પિતાર્થ નેયાર્થ(કા. અ. સૂ. ૨.૧.૧૨) એવી નેયાર્થની વ્યાખ્યા આપી છે.
પણ શ્રી હેમચન્દ્રાચાર્ય દંડીના ‘અર્થવ્યક્તિ'(શબ્દગુણોનો અસ્વીકાર કરે છે. “આ તો નેયાર્થ દોષનો અભાવ છે; ગુણ નથી. એવી રીતે જો દોષ, ગુણ બની જાય તો તો દોષ ઘણા છે એટલે “સો ગુણો' થશે !'
વામનના મતે “અર્થવ્યક્તિ એ અર્થગુણ પણ છે. વામને તેની આ પ્રમાણે વ્યાખ્યા કરી છેવસ્તુનઃ રત્વમર્થવ્યgિ: I (કા. અ. સૂ. ૩.૨.૧૩). અર્થાત્ વસ્તુના સ્વભાવચિત્રમાં રહેલી (ફુટતકે સ્પષ્ટતા) એ અર્થવ્યક્તિ છે; જેમ કે પૃષ્ટપુ એ (વામને ટાંકેલો) શ્લોક (ઉદા. ૪૩૭) અથવા વામને જ ટાંકેલો બીજો શ્લોક પ્રથમમતë:... ઇત્યાદિ. આ બન્ને શ્લોકોમાં વસ્તુનું સ્વભાવચિત્ર તાદશ છે, સ્પષ્ટ છે, ચિત્રાત્મક છે, પ્રત્યક્ષ છે અને એ ચિત્રમાંની દરેક વસ્તુ સ્પષ્ટ કરી આવે છે અને ફુટ રૂપવાળી છે.
પણ આપણા ગ્રંથકાર કહે છે “કવિની વાણીની કુશળતાથી વસ્તુઓનું ફુટપણું નીપજે છે; નૈસર્ગિક રીતે નહીં - કહ્યું છે કે, “જે (અર્થો) તેવા નથી તે અર્થોને, કવિની વિકટબંધવાળી વાણી, તેવા (સુંદર) રૂપે ભાવકના હૃદયમાં દાખલ કરે છે – એ કવિવાણીનો જય હો !”
- “વળી, આવું સ્કુટ– “જાતિ' (સ્વભાવોક્તિ) નામના અલંકારમાં પણ હોય છે. (અ. ૬, સૂ. ૧૫): સ્વભાવાડ્યાનું જ્ઞાતિઃ એટલે, તમારો આ અર્થગુણ અર્થવ્યક્તિ તો અમારો “જાતિ” નામક અર્થાલંકાર જ છે; ગુણ નથી.” ૧૦. “કાન્તિ ગુણઃ ભરતમુનિનો કાન્તિ-ગુણ કે (કાન્ત-ગુણ) કાન અને મનને
ખુશ કરનારો ગુણ છે; જેમ કે શુદ્ધાથાં સીતામ્ એ શ્લોકમાં આ ગુણ છે (ઉદા. ૪૩૮). “નાટ્યશાસ્ત્ર'ની બન્ને આવૃત્તિઓમાં ‘કાન્ત’
૪૮૦