________________
કહે છે : ‘આ ગુણ જ નથી; પણ જરાક અ-મસૃણ એવા અનુપ્રાસની અસર જ છે અને આ ગુણ (અમારા) ઓજસ્ ગુણનો એક પ્રકાર જ છે.’’
હવે વામનના અર્થગુણ ઉદારતાની વાત આવે છે. વામને એની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે, અપ્રામ્યત્વમુદ્દારતા । (અવતરણ-૧૨૨; કા. અ. સૂ. ૩.૧.૧૩); અર્થાત્ અગ્રામ્ય ઉચ્ચારણો (વચનો) એ ઉદારતા (અર્થગુણ) છે. બીજા શબ્દોમાં અસંસ્કારી વાણીનો અભાવ એ ઉદારતા છે; જેમ કે, ત્વમેવંસ*f એ શ્લોક(ઉદા. ૪૩૪)માં ‘હે સખી, તું પણ સુંદરી છે, પેલો યુવાન પણ સુંદર છેબન્ને કલાની સીમાએ પહોંચેલાં છો. તમારી જોડી સરસ છે. હવે બાકીનું કાર્યપ્રેમ વગેરેનું આકર્ષણ - જો પરિપૂર્ણ થઈ જાય તો ગુણિતાનો વિજય નક્કી છે,' એ સંસ્કારી ઉચ્ચારણ ઉદાર ગુણનું દ્યોતક છે.
પણ, શ્રીહેમચન્દ્રાચાર્યના મતે, વામનનો અર્થગુણ ઉદારતા એ (ગ્રામ્યતારૂપ) દોષનો અભાવ જ છે ઃ ગુણ નથી. અહીં નોંધવું જોઈએ કે, વામનનો અગ્રામ્યત્વરૂપ ઉદાર (અર્થગુણ) દંડીનો અગ્રામ્યતા માધુર્યગુણ છે(કાવ્યાદર્શ-૧.૬૨). અગ્રામ્યતા એટલે ગ્રામ્યત્વરૂપ દોષનો અભાવ.
૯. ‘અર્થવ્યક્તિ' ગુણ : શ્રીહેમચન્દ્રાચાર્યે રજૂ કરેલો ભરતનો મત,
‘નાટ્યશાસ્ત્ર'ના બેમાંથી એક પણ શ્લોકને અનુસરતો નથી. એ અનુવાદવચન મુજબ, જેમાં અવાસ્તવિક અર્થ કે પદાર્થ પણ વાસ્તવિક જ લાગે છે તે અર્થવ્યક્તિ ગુણ છે એમ ભરતમુનિ માને છે. ચંદ્રકનો સુભાષિતાવલીમાં મળતો શ્લોક વ્યુતામિોર્લેહામ્... ઇત્યાદિ આનું ઉદાહરણ (૪૩૫) છે.
‘નાટ્યશાસ્ત્ર’ની બે આવૃત્તિઓમાં જે બે શ્લોક છે તેમાંથી પહેલા શ્લોકમાં કહ્યું છે કે, અર્થવ્યક્તિ એ અર્થો અને પદાર્થોનો સ્પષ્ટ અભિનય છે - અર્થાત્ અર્થની સ્પષ્ટતા એ અર્થવ્યક્તિ છે. અભિનય ચાલુ હોય ત્યારે નટ ખરેખરો પ્રયોગ કરે તે પહેલાં જ પ્રેક્ષક આવી રહેલા અર્થને, વિષય સાથેના માનસિક જોડાણના બળે, ગ્રહણ કરી લે છે (ના. શા. ૧૭.૧૦૫). ‘નાટ્યશાસ્ત્ર’ની નિર્ણયસાગરની આવૃત્તિમાં અપાયેલા શ્લોક(૧૫.૧૦૬) મુજબ અર્થવ્યક્તિ એટલે, જાણીતાં ક્રિયાપદોથી, વસ્તુઓ, વ્યવહારજગતમાં જેવી છે તેવું સ્પષ્ટ વર્ણન.
પણ આ અર્થવ્યક્તિ (કે અભિનયની સ્પષ્ટતા) પ્રસાદ(ગુણ)થી ભિન્ન નથી’ એવો મત, અહીં વામનને નામે, રજૂ થયો છે અને વામન કહે છે કે, ‘જ્યાં
૪૭૯