________________
મારી નાખવાની અમંગલ વાત, સારી રીતે કરી છે; તેથી, એ ઉદાહરણ, અમંગલરૂપ “અશ્લીલત્વ દોષના અભાવનું ઉદાહરણ ઠરી શકે; પણ એથી એમાં ગુણ આવી ન જાય. હવે, જો વામનનો અર્થ-સૌકુમાર્ય ગુણ કોઈ ખાસ ઉક્તિ હોય તો એ જરૂર પર્યાયોક્ત અલંકારનો વિષય બની શકે. (‘પર્યાયોક્ત અલંકારના સ્વરૂપ માટે આગળ વાંચો – કાવ્યાનુશાસન, અધ્યાય-૬, સૂ. ૯). ૮. “ઉદારતા’ કે ‘ઔદાર્ય ગુણ' : ભરતે આપેલી ઔદાર્યની વ્યાખ્યા લગભગ
ઉદાત્તાલંકાર'ની પરિભાષામાં જ વ્યક્ત થઈ છે અને એ વ્યાખ્યા, શબ્દ કરતાં વધારે તો અર્થ સાથે સંબંધ ધરાવે છે. ભારતના નાટ્યશાસ્ત્રનો જે શ્લોક શ્રી હેમચન્દ્રાચાર્યે અહીં સ્વીકાર્યો છે તે મુજબ, જેમાં અનેકવિધ રૂપોમાં રહેલા, વિશેષ અર્થોને, સુંદર રીતે કહેવામાં આવ્યા હોય તે ઉદારગુણ છે (ના. શા, વડોદરા આવૃત્તિ ૧૬.૧૧૦). બીજી આવૃત્તિ મુજબ,
ઔદાર્ય એ દિવ્યભાવોના વર્ણનમાં આવતો અને શૃંગાર તથા અદ્ભુત રસમાં યોજાતો, અનેક ઉચ્ચ અર્થોથી યુક્ત, ગુણ છે(ના. શા. ૧૬.૧૦૭). “નાટ્યશાસ્ત્ર' (૧૬.૧૦૬)માં “ઉદાત્ત'ની જે વ્યાખ્યા છે તેમાં કહ્યું છે કે,
અનેક અર્થોથી વિશિષ્ટ સારાં સૌષ્ઠવયુક્ત વચનો અને સુંદર અર્થોથી યુક્ત હોય તે ઉદાત્ત કહેવાય.” ભરતમુનિના ઉદાર-ગુણનું ઉદાહરણ . (૪૩૨). જે પૂર્વ- એ શ્લોકમાં રજૂ થયું છે.
પણ, વામનના અનુયાયીઓ(વામનયા:) કહે છે કે, “આ ઉદારતા કે ઉદાત્તતા એ ઉલ્લેખથી જુદી વસ્તુ નથી – એનો અર્થ તો ઉલ્લેખયુક્ત જ છે. એ ગુણ કેવી રીતે બને ? માટે, અમારા (વામનના) મતે - “વિકટતા એ ઉદારતા (ગુણ) છે (અવતરણ-૧૨૧).” એ ગુણ હોવાથી પદો જાણે કે નાચતાં હોય એવું વર્ણન થાય છે. આ શબ્દગુણ (ઉદારતા) છે(કા. અ. સૂ. ૩.૧.૨૩); જેમ કે, વિદ્ધશાલભંજિકા’નો મત્રાન્તરે એ શ્લોક(૧.૩૯) (ઉદા. ૪૩૩).
નોંધપાત્ર છે કે “ઉદારતા એ શબ્દગુણના નિરૂપણમાં વામને સુંદર કવિત્વ દાખલ કર્યું છે અને આ સ્થળે તથા બીજે સ્થળે, વામન, શબ્દોના નૃત્યની, શબ્દોના પ્રકાશની, શ્લોકના ઉછળાટ-પછડાટ (આરોહ-અવરોહ)ની વાત કરે છે- આ બધા ગુણ વિશેના કાવ્યમય ખ્યાલો છે એમાં શંકા નથી.
જો કે આપણા ગ્રંથકાર શ્રી હેમચન્દ્રાચાર્ય, એમની નવી ગુણ-વ્યવસ્થામાં વામનના આ (શબ્દગુણ) ઉદારતાને સ્થાન આપવાની સ્પષ્ટ ના પાડે છે. તેઓ
૪૭૮