________________
*
૭. સુકુમારતા કે સૌકુમાર્ય ગુણ- ભરતમુનિની ‘સુવશબ્દાર્થમ્’ (અવતરણ
૧૧૭) એવી સુકુમારતાની વ્યાખ્યા બે ભાગમાં છે જે શબ્દ તથા અર્થને લાગુ પાડી શકાય છે. ભરતમુનિએ માધુર્ય અને સુકુમારતા માટે આપેલી વ્યાખ્યાની બે આવૃત્તિ નથી. ‘નાટ્યશાસ્ત્ર’ના (૧૬.૧૦૪ કે ૧૦૫) શ્લોક મુજબ સુકુમાર ગુણમાં શબ્દો સરસ રીતે મળી ગયેલા (સુશ્લિષ્ટ) હોવા જોઈએ અને તે સહેલાઈ ઉચ્ચારી શકાય તેવા હોવા જોઈએ. સુવરાવ્વતા એટલે અભિનયમાં સહેલા પડે તેવા શબ્દોનો પ્રયોગ એમ પણ કહી શકાય. અને ‘સુકુમાર-અર્થ’ એટલે સરસ અને નાજુક ભાવોનું નાટ્યમાં નિરૂપણ. આમ ‘વિવેક’માં આપેલી સુકુમારતાની વ્યાખ્યા સુવાતા અને સુવાર્થતા - સાર્થક ઠરે છે.
આ સંદર્ભમાં સૌકુમાર્ય એ શબ્દગુણની વામન સુūશમેવ (અવતરણ૧૧૮) (સહેલા શબ્દોથી જ યુક્ત એવો ગુણ) એવી ભરતના મતને મળતી જ વ્યાખ્યા આપે તે સમજી શકાય તેમ છે. પણ, વામનની આ વ્યાખ્યાના ઉદાહરણ (૪૩૦) તરીકે અહીં પ્રસ્તુત થયેલા ‘રઘુવંશ’(૩.૫૫)ના રે; મારોઽપિ૦ એ શ્લોકના સંબંધમાં, શ્રીહેમચન્દ્રાચાર્ય, ભરતના ‘સુકુમારતા' ગુણની આલોચના રજૂ કરે છે ઃ ‘‘આ તો ‘શ્રુતિકરુત્વ’ નામના દોનો માત્ર અભાવ છે; ગુણ નથી. આ એક પ્રકારનું માધુર્ય જ છે.’’
વામનના મતે અર્થગુણ ‘સુકુમારતા’ની વ્યાખ્યા આ છે : ‘અપાવ્યું સૌમાર્યમ્ ।' (કા. અ. સૂ. ૩.૨.૧૧). અર્થાત્ અપરુષતા (કોમલતા) સૌકુમાર્ય (અર્થગુણ) કહેવાય છે; જેમ કે સ લેિન્દ્રપ્રયુત્તેન॰ એ શ્લોકમાં કવિએ કઠિન અર્થ દર્શાવવા માટે કોમલતાનો પ્રયોગ કર્યો છે - ‘મારી નાખ્યો’ એમ કહેવાને બદલે ‘ચિપ્રવાસે મોકલી આપ્યો’ એમ કહ્યું છે તે ગુણ છે. અહીં અર્થની નજાકત છે, સંસ્કારિતા છે, સુકુમારતા છે.
વામનના ઉપરોક્ત વક્તવ્ય પછી દંડીનો મત ટાંકવાનું આપણા ગ્રંથકારનું અગાઉનું વલણ અહીં બદલાય છે અને તેઓ દંડીના મતનો ઉલ્લેખ કર્યા વગર જ, વામને આપેલી અર્થગુણ સૌકુમાર્યની વ્યાખ્યા તથા તેના ઉદાહરણની કડક આલોચના કરતાં કહે છે : ‘તમારો આ ગુણ તો ‘અશ્લીલત્વ’ દોષના ‘અમંગલ’ પ્રકા૨નો અભાવમાત્ર છે; ગુણ નથી’’. ‘અશ્લીલત્વ' દોષ ત્રણ પ્રકારનો હોય છે ઃ ૧. વ્રીડાભંજક; ૨. જુગુપ્સાભંજક; અને ૩. અમંગલસૂચક. વામનના અર્થગુણ સુકુમારતાના ઉદાહરણ રૂપે રજૂ થયેલા ઉપરોક્ત શ્લોક(૪૩૧)માં
:
૪૭૭