________________
આ તબક્કે દંડીને એવું કહેતા ટાંકવામાં આવ્યા છે કે, “મધુર ગુણમાં પદો પૃથક્ પૃથક્ હોય છે એ વામનની વાત અનુભવથી વિરુદ્ધ છે; (અવતરણ૧૧૫) કેમ કે, સમાસમાં પણ માધુર્ય જોવા (અનુભવવા) મળે છે. (આનંદવર્ધને પણ સ્પષ્ટ જણાવ્યું છે કે, સમાસમાં પણ માધુર્ય હોય છે – ગુંડપિ ઢીઘંસારી દતે રૌદ્રાવણમાસા વેતિ | (ધ્વ. આ. ૩.૬ની વૃત્તિ) અને શૃંગારરસમાં આવતી લાંબા સમાસવાળી પદાવલીનાં બે અને રૌદ્રાદિમાં સમાસરહિત પદાવલીનું એક એમ ઉદાહરણો પણ રજૂ કર્યા છે) આનું ઉદાહરણ અનવરતનયનનતંતુ એ શ્લોક છે(ઉદા. ૪૨૭).
એટલે, દંડી કહે છે કે રવિન્મધુરમ્ ' (કાવ્યાદર્શ ૧.૫૧; અવતરણ ૧૧૬). અર્થાત્ રસવત્ (વાક્યને) મધુર કહેવામાં આવે છે. આનો સૂચિતાર્થ એ છે કે રસ તેમ જ માધુર્ય એક જ વસ્તુ છે. ઠંડીનો પૂરો શ્લોક આ પ્રમાણે છે :
__ मधुरं रसवद् वाचि वस्तुन्यपि रसस्थितिः ।
યેર માદ્યતિ શ્રીમન્તો મધુનેવ મધુવ્રતા: | (કાવ્યાદર્શ ૧.૫૧) દંડીના મતે કવિના શબ્દોમાં તથા વાક્યર્થમાં જે રસ રહેલો હોય છે તે જ માધુર્ય છે; અને એને કારણે જ, જેમ ભમરા મધથી મત્ત બને છે તેમ, રસિકજનો આનંદવિભોર બને છે.૧૫૬
આ રસ બે પ્રકારનો હોય છે : ૧. વાણીમાં રહેલો રસ છે તે વાગ્રસ' છે અને ૨. વસ્તુ કે વિચાર(અર્થ)માં રહેલો રસ વસ્તુરસ છે. આમાંથી પહેલો વાગ્રસ', શ્રુતિઓ અને વર્ષોના અનુપ્રાસો વડે સધાય છે. પણ અનુપ્રાસ તો અલંકાર છે – એ ગુણ કેવી રીતે થઈ શકે? અને બીજો “વસ્તુરસ’ (અર્થમાં રહેલો રસ), અગ્રામ્ય અર્થના અભાવથી સધાય છે; કારણ, કાવ્યમાં અસભ્ય અર્થને નિબદ્ધ કરવાથી ગ્રામ્યતા ઉદ્ભવે છે; જેમ કે, વિતતો એ શ્લોક(ઉદા. ૪૨૮)માં અસભ્ય અર્થનું વર્ણન છે તેથી તેમાં ગ્રામ્યતા (દોષ) છે.
આ સંદર્ભમાં શ્રી હેમચન્દ્રાચાર્ય કહે છે કે આ તો (અગ્રામ્યત્વ) દોષનો અભાવ છે; ગુણ નથી. આ રીતે વામને કહેલા ઉક્તિવૈચિત્ર્યરૂપ “માધુર્ય નામક અર્થગુણને પણ રદિયો અપાઈ જાય છે(વામને ‘ઉક્તિવૈચિત્ર્ય માધુર્યમ્' એવી અર્થગુણ માધુર્યની વ્યાખ્યા કરી છે - કા. અ. સૂ. ૩.૨.૧૧).
માટે આલાદકત્વ એ જ માધુર્ય છે (જે હૃદયની આદ્રતાનું કારણ છે). આ ધ્વનિવાદીઓનો મત છે. મમ્મટે સ્પષ્ટ કહ્યું છે કે, “ચિત્તની દ્રુતિના કારણભૂત જે આનંદસ્વરૂપ તે જ માધુર્ય(ગુણ) છે' (કા. પ્ર. ૮.૬૮).
४98