SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ આમ વામનનો અર્થગુણ સમાધિ એ અર્થદષ્ટિ છે. વૃત્તિમાં આની સમજૂતી આપતાં વામને કહ્યું છે કે, “અર્થનું દર્શન એ અર્થદષ્ટિ છે. સમાધિ એનું કારણ છે તેથી એ સમાધિગુણ કહેવાય છે. સાવધાન મનથી જ અર્થ દેખાય છે. આ વાત અગાઉ વિરૈમવધાનમ્ એ સૂત્ર(૧.૩.૧૭)માં કહેલી છે. સ્થિર ચિત્તવાળો કવિ જ અર્થોને જોઈ શકે છે. આ અર્થ બે પ્રકારનો છે : ૧. “અયોનિઃ” (મૌલિક સર્જન) અને ૨. અન્યચ્છાયયોનિ (બીજાના કાવ્યની છાયા લઈને થતું સર્જન). વળી, એ જ અર્થ ૧. વ્યક્તિ અને ૨. સૂક્ષ્મ એમ બે પ્રકારનો છે. આમાંથી સૂક્ષ્મના પાછા બે ભેદ છે : ૧. ભાવ્ય અને ૨. વાસનીય. અર્થમાં આ નિરૂપણને લક્ષમાં રાખીને જ વામન કહે છે કે, “૧. અયોનિ અને ૨. અન્યચ્છાયયોનિ એવા બે પ્રકારના અર્થનું જો કવિને દર્શન જ ન થતું હોય તો કાવ્ય-સર્જન થાય જ કેવી રીતે ?” (વિવેક, પૃ. ૨૮૨). વામનના આ મતની સામે શ્રી હેમચન્દ્રાચાર્ય કહે છે તો તો બધા જ સારા કવિઓએ નિહાળેલો કાવ્યરૂપી અર્થ સમાધિ (ગુણ) જ કહેવાય ! આથી ટૂંકમાં (વામનના) “અર્થગુણ સમાધિ'ને રદિયો આપવામાં આવે છે. આમ કરવાનું કારણ એ છે કે વામનનો અર્થગુણ સમાધિ એ અર્થસંદર્ભનો ગુણ નથી; પણ, કવિ અને કવિની પ્રતિભાનો ગુણ છે. એનો સંબંધ કવિની સજ્જતા સાથે છે(કા. અ. સૂ. ૧.૩.૧૬-૨૦). વળી, વામનનાં આ બધાં સૂત્રો(કા. અ. સૂ. ૩.૨.૬, ૭, ૮, ૯)માં સાહિત્યિક મૌલિકતા તથા અનુકરણનો વિષય પણ અનુસૂત છે. ૬. “માધુર્ય ગુણ-ભરતમુનિના મતે, “ગમે તેટલીવાર, ફરીફરીને સાંભળવામાં આવે છતાં જે વાક્ય મનને અણગમતું ન લાગે, વાસી કે ફિક્યું ન લાગે તે વાક્ય મધુરગુણથી યુક્ત છે” (ના. શા. ૧૭. ૧૦ અથવા ૧૬.૧૦૩) (અવતરણ ૧૧૩). ભરતની માધુર્યગુણની આ વિભાવના પ્રત્યે કટાક્ષ કરતાં વામનના અનુયાયીઓ કહે છે કે, “ભરતનો આ મધુરગુણ તો, પ્રિયજનનાં રૂક્ષ શબ્દોવાળાં આક્ષેપવચનો જેવો જ છે ! માટે અમારી માધુર્યની વ્યાખ્યા આ છે – “પૃથપદ્રવં માધુર્યમ્' (અવતરણ-૧૪). અર્થાત્ રચનામાં શબ્દો અલગ અલગ હોય તે માધુર્ય (ગુણ) છે (કા. અ. સૂ. ૩.૧.૨૦). આ માધુર્યગુણ (લાંબા) સમાસરહિત હોય છે; જેમ કે, કુમારસંભવ(૧.૧)નો શ્લોક - પ્રત્યુત્તરમ્. ભામહ કહે છે કે, “માધુર્ય અને પ્રસાદ ઇચ્છતા બુદ્ધિમાન કવિઓ વધારે પડતા સમાસવાળાં પદો (શબ્દો) કાવ્યમાં પ્રયોજતા નથી”(કાવ્યાલંકાર ૨.૧). ૪૭૫
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy