________________
નિવેશ: ઇત્યાદિ, હિમાલયના માર્ગપ્રદેશમાં ગંગાનો જલપ્રવાહ નિવેશિત થઈ રહ્યો છે એ પંક્તિ ઉદાહરણરૂપે ટાંકી છે.
કોઈ એમ કહે કે, (અહીં) આરોહ અને અવરોહ (અનુક્રમે) “ઓજોગુણ” (ગાઢબંધત્વ) અને પ્રસાદ” ગુણ (શૈથિલ્યો જ છે; એટલે, “સમાધિ' એ પૃથકુ ગુણ નથી. આ શંકા વામને કા. અ. સૂત્ર ૩.૧.૭૪માં રજૂ કરી છે અને તે પછીના સૂત્ર(૩.૧.૧૫)માં એ શંકાનો જવાબ આપતાં કહ્યું છે : “ના, સંયુક્તત્વ કે સમિશ્રણથી અર્થાત્ આરોહ-અવરોહ ક્રમશઃ ઓજસ્ટ્ર-પ્રસાદરૂપ છે એ વાત ભૂલભરેલી છે. સમાધિ(ગુણ)માં તો ઓજસ્ અને પ્રસાદ એ બે ગુણોનું મિશ્રણ (સંપુક્તત્વ) છે; જેમ બે નદીઓના પ્રવાહો જોડાઈ જાય છે તેમ જ.૫૫ વળી, “ઓજલ્સમાં આરોહ રહે છે અને પ્રસાદમાં અવરોહ રહે છે, એ વાત ઐકાન્તિક સત્ય નથી, કેમ કે, ઓજસ્ અને પ્રસાદ, આરોહ અને અવરોહ ન હોય તો પણ પાસપાસે હોય છે. આમ, સમાધિ ગુણને જુદો, સ્વતંત્ર ગુણ માનવો યોગ્ય છે(કા. અ. સૂ. ૩.૧.૧૫).
અહીં પણ, વામન પછી દંડી આવે છે અને વામનના “સમાધિ ગુણની આલોચના કરતાં કહે છે : “આ (વામનનો “સમાધિ' ગુણ) તો, ઊંચા(આરોહ) અને નીચા(અવરોહ)ની વારાફરતી થતી વધઘટ જ છે. એટલે, અમે(દંડી) કહીએ છીએ કે - “અપ્રસ્તુત વસ્તુનો ધર્મ, પ્રસ્તુત વસ્તુ પર આરોપિત કરવાથી સમાધિ (ગુણ) થાય છે'(કાવ્યાદર્શ ૧.૯૩). દંડીનો આખો શ્લોક આ પ્રમાણે છે –
अन्यधर्मस्ततोऽन्यत्र लोकसीमानुरोधिना । સીધી તે યત્ર સ સમાધિ મૃતો યથા / (કાવ્યાદર્શ ૧.૯૩)
દંડીના મતની ચર્ચા, આપણે ભારતના સમાધિગુણની સમજૂતીના સંદર્ભમાં (ઉપર) કરી છે અને ત્યાં દંડીના ઉદાહરણ(૪૨૫)નું પણ વિવરણ કર્યું છે. ઠંડીના વિચારોના સંદર્ભમાં શ્રી હેમચન્દ્રાચાર્ય કહે છે કે, “જો આ ઉપચારવૃત્તિ(ગૌણીવૃત્તિ)ને તમે ગુણ કહેતા હે તે યોગવૃત્તિએ તમારું શું બગાડ્યું છે?”
અર્થદર્શન . હવે, અર્થગુણ “સમાધિની વામનને અભિમત વ્યાખ્યા (અવતરણ-૧૧૨માં) રજૂ થાય છે : મર્થદષ્ટિ: સમાધિ: | અર્થાત્ “અર્થનું દર્શન એ સમાધિ છે'(કા. અ. સૂ. ૩.૨.૬); જેમ કે મuપ એ ઉદાહરણ(૪૨૬)માં “અર્થદષ્ટિ (સમાધિગુણ) છે.
૪૭૪