SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. સમાધિગુણ - ભરતનાટ્યશાસ્ત્રની બેમાંથી એકેય આવૃત્તિમાં “સમાધિ ગુણની વ્યાખ્યા આપેલી નથી - છતાં ‘વિવેકમાં, અહીં કહેવામાં આવ્યું છે કે, ભરતમુનિએ “સમાધિ” ગુણની આવી વ્યાખ્યા આપી છે : “અર્થનું બીજા ગુણમાં આરોપણ થવાથી સમાધિ (ગુણ) થાય છે” જેમ કે, પતિરાડુંએ લોક(ઉદા. ૪૨૨)માં દંડીએ આપેલી સમાધિગુણની વ્યાખ્યા, ભરતમુનિની ઉપરોક્ત વ્યાખ્યાના સ્પષ્ટીકરણમાં મદદરૂપ થાય છે. “કાવ્યાદર્શ' (૧.૯૩)માં દંડીએ સમાધિની વ્યાખ્યા આપતાં કહ્યું છે કે, લોકસીમાનો બરાબર ખ્યાલ રાખીને સર્જન કરનાર કવિદ્વારા જ્યારે અપ્રસ્તુત વસ્તુનો ધર્મ, પ્રસ્તુત વસ્તુ પર આરોપિત કરવામાં આવે છે ત્યારે સમાધિ (ગુણ) થાય છે.” આ અર્થગુણ છે કેમ કે અહીં એક અર્થ પર બીજો અર્થ, આરોપિત થાય છે. ભોજરાજે પણ “અન્યના ધર્મોનું અન્ય ઉપર આરોપણ કરવામાં આવે, તેને સમાધિ (ગુણ) કહ્યો છે; જેમ કે, પ્રતી છાશો એ શ્લોકમાં પ્રતીસ્કૃતિ, અવતરતિ, અનુવદતિ વગેરે ચેતનક્રિયાઓનું અધર વગેરે અચેતન પદાર્થો પર આરોપણ થયું છે; તેથી અહીં સમાધિ (ગુણ) છે. વામ્ભટ્ટે પણ ‘મચસ્ય ધમ યાત્રા ત્રાથતે સ સમાધિ:' એમ જ કહ્યું છે. દંડીએ (૧.૯૪) અર્થગુણ સમાધિનું મુદ્દાન નિમીત્તએ શ્લોક વડે ઉદાહરણ આપ્યું છે. એમાં આંખોના બંધ થવાના અને ખુલવાના ધર્મોને કુમુદિની તથા કમળ પર આરોપ થયો છે. દંડીના મતે આ સમાધિગુણ, કાવ્યનું જીવન છે, અને તે ગૌડ તથા વૈદર્ભ બન્ને માર્ગોમાં અપનાવાય છે (કાવ્યાદર્શ ૧.૧૦૦). જો કે વામનના અનુયાયીઓ (અર્થના કે ધર્મોના સંક્રમણરૂપ) સમાધિગુણને અતિશયોક્તિ એ અર્થાલંકારનો પ્રકાર જ ગણે છે અને (શબ્દગુણ) “સમાધિ'ની વામને આપેલી વ્યાખ્યા રજૂ કરે છે કાપોદાવરોમ: સમાધિ:' (કા. અ. સૂ. ૩.૧.૧૨) (અવતરણ-૧૧૦). આ સૂત્રની સમજૂતી આપતાં, વૃત્તિમાં, વામન કહે છે કે, “આરોહ-અવરોહનો ક્રમ અર્થાતુચઢાવ-ઉતારનો ક્રમ એ જ આરોહાવરોહક્રમ છે અને સમાધિ' એ પરિહાર છે. આરોહથી અવરોહ પર તથા અવરોહથી આરોહ થવાથી સમાધિરૂપ પરિહાર થાય છે. આનાં બે ઉદાહરણો છે. તેમાં પ્રથમ, આરોહ પછી અવરોહનું ઉદાહરણ છે- કૃતિવાતમુવ: એ શ્લોક (ઉદા. ૪૨૩); અને અવરોહ પછી આરોહનું ઉદાહરણ છે ય મર્નાદે એ શ્લોક (ઉદા. ૪૨૪). કામધેનુ'ની ટીકામાં ક્રમશઃ આરોહણ અને અવરોહણ એવી સમજૂતી આપી ૪૭૩
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy