________________
આલોચના કરે છે અને જણાવે છે કે, દંડીનો આ સમતા(ગુણ) વૃત્તિઓથી જુદો નથી(અવતરણ-૧૦૭); માટે વામન કહે છે કે, “જે ચોક્કસ રીતિથી રચના શરૂ થઈ હોય તેનો, રચના સમાપ્ત થાય ત્યાં સુધી ત્યાગ કરવામાં ન આવે તે સમતા(ગુણ) કહેવાય છે અને મુક્તકમાં તેમ જ પ્રબંધમાં એની અપેક્ષા હોય છે (કા. અ. સૂ. ૩.૧.૧૨-૧૩). ટૂંકમાં માર્ગ અથવા રચનાશૈલીનો અભેદ સમતા (ગુણ) કહેવાય છે - જે સરણિથી રચનાની શરૂઆત કરવામાં આવે તે જ સરણિથી રચના પૂરી કરવી તે સમતા કહેવાય છે. શ્લોક તથા પ્રબંધ બન્નેમાં આવી શૈલીની એકવાક્યતા અર્થાત્ સમતા અપેક્ષિત હોય છે. વામને જે ત્રણ રીતિઓ - વૈદભ, ગૌડિયા અને પાંચાલી રીતિઓ પ્રવર્તાવી છે તે દરેકનાં, અનુક્રમે ત્રણ ઉદાહરણો (૪૧૬, ૪૧૭, ૪૧૮), ત્રણ શ્લોકો વડે “વિવેક'(પૃ. ૨૭૯-૮૦)માં રજૂ થયાં છે અને પછી “આ રીતે જ પ્રબંધમાં પણ” (સમતાનાં ઉદાહરણો હોય છે) એમ જણાવ્યું છે.
આ સંદર્ભમાં શ્રી હેમચન્દ્રાચાર્ય કહે છે કે, “જે વિવેચકો રચનામાર્ગના જાણકારો છે. તેઓ સમતાને હમેશાં વૈચિત્ર્યદાયક માનતા નથી. વસ્તુતઃ “હનુમન્નાટક' (૭.૪૪)ના અજ્ઞાનીદ્યદ્રિ એ શ્લોકમાં (ઉદા. ૪૧૯), મસુણમાર્ગ(મૃદુબન્ધ)નો ત્યાગ એ જ ગુણ બની રહે છે. માટે, સમતાનો ગુણ તરીકે ઉલ્લેખ ન કરવો (અવતરણ ૧૦૮).”
વામને, અર્થગુણ “સમતાની, ‘મવૈષચ્ચે સમતા' અર્થાત્ વિષમતા(દોષ)નો અભાવ એ (અર્થગુણ) સમતા છે,’ એવી વ્યાખ્યા આપી છે(કા. અ. સૂ. ૩.૨.૫). અને અવૈષમ્ય એટલે “પ્રક્રમભેદ” કે “પ્રક્રમભંગ” નામક દોષનો અભાવ એવી સમજૂતી આપી તેનું ચુતમન: એ ઉદાહરણ (૪૨૦) આપ્યું છે; પછી, “અથવા સુગમત્વ એ જ અવૈષમ્ય છે, એટલે કે જેમાં સુગમતાપૂર્વક અર્થજ્ઞાન થાય તે જ અવૈષમ્ય છે એવી, અવૈષમ્યની બીજી સમજૂતી પણ વામને જ આપી છે(કા. અ.મૂ. ૩.૨.૬). વળી ઉપરોક્ત પ્રક્રમભેદ દૂર પણ થઈ શકે છે. એટલે પ્રકમભેદ વૈષમ્ય તથા અવૈષમ્ય બને છે.
વામને, પ્રક્રમભેદરૂપ અવૈષમ્યનું “ચુતમનસ: ઇત્યિાદિ એ, જે ઉદાહરણ (૪૨૧) આપ્યું છે તેના પર ટિપ્પણ કરતાં આપણા ગ્રંથકાર કહે છે કે, “વસંત અને ગ્રીષ્મ ઋતુની સંધિનું પ્રતિપાદન કરતા આ શ્લોકના બીજા ચરણમાં, મલયમાતની વિશેષતાને કારણે, પ્રક્રમભેદ(દોષ) છે. આથી, “સમતા'માં જે વૈષમ્યદોષરહિતતા છે તે તો અપદોષત્વ છે(દોષરહિતતા છે); ગુણ નથી.”
૪૭૨