________________
ઇત્યાદિ શ્લોક પર આધારિત છે. પણ ભરતની વ્યાખ્યાની બીજી આવૃત્તિ આ
બ્લોકમાં વર્ણવ્યા પ્રમાણે છે : નાતિવૂfપર્વવું$1 વ્યથમિધામિક | હુધા તૈશ તા સમત્વીત્સકતા મતા | (ના. શા. ૧૬.૧૦૧). આ શ્લોકમાં, સમતા (ગુણ) એટલે “બહુ જ મૃદુ, સરળ પદોથી અને અર્થ વિનાના કે સમજવામાં દુર્બોધ શબ્દોથી ભરપૂર ન હોય તેવી સમત્વયુક્ત રચના.” સમતાગુણવાળી રચનામાં માત્ર જરૂરી શબ્દો જ પ્રયોજવાના હોય છે; અને સાથે સાથે, નિરર્થક, વ્યર્થ કે દુર્બોધ પદો ટાળવાનાં હોય છે – જોકે રચનામાં સ્પષ્ટતા કે ફુટતા આવશ્યક ગણાય છે.
આની સામે દંડી વાંધો લે છે અને કહે છે કે, “ગુણો અને અલંકારોના આશ્રયો અલગ અલગ છે; એટલે ગુણો અને અલંકારો એકબીજાનું આભૂષણ કેવી રીતે બને ? વળી, શ્લેષ, યમક અને ચિત્ર (એ ત્રણ શબ્દાલંકારો) સામાન્યતઃ ગુણોથી પૃથકુ રહીને પ્રવર્તે છે. “અનુપ્રાસ” એ શબ્દાલંકાર પણ આવી જ રીતે ખૂબ પ્રયોજાય છે. માટે, “પ્રબંધ (બંધ) કે રચનાની અવિષમતા એ જ સમત્વ (ગુણ) છે”(કાવ્યાદર્શ ૧.૪૭). આનો અર્થ એ છે કે, કાવ્યસંઘટનાને જે પ્રકારના બંધથી શરૂ કરીએ તે જ પ્રકારના બંધથી જો એને સમાપ્ત કરવામાં આવે તો સમતા નામનો ગુણ થાય. કાવ્યાદર્શમાં સકં વજેપુ વિષમન્ ! એમ કહ્યું છે; જયારે અહીં વિવેકમાં, અવતરણ-૧૦૬માં, સંમતાની દંડીએ કરેલી વ્યાખ્યામાં પ્રવધે, વિષમં સમન્ એમ કહ્યું છે. ઠંડીના મતે બધુ ત્રણ પ્રકારના છે : મૃદુ, ફુટ (કે વિકટ) અને મિશ્ર. જેમાં મૃદુ વર્ણોનો વિન્યાસ હોય તે ૧. મૃદુબન્ધ છે. અને હૃસ્વસ્વરો, વર્ગના અન્ય અક્ષરો તથા દંત્ય વ્યંજનો એ મૃદુ વર્ણ છે. જેમાં ફુટ વર્ણોનો વિન્યાસ હોય તેને ૨. ફુટબન્ધ કે વિકટબંધ કહે છે અને દીર્ધસ્વરો, ઓક્ય વર્ણો તથા ઠ, ડ, શ, ષ, હ એ વર્ણો ફુટવર્ષો છે. આ બેનું મિશ્રણ હોય તો ૩. મિશ્રવર્ણબન્ધ કહેવાય છે. અહીં મૃદુ, ફુટ, મિશ્ર વર્ણવિન્યાસ વડે, ક્રમશઃ અસમાસ, દીર્ધસમાસ અને અલ્પસમાસનું પણ ઉપલક્ષણ સમજી લેવાનું છે. આ રીતે ઉપરોક્ત ત્રણ પ્રકારના વર્ણવિન્યાસ તથા સમાસથી ઉદ્ભવતી સમતા પણ ત્રણ પ્રકારની થશે. આ જ ત્રણ પ્રકારની સમતા ક્રમશઃ વૈદભ, ગૌડી અને પાંચાલી રીતિઓનું કારણ બને છે. “વિવેકમાં ત્રણેય પ્રકારના બન્યોનાં અર્થાત્ ત્રણ પ્રકારની સમતાનાં ઉદાહરણો(૪૧૩, ૪૧૪, ૪૧૫) આપવામાં આવ્યાં છે. એમાંથી બે ઉદાહરણો “શિશુપાલવધ'(૧૦.૭૪; ૧૦.૭૭)નાં છે. પણ “સમતા' (ગુણ) વિશેના દંડીના આ મતની વામન
૪૭૧