SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ વસ્તુસંવિધાનનો ગુણ છે. અવનવા પ્રસંગોની ચતુરાઈભરી સંયોજના એ અર્થશ્લેષ છે એવું ભોજરાજ, મમ્મટ, હેમચંદ્રાચાર્ય, વિશ્વનાથ(૮.૬) માને છે.૧૫૪ આ તબક્કે દંડીનો મત રજૂ થાય છે. દંડીના મતે “અશિથિલત્વ એ શ્લેષ” છે(કાવ્યાદર્શ ૧.૪૩). અને શિથિલતાની પરિભાષા એ છે કે એમાં અધિક પ્રમાણમાં અલ્પપ્રાણ વર્ણો હોય છે. આવી શિથિલતા જ્યાં નથી હોતી ત્યાં શ્લેષ ઉદ્ભવે છે. આ વૈદર્ભ માર્ગનો પ્રિય ગુણ છે. આનો દાખલો છે ઉદાહરણ (૪.૧૦)માં રજૂ થયેલો પ્રેક્ષાગૃહ એ શ્લોક. આ શ્લોકમાં સંયુક્ત મહાપ્રાણ વર્ણોની પ્રચુરતા છે તેથી તે (દંડીના મતે) શ્લેષગુણથી યુક્ત છે. દંડીના આ શ્લેષગુણ વિશે શ્રી હેમચન્દ્રાચાર્ય કહે છે કે, “આ તો ઓજનો પ્રકાર જ છે. અથવા એ કોઈ અદષ્ટ ગૌડ માર્ગની રચનાનો દાખલો છે. એટલે એની ઉપેક્ષા કરવી જોઈએ. કારણ ગૌડ માર્ગના સમર્થક સર્જકોને શિથિલતા પસંદ હોય છે(કાવ્યાદર્શ ૧.૪૩.૪૪). કેમ કે તેઓ અનુપ્રાસપ્રેમી હોય છે - મનુWIક્ષધિયા રેંદ્રષ્ટમ્ | (કાવ્યાદર્શ ૧.૪૪); જેમ કે નીતાવિતોનંએ શ્લોક (ઉદા. ૪.૧૧). એટલે અહીં વદતોવ્યાઘાત છે. (વસ્તુતઃ અહીં, દંડી, વામનના મતને અનુસરે છે એ કાલવ્યુત્ક્રમ પણ છે; કારણ દંડી પછી વામન આવે છે એટલે પાછળ થઈ ગયેલા વામનનો મત, પુરોગામી દંડીના મોંમાં યોગ્ય નથી જણાતો.)” શ્રી હેમચન્દ્રાચાર્ય તો વામનના અર્થશ્લેષને (ઘટનાશ્લેષને) બિલકુલ રદિયો આપે છે. વામનના આ અર્થશ્લોકનું સંપૂર્ણ સોદાહરણ વિવરણ ઉપર થઈ ગયું જ છે. તેનો અહીં ઉલ્લેખ છે(અવતરણ-૧૦૩). આ ઘટનાશ્લેષ તો કવિની વસ્તુસંવિધાનની કળાથી ઉત્પન્ન થતું નર્યું વૈચિત્ર્ય છે; માત્ર ચમત્કૃતિ છે- એ કોઈ ગુણ નથી એવો મત શ્રી હેમચન્દ્રાચાર્ય દર્શાવે છે. ૪. સમતા ગુણ - ભરતમુનિના મતે જેમાં ગુણો પોતે અને અલંકારોનો સમૂહ (ઔચિત્યના સિદ્ધાન્તને અનુસરીને પ્રયોજવાથી) પરસ્પરના આભૂષણરૂપ બની જાય છે તે સમ (સમતા) ગુણ છે; જેમ કે, મરનવનવી એ શ્લોક (ઉદા. ૪૧૨)માં આવું બને છે. સમત્વ સર્વગ્રાહી ગુણ છે અને દંડીએ એના ત્રણ પ્રકાર વર્ણવ્યા છે. સમતા'નું ભરતમુનિએ આપેલું ઉપરોક્ત લક્ષણ, “નાટ્યશાસ્ત્રા'(૧૭.૧૦૦)ના અન્યો સંદશં યત્ર તથા હૃાન્યોચભૂષણમ્ I મન્નારી TTદૈવ.. ૪૭૦
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy