________________
(૪૦૮) છે. જેમાં પાર્વતી પર વરસાદનાં પ્રથમ છાંટણાનું વર્ણન છે. ભરતના નાટ્યશાસ્ત્રની બે આવૃત્તિઓમાં આ શ્લેષ - ગુણ વિશે બે શ્લોકો મળે છે. પ્રથમ શ્લોક છે -વિવાહનું વૈવ માવતઃ | ઇત્યાદિ.. (અહીં વિવર્વ પ્રદvi વૃજ્યા ૮ દ્વમાવતિઃ | એવો બીજો પાઠ પણ છે). બીજો શ્લોક છે ક્ષિતિનાર્થનાતે.. ઇત્યાદિ (ના. શા. ૧૭.૯૭-૯૮ અથવા ૧૬.૯૭-૯૮, ‘વિવેક' પૃ. ૨૭૦). શ્લેષ - ગુણ શબ્દનો તથા અર્થને છે એવું પણ વ્યાખ્યાથી સ્પષ્ટ થાય છે. તેને એ શ્લોકમાં, શ્લેષને, શબ્દો અને અર્થોના જોડાણ તરીકે વર્ણવ્યો છે. પણ શ્રી હેમચન્દ્રાચાર્યો, શ્લેષની જે વ્યાખ્યા અવતરણ(૧૦૦)માં રજૂ કરી છે તે નાટ્યશાસ્ત્રના પ્રથમ શ્લોક વિવાર દિનમ્... ઇત્યાદિને અનુસરે છે. આ વ્યાખ્યા અંગે આચાર્યશ્રી ટિપ્પણ કરે છે કે, “આ તો શબ્દ અને અર્થના ઉપયોગ અંગેની નિપુણતા છે; આ કોઈ સંદર્ભધર્મ નથી.”
પણ, વામનના અનુયાયીઓ કહે છે કે, રચના-રૂ૫ (સાહિત્યિક-સ્વરૂપ) કે રચના-રીતિથી યુક્ત હોવું એ ગુણનો સ્વભાવ છે, સ્વરૂપ છે. એટલે “મસૃણત્વ એ શ્લેષ (શબ્દગુણ) છે(અવતરણ-૧૦૧) - આની સમજૂતી આ પ્રમાણે અપાઈ છે : “જયાં અનેક પદો એક જેવાં લાગે છે તેને “મણત્વ કહે છે.)” (કા. અ. સૂ. ૩.૧.૧૧ની વૃત્તિ) “કુમારસંભવ'નો પહેલો જ શ્લોક પ્રત્યુત્તરસ્યાં વિશિ તેવતાત્મા. આનું સચોટ ઉદાહરણ(૪૦૯) છે.
વામનના ઉપરોક્ત શબ્દગુણ શ્લેષની ચર્ચા કર્યા પછી, વામનના અર્થગુણ શ્લેષની વ્યાખ્યા, ઉદાહરણ-વિવરણ સાથે, ગ્રંથકાર અહીં રજૂ કરે એવી સહજ અપેક્ષા રહે; પણ, વામનની “ઘટના શ્લેષ છે” (કા. અ. સૂ. ૩.૨.૪) એવી અર્થગુણ શ્લેષની વ્યાખ્યા અહીં રજૂ થઈ નથી. વામનના મતે ઘટના એટલે ક્રમ, કૌટિલ્ય, અનુબણતા અને ઉપપત્તિનો યોગ” અને એ જ અર્થશ્લેષ. ક્રમ એટલે વ્યવસ્થિત વર્ણન; કૌટિલ્ય એટલે ચમત્કૃતિ (જે પ્રેમની ચાટુ ઉક્તિઓ, વ-ઉક્તિઓ આદિમાં હોય છે); એટલે પ્રશસ્તવર્ણત્વને દંડીના કાન્તિ તથા સૌકુમાર્ય એ બે અર્થગુણો સાથે સંબંધ છે(કાવ્યાદર્શ ૧.૮૫; ૧.૬૯) અને ઉપપત્તિ” એટલે કવિપ્રયુક્તિઓ(poetic devices)નો ઉપયોગ. વામને અમરનો દુર્વાસન એ શ્લોક અર્થગુણ શ્લેષના ઉદાહરણ તરીકે ટાંક્યો છે(કા.અ.મૂ. ૩.૧.૪ની વૃત્તિ). શુદ્રકાદિએ રચેલા પ્રબંધમાં આ અર્થગુણ (શ્લેષ)નો પ્રચુર ઉપયોગ થયો છે એમ વામને કહ્યું છે. આથી જણાય છે કે ઘટનાશ્લેષ
૪૬૯