________________
જેમ, અનુભવી રત્નપરીક્ષક રત્નોની વિશેષતા જાણી લે છે તેમ જ. વળી, ‘કરુણરસના નાટકમાં એકબીજાથી વિરુદ્ધ એવા સુખ અને દુઃખનો ભેગો અનુભવ થાય છે એ જેમ અનુભવ સિદ્ધ છે તેમ જ એકબીજાથી વિરુદ્ધ પ્રસાદ અને ઓજસ્નું જ્ઞાન અનુભવથી બરાબર થઈ જાય છે’’(કા. અ. સ. ૩.૧.૯ તથા વૃત્તિ).
પણ, વામનના ઉપરોક્ત મત સામે આપણા ગ્રંથકારને વાંધો છે. એમના મતે ઉપરોક્ત દૃષ્ટાંત જ ભૂલભરેલું છે અને એ દૃષ્ટાન્તની વ્યર્થતાથી, જે મુદ્દો રજૂ કરવાનો છે તે પણ વ્યર્થ થઈ જાય છે. એટલે કે, નાટકમાં, કરુણરસથી પ્રભાવિત થયેલા ચિત્તવાળો પ્રેક્ષક પહેલાં દુઃખ અનુભવે છે પણ પછી, પાત્રોની રજૂઆત કરવાની કુશળતાથી, આનંદ અનુભવે છે. પણ, ઓજસ્ અને પ્રસાદનો તો એકીસાથે (મિશ્ર) અનુભવ કરવાની વાત વામને જ કરી છે(કા. અ. સૂ. ૩. ૧.૭). વળી, સાચી વાત એ છે કે, બધા જ રસોનો અનુભવ આનંદરૂપ હોવાથી સુખાત્મક જ હોય છે; એટલે વામનનું (ઉપરોક્ત) દૃષ્ટાન્ત જ અસંગત છે. એટલે, અમારા મતે, પ્રસાદગુણ હમેશાં ચિત્તના વિકાસનું કારણ હોય છે(આગળ સૂત્ર સાત (૪.૭)માં ગ્રંથકારે પ્રસાદગુણની આ જ શબ્દોમાં વ્યાખ્યા કરી છે).
અને, વામને અર્થગુણ ‘પ્રસાદ’ની ‘‘અર્થની વિમલતા એ પ્રસાદ છે’’ એવી (કા. અ. સૂ. ૩.૨. ૩માં) જે વ્યાખ્યા આપી છે તે અંગે ગ્રંથકાર કહે છે કે વામને જ ‘વિમલતા’ એટલે ‘વિવક્ષિત અર્થને પ્રગટ કરી દેતા શબ્દોનો જ માત્ર ઉપયોગ’ એવી સમજૂતી આપી છે. આ રીતે, અર્થની સરળ અભિવ્યક્તિ એ વિમલતા છે. અર્થાત્ ‘પ્રસાદ’ નામનો અર્થગુણ છે. (આ પ્રસાદ, શબ્દ તથા અર્થ બન્ને ‘અર્થવ્યક્તિ’ નામક ગુણ જેવો જ (ગુણ) છે. ભરતમુનિનો ‘સમતા’ ગુણ પણ આ ‘પ્રસાદ’ સાથે સામ્ય ધરાવે છે - પ્રસાદ એટલે માત્ર જરૂરી શબ્દો જ; નકામા શબ્દોથી, ‘પ્રસાદ' ગુણથી વિપરીત અસર નીપજે છે).
આથી, શ્રીહેમચન્દ્રાચાર્ય કહે છે કે, “અગાઉ અમે અધિકપદત્વ એ વાક્યદોષનું નિરાકરણ કરીને, વામનનો ઉપરોક્ત (અર્થની વિમલતારૂપ) અર્થગુણ ‘પ્રસાદ’ સ્વીકારેલો જ છે (કા. અ. શા. ૩.૫ની વૃત્તિ, પૃ. ૧૦૫-૯). આમ, વામનનો અર્થગુણ પ્રસાદ, એ દોષનો અભાવમાત્ર છે; ગુણ નથી.
૩. ‘શ્લેષ' ગુણ - ભરતમુનિના મતે, સ્વાભાવિક રીતે સ્પષ્ટ લાગતું પણ ગહન વિચારો પ્રગટ કરતું વચન એ શ્લેષ-ગુણ છે(અવતરણ-૧૦૦). ‘કુમારસંભવ (૧.૨૪)નો ‘ક્ષળ સ્થિતા: વક્ષ્મસુ॰ ’ એ શ્લોક આનું ઉદાહરણ
૪૬૮