________________
છે. અહીં પહેલાં, ભરતમુનિએ કરેલી પ્રસાદ ગુણની વ્યાખ્યા રજૂ થાય છે (અવતરણ-૯૬) : “વિભક્તિ, અર્થ અને શબ્દના સુભગ સંયોગથી,
જ્યાં કહ્યા વિના જ, શબ્દો અને અર્થોનો ખ્યાલ આવી જાય છે તે પ્રસાદ (ગુણ) કહેવાય છે. જોકે, ભરતમુનિના “નાટ્યશાસ્ત્ર'ની કાશીની આવૃત્તિમાં તથા કાવ્યમાલા શ્રેણીની આવૃત્તિમાં પ્રસાદની વ્યાખ્યામાં “સુખશબ્દાર્થ એવો શબ્દ વાપર્યો છે, જે સૂચવે છે કે “પ્રસાદ ગુણમાં સહેલા અને તરત સમજાય તેવા શબ્દોમાં અર્થ વ્યક્ત થાય છે; તેથી શબ્દો કહેતાં પહેલાં જ અર્થ પ્રગટ થઈ જાય છે. પ્રસાદગુણની વ્યાખ્યા કરતો નાટ્યશાસ્ત્રનો , અધિકૃત પાઠ આ પ્રમાણે છે :
अप्यनुक्तो बुधैर्यत्र शब्दोऽर्थो वा प्रतीयते ।
સુdશબ્દાર્થસંવોપાત્ પ્રસાઃ પરિક્ષીત્યંતે / (૧૭.૯૯) ભરતની અવતરણ(૯૬)માં રજૂ થયેલી પ્રસાદ-વિભાવના મુજબ પ્રસાદગુણમાં “શબ્દો કહેતાં પહેલાં જ અર્થ સમજાઈ જાય છે. એવા શબ્દો અને અર્થોથી આ ગુણ યુક્ત હોય છે; જેમ કે, ઉદા. ૪૦૭ના યાદુ: એ શ્લોકમાં સરળ, ત્વરિત અર્થબોધ થાય છે.
પણ, વામનના અનુયાયીઓ પ્રસાદ-ગુણની, ભરતમુનિએ રજૂ કરેલી, ઉપરોક્ત વિભાવનાનો તથા તેના ઉપરોક્ત ઉદાહરણ (૪૦૭)ની ટીકા કરતાં કહે છે : “આ તો વિશેષણોના આધારે થયેલી વિશેષ્યોની ઉક્તિ માત્ર છે; એટલે, ખરું જોતાં ‘પ્રસાદ” ગુણની વ્યાખ્યા આ પ્રમાણે છે (અવતરણ-૯૭) (બંધ અથવા રચનાની) શિથિલતાને પ્રસાદ કહે છે.' (કા. અ. સૂ. ૩. ૧.૬).
પણ, શિથિલતા એ તો ઓજોગુણનું વિપરીત રૂપ છે – અર્થાત્ દોષ છે; એને ગુણ કેવી રીતે કહેવાય?
આનો વામને એવો જવાબ આપ્યો છે કે – “ “પ્રસાદ” ગુણની સાથે ઓજોગુણનું ગાઢ મિશ્રત થવાથી ઓજસ્ પણ ગુણ છે” (કા. અ. સૂ. ૩.૧.૭); પણ, “ગાઢત્વ” અને “શૈથિલ્ય” એ તો બે પસ્પર વિરોધી વસ્તુઓ છે (અર્થાત્ “ઓજોગુણ અને ‘પ્રસાદગુણ પરસ્પર વિરુદ્ધ છે – એટલે એમનો મેળ (મિશ્રણ) થાય છે કેવી રીતે? અને મેળ ન થાય તો? (૩.૧૮)
આનો જવાબ આપતાં વામન કહે છે - એ તો અનુભવથી સિદ્ધ વાત છે - અર્થાત્ પ્રસાદ અને ઓજસૂનો સંપ્લવ(મળ) તો અનુભવીઓ બરાબર જાણે છે –
૪૬૭