SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ ઓજસૂની ‘મર્થસ્થ પ્રૌઢિરોનઃ' અર્થાત્ “અર્થનું પ્રૌઢત્વ એ ઓજસ્ (ગુણ) છે” એવી વ્યાખ્યા આપી છે. આ “પ્રૌઢિ પાંચ પ્રકારની હોય છે(અવતરણ ૯૫; કા. અ. સૂ. ૩.૨.૨-૩): ૧. જ્યાં એક શબ્દથી કામ ચાલી જતું હોય ત્યાં વાક્યનો પ્રયોગ કરવો; જેમ કે “ચન્દ્ર કહેવાને બદલે “અત્રિ ઋષિની આંખમાંથી પ્રગટતી જ્યોતિ' એમ કહેવું ૨. જ્યાં વાક્ય જરૂરી હોય ત્યાં શબ્દથી કામ ચલાવવું; જેમ કે, “એ સ્ત્રી દિવ્ય સ્ત્રી નથી; પણ માનવ-સ્ત્રી (મર્ય) છે' એવો વાક્યપ્રયોગ કરવાને બદલે, “(એ આંખની) પલકો હલાવે છે. એમ કહેવું; 3. સંક્ષિપ્ત વાક્યર્થનો વિસ્તાર કરવો; જેમ કે સુખ-દુઃખનો સંબંધ એક આખા શ્લોકમાં વિસ્તારથી કહેવો; ૪. ઘણાં વાક્યોનો અર્થ સંક્ષેપમાં કહેવો (સમાસ) જેમ કે, મિનિયમ મત્સ્ય એ શ્લોક; અને ૫. સાભિપ્રાયત્વ અથવા કાવ્યાત્મક સૂચના; જેમ કે, “સુકેશીના, રતિકાર્યથી શિથિલ કેશપાશ'માં એ ઉક્તિમાં “સુકેશી’ કહેવાથી સાભિપ્રાયત્વ સૂચિત થાય છે. વામનની આ પંચવિધ અર્થપ્રૌઢિ (અર્થાત્ ઓજસૂ) વિશે વિવેચન કરતાં, હેમચન્દ્રાચાર્ય કહે છે કે, “આ પ્રૌઢિ કે ઓજસ્ તો માત્ર અર્થનું વૈચિત્ર જ છે,, અથવા ઉક્તિની છટા જ છે અને સાભિપ્રાયરૂપ અર્થગુણ ઓજસ્ ગુણ નથી; પણ “અપુષ્ટાર્થત્વ' નામના અર્થદોષનો અભાવ જ છે. (શ્રીહેમચન્દ્રાચાર્યે ‘પ્રકૃત અર્થને અનુપયોગી શબ્દોનું ગ્રહણ કરવાથી અપુષ્ટાર્થદોષ થાય છે એમ ઉપર(૩.૭ની વૃત્તિમાં) કહ્યું છે. વળી, અર્થ જડ છે તેને વિશે અભિપ્રાય(સાભિપ્રાયત્વ)ની વાત કરવી એ નરી મૂર્ખતા છે અને એ અભિપ્રાય જો વકતાનો કે શ્રોતાનો હોય તો એ અર્થગુણ જ ન કહેવાય. એ અભિપ્રાય જો બીજી વસ્તુ (કે વિચાર)નો આક્ષેપ કરવાની વાત હોય તો તો એ, કવિની સર્જનશક્તિના બળથી ઉત્પન્ન થતો, વક્તાનો જ અભિપ્રાય ઠરે છે - કેમ કે, એ અભિપ્રાય કે ભાવને કાવ્યાત્મક રીતે રજૂ કરાય નહિ તો એ અભિપ્રાય પ્રગટ જ ન થાય. એટલે, પ્રૌઢિ', વસ્તુતઃ, વક્તાની જ હોય છે (વક્તગત જ હોય છે); અર્થના સંદર્ભમાં એ (વક્તગત) “પ્રૌઢિનો પ્રયોગ કરવા તમે મુક્ત છો; એટલે હવે બસ. (‘કાવ્યાનુશાસન'ના પ્રથમ અધ્યાયના ચોવીસમા સૂત્રની વૃત્તિ'માં તથા વ્યાખ્યામાં (પૃ. ૭૨-૭૪) અર્થશક્તિમૂલવ્યંગ્યના સંદર્ભમાં, ગ્રંથકારે, આ વિષયની વિસ્તૃત ચર્ચા કરી છે.) ૨. “પ્રસાદ ગુણ -આમ, વામને ગણાવેલા દસ ગુણોમાંથી પહેલા ઓજોગુણનું નિરાકરણ કર્યા પછી હવે ગ્રંથકાર વામનના પ્રસાદ ગુણનું નિરાકરણ કરે ૪૬૬
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy