SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ તેને નીચી દેખાડે છે; ૩. અથવા તો વસ્તુનું યથાર્થ વર્ણન કરે છે. માટે, સમાસની પ્રચુરતા એ “ઓજસ્” છે (માસમૂયર્વમ્ મોન: I કાવ્યાદર્શ ૧.૮૦). આ ઓજોગુણ સામાન્યતઃ ગદ્યનું આભૂષણ છે; અને કાવ્યમાં પણ, ગૌડ " (કવિઓ) એનો આદર કરે છે. ગદ્યગત ઓજસ્ (ગુણ) “આખ્યાયિકા' વગેરે ગદ્યકાવ્યોમાં જોવા મળે છે; પણ બીજા પ્રકારનો કાવ્યગત ઓજસ્ (ગુણ) દૂરોબ્લડ જેવા શ્લોક (ઉદા. ૪૦૪)માં માણી શકાય છે – જેમાં લાંબા સમાસોનું પ્રાચર્ય છે અને ગાઢ પદરચના છે. પણ દંડી ઓજોગુણને માત્ર ગૌડિયા રીતિ કે ગાંડ માર્ગ સાથે જ જોડે છે (દંડીના મતે બે મુખ્ય માર્ગ છે - વૈદર્ભ માર્ગ અને ગૌડમાર્ગ - કાવ્યાદર્શ ૧.૪૦). તેથી, ગુણ અને રીતિના પ્રમુખ અને પ્રખર પુરસ્કર્તા આચાર્ય વામન તેમ જ ઉપર ઉલ્લેખ પામેલા આચાર્ય મંગલ, દંડીના "મતનો ઉગ્ર વિરોધ કરે છે. વામન તથા મંગલ કહે છે : (રીતિ સંપ્રદાયમાં) ઓજોગુણ, વૈદર્ભી, ગૌડી અને પાંચાલી એ ત્રણેય રીતિઓમાં સાધારણ (Common) હોય છે; એટલે કેવળ ગૌડિયા રીતિમાં જ ઓજોગુણ મળે છે એમ કહેવું એ અતાર્કિક છે. આમ કહીને, વામન તથા મંગલ કહે છે કે, “બંધ કે રચનાનું ગાઢત્વ (કે “ગાઢબંધત્વ') એ જ ઓજસ્ (ગુણ) છે.” (કા. અ. સૂ. ૩૧.૫); જેમ કે મમવર્ષ. એ ઉદાહરણ (૪૦૫)માં, અક્ષરયોજનાની ચુસ્તતારૂપે ગાઢબંધત્વ છે. આવું જ બીજી રીતિઓમાં પણ જોવા મળશે. આ તબક્કે, “વિવેક'-કાર, વામને આપેલી ઓજોગુણની વ્યાખ્યાને જાકારો આપતાં કહે છે : “ઓજોગુણ માટે બીજા કોઈ હેતુની તપાસ કરો; પછી ગાઢત્વમ’(ગાઢત્વ)નો આગ્રહ ન રાખશો; કારણ, (તમારું) “ગાઢત્વ' તો ઊલટું ઓજ(ગુણ)ને નુકસાન પહોંચાડે છે. માટે “ગાઢવ” એ ઓજોગુણ નથી.” હવે, કેમ કે, વામને શબ્દના દસ ગુણો તથા અર્થના દસ ગુણો માન્યા હોવાથી, કુલ વીસ ગુણો થાય છે અને તેમાં એક જ નામવાળા બબ્બે ગુણો છે (કા. અ. સૂ. ૩.૧.૪ અને ૩.૨.૧). આમાંથી વામનના દસ શબ્દ-ગુણો ઉપર દર્શાવ્યા છે (અવતરણ ૮૮) જે વામનના કાવ્યાલંકારસૂત્રના ત્રીજા અધિકરણના પહેલા અધ્યાયના ચોથા સૂત્રમાં નિર્દેશ પામ્યા છે. પછી એ જ અધિકરણના બીજા અધ્યાયના પહેલા સૂત્રમાં ત વાર્થના:૦ એમ કહીને વામને એ જ નામધારી મોનસ્ વગેરે બીજા દશ અર્થગુણોનો નિર્દેશ કર્યો છે અને પછી પ્રત્યેક અર્થગુણની વ્યાખ્યા આપી ઉદાહરણો રજૂ કર્યા છે. અને ત્યાં જ, અર્થગુણ ૪૬૫ Ro.
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy