SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ સોળમા અધ્યાયના શ્લોક ૧૦૬નો ગદ્યમાં ભાવાર્થ રજૂ કરે છે. ભરતમુનિના આ ઓજોગુણના ઉદાહરણ (૪૦૨) તરીકે નોમીયતંત્ર એ શ્લોક રજૂ થયો છે જેમાં શિયાળ, પંખીઓ, કૂતરાં, કીટકૃમિ જેવાં જંતુઓ વગેરેનું વર્ણન છે. જે બધાં એક મડદાની આસપાસ ભમે છે અને, કવિ એ બધા જીવો પર ઉપકાર કરવાની મડદાની શક્તિને વખાણે છે. આમ, ભરતમુનિના મતે શબ્દાર્થસંપત્તિથી ઓજોગુણ સધાય છે. સમૃદ્ધ વર્ણનવૈભવ અથવા તુચ્છ પદાર્થોનું ઉદાત્ત વર્ણન એ ભરતમુનિના ઓજોગુણની વિશેષતા છે. પણ, મંગલ કે જેઓ જાણીતા કવિ અને લબ્ધપ્રતિષ્ઠ કાવ્યશાસ્ત્રી હતા તે ભરતમુનિની ઉપરોક્ત વ્યાખ્યા સામે વાંધો લે છે (શ્રી હેમચન્દ્રાચાર્યની સંમતિથી વાંધો લે છે) અને કહે છે કે, જો તમે કહો છો તેમ, ભાષાની સમૃદ્ધિથી તુચ્છ વસ્તુઓને ઉદાત્તત્વ અર્પવાની કવિની શૈલી એ ઓજસ્ હોય તો તો, ઉત્તમ ચીજોને હલકી ચીતરવાની કવિની યુક્તિને અનોજસ્ (ઓજસનો વિરોધી) ગુણ કહેવો પડે.” આ વાત સમજાવવા માટે આચાર્ય મંગલ ભર્તૃહરિનો જે સંતોષ સુવપ્રબુદ્ધનતેષાં 1 મિન્ના મુદ્દો એ શ્લોક(વૈરાગ્યશતક, ૨૯; ઉદા. ૪૦૩) રજૂ કરે છે જેમાં સોનાના બનેલા પૌરાણિક મેરુ પર્વતને કવિ નકામો ગણે છે; કેમ કે એ નથી તો શ્રીમંતને ઉપયોગી કે નથી ગરીબને ઉપકારક. આ શ્લોકમાં કવિ આડકતરી રીતે એવું સૂચવે છે કે અનુદાર ધનવાનોનાં જીવન બિલકુલ વ્યર્થ હોય છે. આચાર્ય મંગલના મતે આ શ્લોકમાં ઓજ(ગુણ)નો અભાવ નથીભલે એ ભરતમુનિની ઉપરોક્ત વ્યાખ્યા સાથે બંધબેસતો ન હોય. અહીં નોંધવું જોઈએ કે આ ચર્ચા ઓજોગુણ વિશેના ભરતમુનિના બે શ્લોકો પૈકી એક શ્લોકના સંદર્ભમાં યથાર્થ છે; પણ, નાટ્યશાસ્ત્રની બનારસની આવૃત્તિમાં ઉપરોક્ત વિગતયે એ શ્લોક ઉપરાંત બીજો એક વૈકલ્પિક શ્લોક સમસબિ : ના.શા. ૧૬.૧૦૪) છે જેમાં સમાસથી ભરપૂર વિવિંધ અને વિચિત્ર પદાવલીને ઓજોગુણની નિશાની ગણી છે. અને બધા જાણે છે કે સાહિત્યશાસ્ત્રમાં ઓજોગુણની આવી વ્યાખ્યા પ્રચલિત છે.૧૫૩ આ તબક્કે, ગ્રંથકાર ઓજોગુણ વિશેનો એક બીજો મત, દંડીના નામે, રજૂ કરે છે(અવતરણ-૯૧, ૯૨). દંડી માને છે કે ઉપર દર્શાવેલો “ઓજ એ ગુણ હોઈ શકે નહીં - કેમ કે, કવિઓ ત્રણ રીતે વસ્તુઓને વર્ણવે છે : ૧. કાં તો તેઓ જે (વસ્તુ) ન્યૂન હોય તેને ઊંચે લઈ જાય છે; ૨. અથવા જે વસ્તુ) અધિક હોય ૪૬૪
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy