________________
આ સૂત્રની વૃત્તિમાં ગ્રંથકાર સ્પષ્ટતા કરે છે કે, “ગુણો ત્રણ છે; નહિ કે દસ અથવા પાંચ. આનું કારણ એ છે કે બાકીના ગુણો તેમની ૧ વ્યાખ્યાઓ અચુસ્ત હોવાથી, (લક્ષણ વ્યભિચાર હોવાથી) ૨. અહીં કહેલા (ત્રણ) ગુણોમાં તેમનો સમાવેશ થઈ જતો હોવાથી; અને ૩. (કેટલાક ગુણો તો) દોષના અભાવરૂપે સ્વીકારાયેલા હોવાથી એમનું સ્વતંત્ર રીતે પ્રતિપાદન અયોગ્ય છે. આ ‘ગુણો” રસના જ ગુણો છે; તેમાં શબ્દ તેમ જ અર્થના ગુણો છે, એવું તો કેવળ ઉપચારથી કે લક્ષણાથી જ કહેવાય છે. આ વાત અમે અગાઉ(૧.૧૨ની વૃત્તિમાં) જણાવી દીધી છે.” આટલું કહ્યા પછી, દસ કે પાંચ ગુણો વિશે ‘વિવેકમાં વિસ્તારથી સ્પષ્ટીકરણ તથા માહિતી આપી ‘ગ્રંથકાર' કાવ્યમાં દસ ગુણ તેમ જ પાંચ ગુણ હોવાની વાતને અજૂગતી ઠેરવે છે. આમ, શ્રી હેમચન્દ્રાચાર્યે, બે સ્તરે, ગુણનિરૂપણ કર્યું છે. ગુણો દસ કે પાંચ નથી : પ્રાચીન ગુણસિદ્ધાંતનું “વિવેક'માં નિરાકરણ
ઉપરોક્ત સૂત્ર(૪.૧)ની વૃત્તિમાં ગુણો “દસ કે પાંચ નથી એવું જે કહ્યું છે તેની ‘વિવેક'માં સ્પષ્ટતા કરતાં ગ્રંથકાર કહે છે કે, “માધુર્ય, ઓજસ્ અને પ્રસાદ એ ત્રણ જ કાવ્યગુણો છે; અને તે મુખ્યત્વે રસના જ (ધર્મો) છે એવું પહેલાં (૧.૧૨માં), ગુણોની સામાન્ય વિભાવના સમજાવતી વખતે સ્પષ્ટપણે જણાવ્યું છે. એટલે, શબ્દગુણો અને અર્થગુણો તરીકે બીજા કેટલાક ગુણો જે કેટલાક ગ્રંથકારોએ પ્રતિપાદિત કર્યા છે ૧૨૦ તે બરાબર નથી; દા.ત. કાવ્યાલંકારસૂત્ર'(૩.૧.૮) એ ગ્રંથમાં આચાર્ય વામને કહ્યું છે કે, “ઓજસુ, પ્રસાદ, શ્લેષ, સમતા, સમાધિ, માધુર્ય, સુકુમારતા, ઉદારતા, અર્થવ્યક્તિ અને કાન્તિ એ દસ ગુણો બધગુણો છે. એટલે કે પદરચનાના કે રચનાશૈલીના ગુણો છે”(અવતરણ-૮૮). આ દસ ગુણો વામને કહ્યા છે એવું ન કહેતાં, કેટલાક કહે છે' એમ ગ્રંથકારે નોંધ્યું છે. હવે વામનના આ દસ ગુણોમાંના દરેક ગુણની, જુદી જુદી વ્યાખ્યાઓ, એક એક ઉદાહરણ સાથે, જુદા જુદા પૂર્વાચાર્યોના નામે, રજૂ કરીને “વિવેક'-કાર, બધા ગુણોની ચર્ચા આરંભે છે. આ ચર્ચા ‘વિવેક'નાં ૨૭૪ થી ૨૮૮ પૃષ્ઠ (પંદર) રોકે છે. ૧. પ્રથમ ઓજોગુણની ચર્ચા કરે છે. એમાં ભરતમુનિના નામે ઓજોગુણની
એક વ્યાખ્યા રજૂ કરે છે. “તુચ્છ કે અવગણાયેલી વસ્તુને, શબ્દ અને અર્થની સમૃદ્ધિથી કવિઓ જે ઉદાત્તપણું બક્ષે છે તે ઓજસૂ(ગુણ) છે”(અવતરણ૮૯). ઓજસની વ્યાખ્યાના શબ્દો નાટ્યશાસ્ત્રની વડોદરાની આવૃત્તિના
૪૬૩