________________
એ ત્રણ ગુણો કાવ્યના આત્મારૂપ રસના જ છે, વના નથી. આમ મમ્મટ પણ ત્રણ જ કાવ્યગુણો સ્વીકારે છે નહિ કે દસ : માધુન:પ્રસાદીર્થસ્જયતે – પુનર્વશ ! (કા. પ્ર. ૭.૬૮).
ધ્વનિવાદી સાહિત્યશાસ્ત્રીઓની કાવ્યસૌંદર્યની વિભાવના જ અગાઉના આચાર્યો કરતાં નોખી છે, અનોખી છે એ સ્પષ્ટ છે. કારણ, કાવ્યશાસ્ત્રના ક્ષેત્રે આનંદવર્ધનની પૂર્વે થઈ ગયેલા આચાર્ય વામન જેવા વિચારકોએ, ગુણ અને રીતિનું, કાવ્યની બાહ્ય શોભાના હેતુરૂપે નિરૂપણ કર્યું છે અને વામન જ્યારે રીતિને કાવ્યનો આત્મા કહે છે ત્યારે પણ તેઓ, અમુક માન્ય ગુણોની મદદથી સિદ્ધ થતા વિશિષ્ટ રચનાગત સૌંદર્યના અર્થમાં જ રીતિની વિભાવના કરે છે;
જ્યારે, ધ્વનિવાદી વિચારકો તો રસધ્વનિને જ કાવ્યનો આત્મા માને છે અને તેથી બીજાં સર્વ કાવ્યતત્ત્વોને રસધ્વનિના અંગરૂપ માને છે. આ મુદ્દાની આનંદવર્ધને ખૂબ જ અસરકારક રજૂઆત કરી છે :
वाच्यवाचक हे तूनां विविधात्मनाम् । રપિતા યત્ર સ ધ્વર્વિષયો મત: | (ધ્વ. આ૦ ૨.૪)
અર્થાત્ (કાવ્યમાં) જ્યાં વિવિધ પ્રકારના વાચક(શબ્દો) અને વાચ્ય(અર્થ) અને તેમનાં સૌદર્યોત્પાદક(ગુણ, અલંકારો) વગેરે તત્ત્વો રસાદિને અભિવ્યક્ત કરવા જ આવ્યા હોય તે જ ધ્વનિનો વિષય (ધ્વનિકાવ્ય) કહેવાય છે.”
આમ, રસધ્વનિના દૃષ્ટિકોણથી, ગુણ, અલંકાર કે દોષની સુંદરતા કે અસુંદરતાનો નિર્ણય એમના પોતાના આધારે થતો નથી. પણ, ગુણ, અલંકાર ૧૧૭ કે દોષ, રસની અભિવ્યક્તિમાં કેવી ભૂમિકા ભજવે છે તેના આધારે થાય છે. આથી જ, આનંદવર્ધનને અનુસરનાર મમ્મટ, હેમચન્દ્રાચાર્ય, વિશ્વનાથ વગેરે આચાર્યો ગુણોને રસના ઉત્કર્ષના હેતુરૂપે વર્ણવે છે અને તેમની સંખ્યા ત્રણ જ માને છે નહિ કે દસ અથવા પાંચ. ગુણો ત્રણ જ છે
ચતુર્થ અધ્યાયના પહેલા જ સૂત્ર(૪.૧)માં શ્રી હેમચન્દ્રાચાર્ય ત્રણ જ ગુણોનો ઉલ્લેખ કરે છે અને “વૃત્તિમાં તથા “વિવેક' વ્યાખ્યામાં વિસ્તારથી ગુણવિવેચન પ્રસ્તુત કરે છે :
માધુન:પ્રસાસ્ત્રયો શુટ in (૪.૧) અર્થાત્ “માધુર્ય,૫૯ ઓજસ્ અને પ્રસાદ એ ત્રણ (જ) ગુણ છે.”
૪૬૨