________________
કાવ્યમાં ગુણ
, “કાવ્યાનુશાસન'ના પ્રથમ અધ્યાયના અગિયારમા સૂત્ર(૧.૧૧)માં શ્રી હેમચન્દ્રાચાર્ય “ગુણયુક્ત” શબ્દ અને અર્થના સાયુજ્યને કાવ્ય કહ્યું છે અને એ •
જ અધ્યાયના તેરમા સૂત્ર(૧.૧૩)માં “રસોના ઉત્કર્ષનું કારણ તે ગુણ” એમ ' કહીને ગુણની સામાન્ય વિભાવના સુસ્પષ્ટ કરી છે(જુઓ ઉપર પૃ. ૯૮-૧૦0).
હવે શ્રી હેમચન્દ્રાચાર્ય, “કાવ્યાનુશાસન'ના ચોથા અધ્યાયમાં, નવ સૂત્રોમાં કાવ્યગુણોનું વિશેષ વિવરણ કરે છે.
ઉલ્લેખપાત્ર છે કે દોષ, ગુણ, અલંકાર વગેરે કાવ્યનાં વિવિધ અંગોનું નિરૂપણ કરતી વખતે શ્રી હેમચન્દ્રાચાર્ય, રસ અથવા રસધ્વનિને કાવ્યનો આત્મા માનનાર સાહિત્યિક સિદ્ધાન્તને અનુસરીને જ, પોતાનું વિવરણ પ્રસ્તુત કરે છે. આનું કારણ એ છે કે શ્રીહેમચન્દ્રાચાર્ય પોતે પ્રખર રસધ્વનિવાદી સાહિત્યશાસ્ત્રી છે. કાવ્યમાં એકવાર રસનું સર્વોપરી મહત્ત્વ સ્વીકારીએ એટલે, કાવ્યમાં ગુણ, દોષ, વૃત્તિ, રીતિ, સંઘટના વગેરે બીજાં કાવ્યતત્ત્વોનું સ્થાન નિશ્ચિત કરવાનું સહેલું થઈ પડે છે. સૌપ્રથમ આનંદવર્ધને તેમના પ્રખ્યાત ગ્રંથ “ધ્વન્યાલોકમાં, રસને અનુલક્ષીને દોષ, ગુણ, અલંકાર આદિ કાવ્યતત્ત્વોનું નિરૂપણ કર્યું છે અને
જ્યાં સુધી ગુણનો સંબંધ છે ત્યાં સુધી આનંદવર્ધને અગાઉના વિચારકોના દસ ગુણોના સ્થાને, સાહિત્યમાં માત્ર ત્રણ જ કાવ્યગુણો સ્વીકાર્યા છે : માધુર્ય, ઓજસ્ અને પ્રસાદ(ધ્વ. આ. ૨.૬, ૨.૮ ઇત્યાદિ).
આનંદવર્ધનને ચુસ્ત રીતે અનુસરીને મમ્મટે પણ ગુણોની વિભાવના સ્પષ્ટ કરતાં કહ્યું છે કે, “શૌર્ય વગેરે જેમ આત્માના ધર્મો છે તેમ ગુણો કાવ્યમાં અંગી એટલે કે પ્રધાન એવા રસના ધર્મો છે અને તે રસ સાથે અવિનાભાવી સંબંધથી જોડાયેલા છે(કા. પ્ર. ૮.૧). બીજા શબ્દોમાં, લોકમાં, જેમ શૌર્ય, ઔદાર્ય વગેરે ગુણો આત્માના જ છે, શરીરના નથી તેમ જ માધુર્ય, ઓજસ્ અને પ્રસાદ
૪૬૧