________________
લક્ષમાં રાખ્યો છે; કારણ કે રસધ્વનિના સાહિત્યિક સિદ્ધાન્તનો એ માર્ગદર્શક ખ્યાલ છે અને આથી જ, આચાર્યશ્રીએ બધા જ કાવ્યદોષોનો રસસિદ્ધાન્ત સાથે અસરકારક સંબંધ માન્યો છે અને રસની પરિભાષામાં જ “કાવ્યદોષ'નો સિદ્ધાન્ત સમજાવ્યો છે. આ માટે તેઓશ્રીએ આનંદવર્ધન અને અભિનવગુપ્તના ગ્રંથો પર આધાર રાખ્યો છે.
આમ છતાં, દોષોના નિરૂપણમાં, શ્રી હેમચન્દ્રાચાર્યે, વામનનું દોષોનું પદદોષો, પદાર્થદોષો, વાક્યદોષો અને વાક્યર્થદોષો એવું વર્ગીકરણ, મમ્મટે તેમાં કરેલા સુધારાવધારા સાથે, અપનાવ્યું છે અને રુદ્રટના દોષનિરૂપણમાંથી પણ જરૂરી સહાય પ્રાપ્ત કરી છે. પણ દોષનિરૂપણના સમગ્ર પ્રકરણમાં શ્રી હેમચન્દ્રાચાર્યે મહિમભટ્ટકૃત વ્યક્તિવિવેક' ગ્રંથનો વ્યાપક ઉપયોગ કર્યો છે અને “વિવેક વ્યાખ્યામાં એ ગ્રંથમાંથી ભરપૂર પૂરક સામગ્રી પ્રસ્તુત કરી છે. જો કે વિવિધ દોષોનાં ઉદાહરણો માટે, આપણા ગ્રંથકારે, મમ્મટ તથા મહિમભટ્ટ બન્નેના ગ્રંથોનો નજર સમક્ષ રાખ્યા છે એ સ્પષ્ટ છે. જો કે, સૈદ્ધાન્તિક દૃષ્ટિએ, હેમચન્દ્રાચાર્ય “રસધ્વનિ સિદ્ધાન્તના પુરસ્કર્તા હોવાથી દોષનિરૂપણમાં તેઓશ્રી “કાવ્યપ્રકાશ'નું માર્ગદર્શન સ્વીકારે છે તે સ્વાભાવિક ગણાય. કેમ કે, ડો. કે. કૃષ્ણમૂર્તિ કહે છે તેમ, “દોષનિરૂપણની બાબતમાં પાછળના લગભગ બધા જ ગ્રંથકારો મમ્મટનું જ અનુસરણ કરે છે”(સંસ્કૃત વિવેચનવિષયક લેખો (અંગ્રેજીમાં), પૃ. ૧૬૬). આ સંદર્ભમાં ડૉ. વિ. રાઘવનકૃત ‘ભજનો શૃંગારપ્રકાશ'(પૃ. ૨૪ર૪૬ અને ૪૮)માં થયેલું વિવેચન પણ વાંચવાયોગ્ય છે.
શ્રી હેમચન્દ્રાચાર્યના દોષનિરૂપણનું, આ પ્રકરણમાં(ઉપર) જે વિવરણ કરવામાં આવ્યું છે તેમાં શ્રી હેમચન્દ્રાચાર્યની દોષવિભાવના તથા દોષવિચારણાને ઉપકારક નીવડ્યા હોય તેવા પૂર્વવર્તી ગ્રંથો અને ગ્રંથકારોનો નિર્દેશ કરવાની કાળજી રાખવામાં આવી છે અને આનંદવર્ધન, મહિમભટ્ટ, મમ્મટ, ભોજરાજ, રાજશેખર વગેરે પૂર્વાચાર્યોનાં, વિચારો, વચનો અને ઉદાહરણોનો કાવ્યાનુશાસન'ની “અલંકારચૂડામણિ' વૃત્તિમાં તથા વિવેક વ્યાખ્યામાં જ્યાં
જ્યાં આધાર લેવામાં આવ્યો છે તેની, તે તે સ્થળે, ચીવટપૂર્વક, નોંધ લેવાનો ઉપક્રમ રાખ્યો છે, જેથી, “કાવ્યાનુશાસ્ત્ર' ગ્રંથની સંદર્ભસમૃદ્ધિનો ખ્યાલ આવી શકે.
૪૬૦