SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીહેમચન્દ્રાચાર્યે, મમ્મટના ‘નિર્દેતુ', ‘અનવીકૃત’ અને ‘અપદયુક્ત’ એ ત્રણ દોષોને જુદા દોષો માન્યા નથી. અપવાદો શબ્દ તથા અર્થના વિવિધ દોષોની વિસ્તૃત વિચારણા કર્યા પછી ત્રીજા અધ્યાયના છેલ્લાં ત્રણ સૂત્રો(૩.૮-૧૦)માં, શ્રીહેમચન્દ્રાચાર્યે આ દોષોના અપવાદોની વિચારણા હાથ ધરી છે. આ રીતે ત્રીજા અધ્યાયના આઠમા સૂત્ર(૩.૮)માં ગ્રંથકાર એવી જોગવાઈ કરે છે કે જ્યાં પ્રસંગ અનુકરણનો હોય ત્યાં નિરર્થક વગેરે શબ્દના તથા અર્થના દોષો થતા નથી : નાનુરને ॥ (૩.૮) અર્થાત્ ‘અનુકરણના વિષયમાં શબ્દાર્થ દોષો થતા નથી.' વળી, વક્તા, શ્રોતા, વ્યંગ્યાર્થ, વાચ્યાર્થ, પ્રકરણ વગેરેના વૈશિષ્ટ્યને કારણે (ઔચિત્યને કારણે) પણ ઉપરોક્ત દોષો દોષો નથી રહેતા : વત્રાદ્યૌવિત્યે ॥ અર્થાત્ વક્તા વગેરેનું ઔચિત્ય હોય ત્યારે દોષ જતો રહે છે. બલકે ક્યાંક તો દોષ, ગુણ બની જાય છે. વિદ્યુ: ૫ (૩.૧૦) અર્થાત્ વક્તા વગેરેનું ઔચિત્ય હોય ત્યારે દોષ, ગુણ બની જાય છે. આમ, સામાન્ય રીતે જે કાવ્યમાં દોષરૂપ ગણાય છે તે જ શબ્દાર્થ અપવાદરૂપ કિસ્સાઓમાં, ગુણરૂપ બની જાય છે. આ બધા અપવાદોના દાખલા ગ્રંથકારે, જે તે દોષના વિવરણ વખતે અગાઉ આપેલા જ છે તેથી હવે દાખલા આપવાની જરૂર રહેતી નથી. શ્રીહેમચન્દ્રાચાર્યના દોષવિવરણની સમીક્ષા ‘કાવ્યાનુશાસન’ના ત્રીજા અધ્યાયયમાં, ગ્રંથકારે, આ રીતે, રસ, શબ્દ અને અર્થ એ ત્રણેય કાવ્યતત્ત્વો સાથે સંબંધ ધરાવતા દોષોનું સોદાહરણ, સવિસ્તર વિવરણ કર્યું છે. આ સમગ્ર દોષવિવરણ પર દૃષ્ટિપાત કરવાથી સ્પષ્ટ જણાય છે કે શ્રીહેમચન્દ્રાચાર્યનું દોષનિરૂપણ સૈદ્ધાન્તિક રીતે ધ્વનિકાવ્યના દૃષ્ટિકોણ સાથે પૂરેપૂરું સુસંગત છે અને મમ્મટે દોષોનું જે શાસ્ત્રીય વર્ગીકરણ-નિરૂપણ કર્યું છે તે દૃષ્ટિએ, સંપૂર્ણ છે. મમ્મટે જ સૌથી પહેલીવાર કાવ્યદોષોનું રસધ્વનિ સિદ્ધાન્તને લક્ષમાં રાખીને શાસ્ત્રીય વર્ગીકરણ કર્યું છે અને એ દોષોના બધા જ પ્રકારોનું નિરૂપણ કરતી વખતે ભામહ, દંડી, વામન, રુદ્રટ, આનંદવર્ધન અને મહિમભટ્ટ જેવા પૂર્વવર્તી ગ્રંથકારોએ દોષવિવેચનના વિકાસમાં જે મહત્ત્વનો ફાળો આપ્યો છે તેને પૂરેપૂરો નજર સમક્ષ રાખ્યો છે. દોષોની વ્યાખ્યા આપતી વખતે, એમનું વર્ગીકરણ કરતી વખતે અને એમનાં ઉદાહરણો આપતી વખતે શ્રીહેમચંદ્રાચાર્યે ઔચિત્યનો ખ્યાલ સતત ૪૫૯
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy