________________
ભિન્નતાને કારણે ભિન્નસહચરત્વ દોષ હોય છે. જેમ કે કૃતેને વૃદ્ધિÁલને મૂરવંતા એ શ્લોક(ઉદા. ૪૦૪)માં શ્રુત, બુદ્ધિ વગેરે ઉત્કૃષ્ટ સહચરોથી વ્યસન, મૂખતા આદિ નિકૃષ્ટ સહચરોની ભિન્નતા છે. ૧૧. જયારે વ્યંજના વડે વિવક્ષિત અર્થથી વિરુદ્ધ અર્થનો બોધ થાય ત્યારે વિરુદ્વવ્યંગ્યત્વ દોષ થાય છે. ૧૨-૧૩ પ્રસિદ્ધિ અને વિદ્યાઓથી વિરુદ્ધ કથન કરવાથી પ્રસિદ્ધિવિરુદ્ધત્વ અને વિદ્યાવિરુદ્ધત્વ એ બે દોષો નીપજે છે. આ બન્ને દોષામાં વિરુદ્ધત્વ સામાન્ય છે. વામને, કાવ્યાલંકાર સૂત્ર(૨.૨.૨૩.૨૪)માં લોકવિરુદ્ધ અને વિદ્યાવિરુદ્ધ વાક્યદોષોનું વિવરણ કર્યું છે. મમ્મટે પણ આ બન્ને દોષો સ્વીકાર્યા છે અને પ્રસિદ્ધિના લોકપ્રસિદ્ધિ અને કવિપ્રસિદ્ધિ એ બે (દ્વિવિધ) અર્થ સ્વીકારી ઉદાહરણો આપ્યાં છે. એ જ બે ઉદાહરણો (૪૦૬-૪૦૭) શ્રી હેમચન્દ્રાચાર્યે અહીં ટાંક્યાં છે. હેમચન્દ્રાચાર્યે અનુપ્રાસ સાધવા માટે થતા પ્રસિદ્ધિ અભાવરૂપ દોષનું જે ઉદાહરણ(૪૦૮) “સૂર્યશતક'(૭૧)માંથી રજૂ કર્યું છે તેનો મમ્મટે અનુપ્રાસદોષના પ્રસિદ્ધિવિરોધ” નામના દોષના દૃષ્ટાંત તરીકે ઉપયોગ કર્યો છે(કા.પ્ર. ૧૦.૧૪૨). પ્રસિદ્ધિવિરોધના બીજા દાખલા(ઉદા. ૪૦૯.૧૦) આપ્યા પછી શ્રી હેમચન્દ્રાચાર્યે વિદ્યાવિરુદ્ધત્વના કેટલાક દાખલા આપ્યા છે (ઉદા. ૪૧૧-૧૫) અને વિવિધ કલાઓ તથા શાસ્ત્રોનો વિદ્યાની વ્યાખ્યામાં સમાવેશ કરી તે દરેકથી વિરુદ્ધ અર્થવાળાં સાહિત્યિક ઉદાહરણો “વૃત્તિમાં તથા વિવેક વ્યાખ્યામાં રજૂ કર્યા છે. ૧૪. શ્લોકમાં એકવાર પૂરો કરેલો અર્થ ફરી પાછો રજૂ કરવામાં આવે ત્યારે તે ત્યક્તપુનરાત્તત્વ નામનો અર્થદોષ ગણાય છે. જેમ કે તાનં વૃત્તાફયા એ શ્લોકમાં ‘વિતિ તૈડતું' એમ કહી ઉપસંહાર કર્યા પછી તેન' વગેરે શબ્દોથી પુનઃ રજૂઆત કરવામાં આવી છે તે દોષ છે. ૧૫. જેનો નિયમપૂર્વક ઉલ્લેખ કરવો જોઈએ તેનું કોઈ પણ નિયમ વિના કથન કરવું તે નિયમપરિવૃત્તત્વ દોષ છે; અને ૧૬. જેનું નિયમપૂર્વક કથન ઉચિત નથી પણ તેનું નિયમ કથન કર્યું હોય તો તે અનિયમપરિવૃત્તત્વદોષ ગણાય. ૧૭.જેનું વિશેષરૂપે કથન યોગ્ય હોય તેનું સામાન્યરૂપે કથન થાય ત્યારે વિશેષતપરિવૃત્તત્વ દોષ થાય. પણ ૧૮. જેનું સામાન્યરૂપે કથન યોગ્ય હોય પરંતુ વિશેષરૂપે તેનું કથન થાય ત્યારે સામાન્ય પરિવૃત્તત્વદોષ આવે; અને ૧૯-૨૦જ્યારે વિધિની જગ્યાએ અનુવાદનું અને અનુવાદની જગ્યાએ વિધિનું કથન થાય ત્યારે વિધિપરિવૃત્તત્વ અને અનુવાદપરિવૃત્તત્વ એ બે અર્થદોષો થાય છે. આમ શ્રી હેમચન્દ્રાચાર્યના મતે વીસ અર્થદોષો થાય છે. જો કે, મમ્મટે ત્રેવીસ અર્થદોષો સ્વીકાર્યા છે - પણ
૪૫૮