SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થાત્ “૧. કષ્ટત્વ, ૨. અપુષ્ટવ 3. વ્યાહતત્વ, ૪. ગ્રામ્યત્વ, પ. અશ્લીલત્વ, ૬. સાકાંક્ષત્વ છે. વિરુદ્ધભંગ્યત્વ, ૮. અક્રમત્વ, ૯. પુનરુક્તત્વ, ૧૦. ભિન્નસહચરત્વ, ૧૧. વિરુદ્ધભંગ્યત્વ, ૧૨. પ્રસિદ્ધિવિરુદ્ધત્વ, ૧૩. વિદ્યાવિરુદ્ધત્વ, ૧૪. ત્યક્તપુનરાત્તત્વ, ૧૫. સનિયમપરિવૃત્તત્વ, ૧૬. અનિયમપરિવૃત્તત્વ, ૧૭. વિશેષ પરિવૃત્તત્વ, ૧૮. સામાન્ય પરિવૃત્તત્વ, ૧૯. વિધિપરિવૃત્તત્વ અને ૨૦. અનુવાદપરિવૃત્તત્વ એ (વીસ) અર્થદોષા છે.” ૧. જે અર્થ સમજવામાં મુશ્કેલી કે મહેનત પડે તે કષ્ટત્વ અર્થદોષ કહેવાય; દા.ત. સદ્દા મá એ શ્લોક (ઉદા. ૩૭૦). આ બે અર્થવાળો(દુર્બોધ) શ્લોક મમ્મટે પણ “કષ્ટ એ અર્થદોષના ઉદાહરણરૂપે રજૂ કર્યો છે. ૨. શ્લોકના પ્રકૃતિ અર્થને ઉપકારક ન હોય તેવાં નકામાં પદો ગ્રહણ કરવાથી - અપુષ્ટવ અર્થદોષ થાય છે; જેમ કે, ઉદા. ૩૦૧નો શ્લોક તમન્નશ્યામન... ઇત્યાદિ. શ્લોકનો સંદર્ભ એ છે કે હનુમાન એ સમુદ્રને ઓળંગી ગયા. અહીં ‘તમાલશ્યામલ' વગેરે વિશેષણોની કવિએ નકામી ભરમાર ન કરી હોત તોપણ મૂળ વાક્યર્થને બાધ ન થાત. માટે અહીં “અપુષ્ટાર્થત્વ' એ અર્થદોષ છે. આ શ્લોક સરસ્વતીકંઠાભરણ(૧.૧૪)માં મળે છે. આ તળ૦ એ શબ્દોથી શરૂ થતા, દ્રટે (૨.૨૨-૨૩) ટાંકેલા, જાણીતા શ્લોકયુમમાં કેવળ વર્ણાનુપ્રાસગત શબ્દસંગીત છે – એમાં કશો જ અર્થગત ચમત્કાર નથી તેથી તે પણ અપુષ્ટાર્થવ દોષથી યુક્ત છે. મમ્મટે આવું જ ટિપ્પણ કરી આ શ્લોકને અનુપ્રાસવૈફલ્યનો દાખલો ગણ્યો છે. જો કે મમ્મટના મતે અપુષ્ટાર્થત્વ દોષમાં આવતા શબ્દો નકામા કે અનુપયોગી ભલે હોય પણ તે અસંગતું કે પુનરુક્ત નથી હોતા. પણ “અપુષ્ટાર્થત્વ દોષ કવિની પ્રતિભાની ન્યૂનતા જરૂર બતાવે છે.વળી,શ્લેષ વગેરેમાં અનુપ્રાસાદિ શબ્દાલંકારોની રજૂઆત મુખ્ય બાબત હોય છે ત્યાં આ દોષ થતો નથી. હેમચન્દ્રાચાર્યના બાકીના અર્થદોષોનાં નામો જ યથાર્થ છે – પોતાના અર્થને સ્વયં સ્પષ્ટ કરે છે. ૩. આમ, પરસ્પર વિરુદ્ધ અર્થોનું કથન તે વ્યાહતત્વ છે. ૪. અવિદગ્ધતા, અશિષ્ટતા કે અભદ્રતાનો અર્થ તે ગ્રામ્યત્વદોષછે. ૫.લજ્જા વગેરેનો સૂચક અર્થ અશ્લીલત્વ છે. ૬. જેમાં અનુપાત્ત અર્થની આકાંક્ષા રહે - અર્થની અધૂરપ વરતતાય તે સાકાંક્ષત્વ દોષ છે. ૭. જ્યાં વાક્યર્થ સંશયનો વિષય હોય ત્યાં સંદિગ્ધત્વ દોષ થાય છે. ૮. પ્રધાન અર્થનો નિર્દેશ કરવો એ ક્રમ છે -એ ક્રમનો જ્યાં અભાવ હોય ત્યાં અક્રમત્વદોષ થાય છે. જ્યાં સુવિદિત અર્થનું પુનઃ પર્યાય વગેરે વડે કથન થાય છે ત્યાં પુનરુક્તત્વ દોષ થાય છે. ૧૦. ઉચિત સહચરની ૪૫૭
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy