________________
કરનાર, શત્રુઓથી ઢંકાયેલા પ્રભાવવાળા, અપકૃત્યોમાં સાથીદાર (અથવા અમારાં કાર્યોમાં સાથ ન આપનાર) આપની કીર્તિ ખરાબ છે. એવો વિરુદ્ધ અર્થ પણ આ શ્લોકમાંથી નીકળે છે તેથી આ વાક્યરત વિરુદ્ધબુદ્ધિગત’ દોષ છે.
જોકે ‘વિરુદ્ધબુદ્ધિકૃત-ત્વ દોષ ક્યારેક ગુણ પણ બને છે. ખાસ કરીને જયારે શ્લોકનો અર્થ જાણી જોઈને સંદિગ્ધ કે અસ્પષ્ટ રાખવામાં આવે છે અને
જ્યારે એ શ્લોકાર્થની સુંદરતામાં વૃદ્ધિ કરે છે ત્યારે તે ગુણ બને છે, જેમ કે, શિશુપાલવધ' (૧૬.૨)ના, અહીં ઉદાહરણ (૩૬૯) તરીકે ટાંકવામાં આવેલા,
બધાય તો એ શ્લોકમાં “અનુશય” એટલે પસ્તાવો અને ક્રોધ; “અભિમના એટલે પ્રસન્નચિત્ત અને નિર્ભયચિત્ત; “માનના' એટલે પૂજા’ અને ‘વધ”. આ ત્રણેય શબ્દનો પ્રથમ અર્થ (પસ્તાવો, પ્રસન્નચિત્ત, પૂજા) સુલેહ-દર્શક (સંધિવાચક) છે; અને બીજો અર્થ (ક્રોધ, નિર્ભયચિત્ત અને વધ) યુદ્ધ-દર્શક (વિગ્રહવાચક) છે. આમ એક જ શ્લોકનાં વિવિધ પદો અહીં પરસ્પર વિરુદ્ધ અર્થ દર્શાવે છે છતાં દોષયુક્ત નથી, પણ ગુણરૂપ છે; કારણ કે, અહીં “વિપરીત અર્થની કલ્પનાને કારણે વિરુદ્ધતા હોવા છતાં, સંધિરૂપ અને વિગ્રહરૂપ અર્થોનું સ્પષ્ટ રીતે પૃથક્ પૃથક્ કથન થતું હોવાથી, (ઉપરોક્ત વિરુદ્ધબુદ્ધિકૃત દોષ) ગુણરૂપ બને છે.” આ શ્લોકનો દેખીતો અર્થ એ છે કે, કૃષ્ણને ન બોલવાયોગ્ય શબ્દો બોલ્યા પછી શિશુપાલ પસ્તાવો અનુભવે છે અને નારાજ થયેલા કૃષ્ણ સાથે સમાધાન ઇચ્છે છે. આ અર્થ સંધિવાચક છે. પણ આ જ શ્લોકનો વિગ્રહ-વાચક, વિપરીત અર્થ એ છે કે હવે તો શિશુપાલ વધારે કોપાયમાન છે, નિર્ભય છે અને તે કૃષ્ણને મારી નાખવા માગે છે. આમ અહીં, વિરુદ્ધ જણાતા બને અર્થો ખરેખર અવિરુદ્ધ હોવાથી ગુણરૂપ છે, કાવ્યનો ચમત્કાર વધારનારા છે. આ શ્લોક પણ સરસ્વતીકંઠાભરણ(૧.૩૧)માં આ જ સંદર્ભમાં પ્રસ્તુત થયેલો છે.
આ રીતે શ્રી હેમચન્દ્રાચાર્ય આઠ ઉભયદોષોનું વિવરણ પૂરું કર્યું છે. હવે સૂત્ર સાત (૩.૭)માં વીસ અર્થદોષોનું નિરૂપણ પ્રસ્તુત થાય છે. અર્થદોષો
શ્રી હેમચન્દ્રાચાર્યે વીસ અર્થદોષનો નિર્દેશ આ પ્રમાણે કર્યો છે:
कष्टापुष्टव्याहतग्राम्याश्लीलसाकांक्षसन्दिग्धाक्रमपुनरुक्तसहचरभिन्नविरद्धव्यंग्यप्रसिद्धिविद्याविरुद्धत्यक्तपुनरात्तपरिवृत्तनियमानियमविशेषसामान्यविध्यनुवादતાન્યાર્થી | (૩.૭)
- ૪પ૬