SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ આ રીતે ‘વિવેક વ્યાખ્યામાં પ્રસ્તુત “અવિમૃદવિધેયાંશત્વ દોષનું વિવેચન પૂરું થાય છે. ૮. ‘વિરુદ્ધબુદ્ધિકૃત્ત્વ દોષ જ્યારે પ્રસ્તુત અર્થથી વિરુદ્ધ અર્થની પ્રતીતિ થાય છે ત્યારે ‘વિરુદ્ધબુદ્ધિકૃત દોષ થાય છે. મમ્મટે આને ‘વિરુદ્ધમતિકૃત’ દોષ કહ્યો છે. આ દોષ પદમાં તથા વાક્યમાં થાય છે તેથી તે ઉભયદોષ છે - આઠમો અને છેલ્લો ઉભયદોષ. પદગત ‘વિરુદ્ધબુદ્ધિકૃત દોષનાં શ્રી હેમચન્દ્રાચાર્યે ત્રણ ઉદાહરણો (૩૬પ-૩૬૭) આપ્યાં છે તેમાંથી બે ઉદાહરણો (૩૬૫, ૩૬ ૭) કાવ્યપ્રકાશમાં પદગત ‘વિરુદ્ધબુદ્ધિકૃત દોષનાં ઉદાહરણો તરીકે રજૂ થયાં છે. વૃત્તિમાંના આ ત્રણેય ઉદાહરણ-શ્લોકોમાંથી પ્રથમ શ્લોકમાં અંબિકારમણ એ શબ્દનો અર્થ ‘પાર્વતીપતિ’ એવો વિવક્ષિત છે. પણ એમાંથી માતુરમણ” (માતાનો પ્રેમી) એવો વિરુદ્ધ બુદ્ધિ કે મતિ ઉત્પન્ન કરતો અર્થ નીકળે છે તેથી એ પદગત (શબ્દગત) દોષ છે. ત્રીજા શ્લોકમાં, લાંબા સમય પછી મળતા કાન્તને કાન્તા એકદમ ભેટી પડે છે એવું કહેવા માટે કવિએ નિમ્ શબ્દ વાપર્યો છે તે બરાબર નથી, દોષયુક્ત છે; કારણ કે ગલગ્રહ'નો એક જાતનો રોગ એવો વિરુદ્ધમતિકૃત્ અર્થ થાય છે. માટે અહીં “કંઠગ્રહ એવો પદપ્રયોગ થવો ઘટે. બીજા એક શ્લોક (સહસ્ત્રાર્ટ્સ: ઉદા. ૩૬૬)માં “મૃડાની પરિવૃઢઃ' એ શબ્દ પાર્વતીનો બીજા કોઈ પતિ છે એવી વિરુદ્ધમતિ ઉત્પન્ન કરે છે તે દોષયુક્ત છે. કેમ કે, “મૃડાની’ એટલે જ ‘શિવની પત્ની” (પાર્વતી) અને એ “મૃડાની' શબ્દમાં પરિવૃઢ' (પતિ, સ્વામી) ઉમેરવાથી શબ્દાર્થ થાય છે - શિવની પત્નીનો પ્રેમી. આ લોક(ઉદા. ૩૬૬)નો સંદર્ભ એવો છે કે સહસ્ત્રાક્ષ(ઇન્દ્ર) શંકરના પગે પડ્યો ત્યારે પાસે ઊભેલા કાર્તિકેય, ઇન્દ્રની હજાર આંખોને નીલકમલની માળા માની, ઝૂંટવવા લાગ્યા - એ જોઈ શિવ હસવા લાગ્યા. વાક્યગત વિદ્ધબુદ્ધિકૃત દોષનું ઉદાહરણ(૩૬૮) અનુત્તમ. એ શ્લોક વડે રજૂ થયું છે. અહીં અનુત્તમ (ખરાબ), પિહિત (ઢાંકેલું), મિત્ર (અપકૃત્યમાં સાથીદાર), પૂર્વા-ર્તિય: (કીર્તય: અપકીર્તિ, બેઈજ્જતી) વગેરે અનેક સંદિગ્ધ અર્થવાળા શબ્દો પ્રયોજાયા છે. આ શ્લોક ભોજરાજે સરસ્વતીકંઠાભરણ'(૧.૧૩)માં ‘વિરુદ્ધ' અથવા ‘વિરુદ્ધાર્થપ્રકલ્પન” દોષના ઉદાહરણરૂપે ટાંકેલો છે. આ શ્લોકના બે અર્થ થાય છે : ૧. સર્વોત્કૃષ્ટ કાર્યો કરનાર, શત્રુઓથી ન ઢંકાયેલા પ્રતાપવાળા, વિના પ્રયોજને જ મૈત્રી રાખનાર આપની કીર્તિ અપૂર્વ (અનોખી) છે. આ સારો શ્લોકાર્થ છે. પણ. ૨. ખરાબ કાર્યો ૪૫૫
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy