SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ કૈશિકી, ઉપરનાગરિકા વગેરે વૃત્તિઓ અને કાકુ એ, વાચિક અભિનય અંતર્ગત આવે છે તેથી, રસની અભિવ્યક્તિના હેતુ છે. વળી, એ (સમાસ પણ) અર્ધા પદ્ય સુધી (શ્લોકાર્ધ સુધી) કરવો જોઈએ. (અર્થાત્ બીજા અને ચોથા ચરણમાં નહીં, પણ પહેલા અને બીજા તથા ત્રીજા અને ચોથા ચરણમાં જ પૂરો કરી દેવો જોઈએ - ચારેચાર ચરણોમાં લંબાવવો ન જોઈએ); કા૨ણ કે, (સળંગ સમાસ) કરવાથી (શ્લોક) ગદ્યત્વ પ્રાપ્ત કરે છે (ગદ્યરૂપ બની જાય છે.) ગદ્યમાં છંદ નથી હોતો તેથી (વાક્યમાં) એ છંદથી થનારી રસની અભિવ્યક્તિમાં એક હેતુ (પરિબળ) ઓછો થઈ જાય છે(જેમ ૐધ્વિિક્ષતાપ૦ એ હમણાં જ ટાંકેલા શ્લોકમાં બને છે (વ્યક્તિવિવેક, પૃ. ૨૬૫). વળી, સમાસમાં જો એની અંદર આવેલાં પદોનો, પરસ્પર સંબંધ તૂટતો ન હોય તો, એ સમાસને વચ્ચે તોડવો જોઈએ નહિ - એટલા માટે કે એમ કરવાથી રસભંગ થાય છે. જેમ કે, માદ્યાિન એ શ્લોકમાં (વિવેક, ઉદા. ૩૯૭) (વ્યક્તિવિવેક - ૨, અંતરશ્લોક (૧૮.૨૦, .૨૧)). વિધેયત્વ અને પ્રાધાન્યનો અવ્યભિચારી સંબંધ ન જે વિધેયત્વ છે તે પ્રાધાન્યનું સૂચક-લક્ષણ છે; કેમ કે, જ્યાં પ્રાધાન્ય હોય ત્યાં વિધેયત્વત ન હોય એવું બનતું નથી. આથી, પ્રધાન વસ્તુનું, પ્રધાનપણે ગ્રહણ કરવામાં ન આવે(પ્રાધાનવિમર્શ:) તે પણ દોષ ગણાય; જેમ કે સ્નેહં સમાપિવૃતિ૰ એ ઉદાહરણ(૩૯૮)માં પ્રકાશનક્રિયાનું પ્રાધાન્ય વિવક્ષિત છે, બીજી ક્રિયાઓનું નહિ; તેથી, બીજી બધી ક્રિયાઓનો પ્રકાશનક્રિયા સાથે, બરાબરીપૂર્વક નિર્દેશ કરવો એ દોષ છે; અન્ય ક્રિયાઓનો નિર્દેશ શતૃ વગેરે પ્રત્યયોથી કરવો યોગ્ય હતો, ક્રિયાપદથી નહીં; જેમ કે, ‘સૂર્યશતક’(૧૫)ના વિપ્રાળ:૦ એ શ્લોક(ઉદા. ૩૯૯)માં કરવામાં આવ્યું છે તે યોગ્ય છે. પણ, વાક્યમાં જ્યારે બધી ક્રિયાઓમાનું પ્રાધાન્ય વિવિક્ષિત હોય ત્યારે એ સર્વનું ક્રિયાપદો વડે કથન કરવામાં કોઈ દોષ નથી થતો; જેમ કે, સૌધાવૃદ્ધિનતે એ બાલરામાયણ(૫.૧૮)ના શ્લોકમાં(ઉદા. ૪૦૦) કવિએ એક જ સ્ત્રીની ડરવું, જવું, નફરત કરવી, છુપાવું, માનવું, બેસવું એ સર્વ, સરખા મહત્ત્વની ક્રિયાઓને ક્રિયાપદો વડે નિર્દેશી છે તેથી દોષ થયો નથી. આનો સારાંશ એ છે કે, ‘‘જ્યાં કર્તા એક હોય અને એની ક્રિયાઓ અનેક હોય ત્યાં જો ક્રિયામાં પ્રાધાન્ય - અપ્રાધાન્ય હોય તો પ્રધાન ક્રિયાઓ ક્રિયાપદ(આખ્યાત)થી કહેવાય છે અને બીજી ક્રિયાઓ શત્ વગેરે પ્રત્યયો દ્વારા (કૃદન્તો દ્વારા) કહેવાય છે.” (વ્યક્તિવિવેક ૨.૨૨, ‘વિવેક’માં અવતરણ - ૮૪) ૪૫૪
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy