________________
અર્થાત્ “વિશેષણોમાં વિધયત્વની જે પ્રતીતિ થાય છે તે વિભક્તિ સાથેના જોડાણથી જ થાય છે, વિભક્તિના અભાવમાં એની પ્રતીતિ થતી નથી. અને તેથી જ એ વિશેષણમાં શબ્દથી તે અપ્રધાનતા હોય છે પણ અર્થથી પ્રધાનતા જ હોય છે, કારણ કે, એ વિશેષ્યમાં - બીજાં પ્રમાણોથી સિદ્ધ પોતાના વિશેષણોના) ગુણોનો ઉત્કર્ષ વધારે છે અને તેથી જ વિશેષ્યોમાં આપણને, શબ્દથી પ્રધાનતા અને અર્થથી અપ્રધાનતાની પ્રતીતિ થાય છે; કારણ કે એ વિશેપ્યો તો માત્ર ઉદેશ્યરૂપે જ આવે છે.”
સમાસમાં વિભક્તિનો લોપ થાય છે અને તેથી ત્યાં (વિધેયના) ઉત્કર્ષઅપકર્ષનું જ્ઞાન થતું નથી અને એથી, એ ઉત્કર્ષ-અપકર્ષ પર નિર્ભર રસ વગેરેની પ્રતીતિ પણ ભાવકને થતી નથી. માટે, રસ જેનો આત્મા છે એવા કાવ્યમાં વિધેયનો આ ઉત્કર્ષ પ્રતીત ન થવો એ (અવિમવિધેયાંશત્વ) દોષ મનાયો છે. આ સંદર્ભમાં વ્યક્તિવિવેકના બીજા વિમર્શને છવ્વીસમો સંગ્રહશ્લોક ઉલ્લેખપાત્ર છે – વત્રોડપા વા... સમાનતત્ર ધ્યતે I (૨.૨૬)
કાવ્યાનુશાસનની ‘વિવેક' વ્યાખ્યામાં રજૂ થયેલા મહિમભટ્ટના લાંબા વિવેચનમાંથી, ગ્રંથકારે જો કે વચ્ચે કેટલાક અંશો છોડી દીધા છે છતાં સમાસના ઉપયોગના પ્રશ્નનાં કેટલાંક મહત્ત્વનાં પાસાં આવરી લેતી ચર્ચા અહીં રજૂ કરી છે. આ ચર્ચાનો સાર એ છે કે કવિએ જે કઈ વસ્તુની પ્રાધાન્યથી વિવક્ષા કરી હોય તેની બીજી વસ્તુ સાથે સમાસ ન કરવો એ નિયમ છે. એ બીજો શબ્દ વિશેષ્ય જ હોય એવો કોઈ નિયમ નથી; એ બીજું કંઈ પણ હોઈ શકે. સમસ્ત પદો હમેશાં દોષરૂપ નથી
વિવેકમાં અવતરણ(૮૨-૮૩) તરીકે રજૂ થયેલા વ્યક્તિવિવેકના સંગ્રહશ્લોકો(૨.૧૮.૨૦; ૨.૨૧), હનુમન્નાટકના પ્રસિદ્ધ શ્લોક ચારોની પાછળ આવે છે(જે શ્લોક “અવિસૃષ્ટવિધેયાંશત્વ દોષનો જાણીતો દાખલો છે અને એનો ઉપર ઉલ્લેખ થઈ ચૂક્યો છે, અને તેમાં “પદોનો સમાસ કરવો એ શું હમેશાં દોષરૂપ છે?” એ પ્રશ્નનો મહિમભટ્ટે નકારમાં ઉત્તર આપ્યો છે અને જણાવ્યું છે કે, “પરંતુ, આ સમાસનો પ્રયોગ શાન્ત, શૃંગાર (અને) કરુણ રસને છોડીને બીજા વીર, રૌદ્ર વગેરે રસોમાં પ્રશંસાપાત્ર ગણાય છે – એટલા માટે કે એમ કરવાથી (સમાસ કરવાથી) જ રસની અભિવ્યક્તિ થાય છે. મતલબ કે, શાન્ત રસ વગેરેમાં સમાસ ન કરવાથી રસની અભિવ્યક્તિ થાય છે અને વીર, રૌદ્ર રસ વગેરેમાં સમાસ કરવાથી રસની અભિવ્યક્તિ થાય છે.) આનું કારણ એ છે કે સમાસ, છન્દ,
૪૫૩