SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દોથી બનેલા માનવામાં આવ્યા છે. કેમ કે, એમ ન થાય તો, સમાસોમાં (સાર્થક પદ બનવાનું) સમર્થત્વ આવતું નથી. આ વિશેષણ-વિશેષ્ય-ભાવ બે પ્રકારનો જ હોય છે ઃ ૧. સમાનાધિકરણ; અને ૨. વ્યધિકરણ. આમાંથી પહેલો પ્રકાર કર્મધારય સમાસમાં હોય છે; પણ જ્યાં બે કે બેથી વધારે પદો, કોઈ ત્રીજા જ (અસમસ્ત) પદનાં વિશેષણો બને છે ત્યાં બહુવ્રીહિ સમાસ થાય છે અને જ્યાં સંખ્યા કે નિષેધ વિશેષણ બને છે ત્યાં દ્વિગુ સમાસ કે નન્ સમાસનો વિષય હોય છે. જ્યારે ઘણા વિભક્તિ-સંબંધોથી પદો જોડાએલાં હોય છે ત્યાં તત્પુરુષ સમાસના દાખલા મળે છે પણ જ્યાં અવ્યયનું પ્રાધાન્ય હોય છે ત્યાં અવ્યયીભાવ સમાસ થાય છે. ‘‘આમ, જોકે સમાસ વિશેષણ અને વિશષ્ય એ બે ભાગોનો બનેલો હોય છે છતાં જ્યારે વિશેષણ-ભાગ, પોતાના આશ્રયરૂપ વિશેષ્યભાગનો ઉત્કર્ષ બતાવીને વાક્યાર્થમાં સૌંદર્યનું કારણ હોવાથી પ્રધાન હોય છે અને તેથી તે વિધેય બનવાયોગ્ય હોય છે અને, સાથેસાથે, જ્યારે વિશેષ્ય માત્ર ઉદ્દેશ્ય બનીને (વિધેયરૂપ) વિશેષના કરતાં ગૌણ બની રહે છે, ત્યારે ત્યાં એ બન્ને પદોનો સમાસ કરવો ન જોઈએ. સમાસ થવાથી વિશેષણ અને વિશેષ્યની જે (ક્રમશઃ) પ્રધાનતા અને અપ્રધાનતા હોય છે તે અસ્ત પામે છે. પ્રધાનત્વ અને અપ્રધાનત્વ(ગૌણત્વ)નો વિરોધ એકસાથે કેવી રીતે રહી શકે એ પ્રશ્ન બહુ મહત્ત્વનો નથી. ફળની બાબતમાં વિધેયાર્થનું જે ફળ છે તે છે વાક્યાર્થની અતિશય સુંદરતા જે કેટલાક સહૃદયો જ માણી શકે છે અને તે કવિપ્રતિભાનો વિષય છે.’ આ વિચારણાના સમર્થનમાં મહિમભટ્ટે જુદાજુદા સમાસોનાં કાવ્યમય ઉદાહરણો પ્રસ્તુત કર્યાં છે અને ટિપ્પણમાં અનેક સ્થળે, આ વિષયનાં તાર્કિક તેમ જ શાબ્દિક અને અર્થગત પાસાં વિશે મનનીય મંતવ્યો પ્રગટ કર્યાં છે. મહિમભટ્ટ એ વાત પર ખાસ ભાર મૂકે છે કે વિધેયરૂપ વિશેષણ-અંશો પર જેભાર મૂકવામાં આવે છે તેની પ્રતીતિ આપણને ત્યારે જ થાય છે જ્યારે વિધેયરૂપ વિશેષણ-પદોના વિભક્તિપ્રત્યયો જાળવી રાખવામાં આવે છે. આથી જ્યારે આ વિભક્તિપ્રત્યયો દૂર કરવામાં આવે છે ત્યારે વિધેયને જે પ્રાધાન્ય મળવું જોઈએ તે પ્રતીત થતું નથી આ કારણથી જ જે વિધેયરૂપ છે તે વિશેષણને તે પ્રધાનપણે વિવક્ષિત હોવાથી, ઉદેશ્યરૂપ ગૌણ વિશેષ્ય સાથે સમાસમાં મૂકવાની મહિમભટ્ટે સ્પષ્ટ ના પાડી છે અને કહ્યું છે કે, “विभक्तूयन्वयव्यतिरेकानुविधायिनी हि विशेषणानां विधेयतावगतिः । तत एव चैषां विशेष्ये प्रमाणान्तरसिद्धस्वोत्कर्षाधायिनां शाब्दे गुणभावेऽप्यार्थं प्राधान्यं, विशेष्यानां च शाब्दे प्राधान्ये आर्थो गुणभावोऽनूद्यमानत्वादित्युक्तम्, वक्ष्यते च ॥" ૪૫૨
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy