________________
કાવ્યમાં સમાસના યોગ્ય ઉપયોગનો પ્રશ્ન
‘અવિસૃષ્ટવિધેયાંશત્વ’ દોષના બે પ્રકારોની ચર્ચા કર્યા પછી એ જ દોષના ત્રીજા પ્રકારની ચર્ચા હવે પ્રસ્તુત બને છે. ‘અંબિકાકેસરી'ને લગતો સંરમ્ભ: રિવ્હીટ એ શ્લોક(ઉદા. ૩૫૩) લઈને મહિમભટ્ટે ત્રણેય પ્રકારના ‘અવિસૃષ્ટવિધેયાંશત્વ’ દોષની વ્યક્તિવિવેકના બીજા વિમર્શમાં ચર્ચા કરી છે.
આ શ્લોકમાં પ્રથમ દોષ, અસંરવ્યવાન્એસામાસિક પદને કારણે વિધેયાવિમર્શ થવાથી થયો છે. પછી બીજો દોષ, આ શ્લોકમાં આવતા યોઽસૌ એ પ્રયોગને કા૨ણે (યંત્ અને તત્ ના સંબંધનો ક્રમ ન જળવાયો હોવાથી) ઉપસ્થિત થયો છે અને હવે, ત્રીજો દોષ અમ્નિાવસરી એ પ્રયોગમાં ષષ્ઠી તત્પુરુષ સમાસ યોગ્ય ન હોવાથી ઉત્પન્ન થયો છે એ બતાવવામાં આવે છે. વૃત્તિમાં ઉદા. શ્લોક ૩૯૫ પૂર્વેના પ્રાસ્તાવિક વાક્યનો આરંભ, ગ્રંથકારે વમ્ = સ્થિતે એ શબ્દોથી કર્યો છે. તેના અનુસંધાનમાં વમ્ એ પદ લઈને ગ્રંથકારે સમાસના યોગ્ય ઉપયોગ વિશે મહિમભટ્ટે ‘વ્યક્તિવિવેક'ના બીજા વિમર્શમાં જે વિવેચન કર્યું છે તે પૂરેપૂરું ‘વિવેક’માં પ્રસ્તુત કર્યું. આ વિવેચન ‘વિવેક’નાં તેર પૃષ્ઠો (પૃ. ૨૪૭થી પૃ. ૨૫૯) રોકે છે. આ રીતે શ્રીહેમચન્દ્રાચાર્ય જુદા જુદા સમાસોમાં શબ્દો સાથે મૂકવાથી નીપજતા (વાક્યગત) ‘અવિસૃષ્ટવિધેયાંશત્વ' દોષના પ્રશ્ન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. મમ્મટે કિ તોમેન॰ એ શ્લોકમાં આવતા સર્વાનુન: અને તાતત્ત્તત્રમ્ એ બે ષષ્ઠી તત્પુરુષ સમાસના દાખલા લઈ,ત્રીજા પ્રકારના અવિસૃષ્ટવિધેયાંશત્વ દોષનો પ્રશ્ન છેડ્યો છે અને તેના નિરાકરણ અર્થે ઞર્ય અને તાત શબ્દોનું પ્રાધાન્ય દર્શાવવા માટે આર્યસ્ય ઝનુન: અને તાતસ્ય તંત્રમ્ એમ પૂર્વપદગત પદો છૂટ્ટાં ૨જૂ ક૨વાની ભલામણ કરી છે અને બીજા સમાસોમાં આ રીતે જ કરવું એમ પણ કહ્યું છે. એનો અર્થ એ કે બીજા સમાસોમાં આ દોષ થાય છે.
મહિમભટ્ટે ‘અંબિકાકેસરી'માં ષષ્ઠી તત્પુરુષ બરાબર નથી એમ કહી ષષ્ઠી તત્પુરુષ સમાસના પ્રયોગથી થતા વિધેયાવિમર્શ દોષની વાત કરી છે. આ સંદર્ભમાં મહિમભટ્ટે જે વિચારો વ્યક્ત કર્યો છે તે ઉદ્ધૃત કરીને શ્રીહેમચન્દ્રાચાર્યે વિવેકમાં જે વિસ્તૃત પૂરક માહિતી આપી છે તેનો ખ્યાલ મેળવવો જરૂરી છે. સમાસના ઉપયોગ અંગે ‘વિવેક’માં પ્રસ્તુત મહિમભટ્ટકૃત વિવેચનનો સંક્ષેપ
(સંમ્ભઃ એ શ્લોક(ઉદા. ૩૫૩)માં આવતો) ‘“અમ્નિાસરી શબ્દ ષષ્ઠી તત્પુરુષ સમાસમાં છે તે બરાબર નથી; કેમ કે એથી દોષ થાય છે. સામાન્યતઃ દ્વન્દ્વ સમાસને છોડીને લગભગ બધા જ સમાસો વિશેષણવાચક અને વિશેષ્યવાચક
૪૫૧