________________
નજીક નજીક ચત્ અને અત્ છે તેમાં બસ, ત્વનું કામ કરે છે એ ખરું છે. પણ
ત્યાં યત્ અને મમ્ (ગસૌ) જુદી-જુદી વિભક્તિમાં છે એ યાદ રાખવાનું છે; કેમ કે, વ્યક્તિવિવેક કારે નોંધ્યું છે (ઉપર) તેમ, જો રૂદ્ર, મમ્ શબ્દો ય શબ્દ કરતાં જુદી વિભક્તિમાં વપરાયા હોય તો તે તનું સ્થાન લઈ શકે છે. (આ સંદર્ભમાં મમ્મટે કાવ્યપ્રકાશ(૭.૫૨)માં થોડવિઝીમુ એ શ્લોકમાં ટિપ્પણમાં જે ચર્ચા કરી છે તે જોવી જરૂરી છે).
હવે, ગ્રંથકાર, અવિસૃષ્ટવિધયાંશત્વ દોષનું છેલ્લું ઉદાહરણ(૩૬૪) ઉદાત્તરાઘવના એક શ્લોક વડે રજૂ કરે છે - વુિં તો મેન ઇત્યાદિ. આ શ્લોક મમ્મટે(કા. પ્ર. ૭.૫) રજૂ કર્યો છે અને એના ટિપ્પણમાં જે શબ્દો છે તે જ અહીં વૃત્તિમાં ગ્રંથકારે પ્રસ્તુત કર્યા છે : “અહીં, ‘માર્યણ' અને તાત' એમ કહેવું જોઈતું હતું. આ બન્ને પદોનો સમાસમાં પ્રયોગ કરીને તેમણે ગૌણ બનાવી દેવા જોઈતા ન હતા. આવું જ બીજા સમાસોમાં પણ સમજી લેવું.”
આ શ્લોકનો સંદર્ભ એવો છે કે, રામને વનવાસ મળ્યો તેને માટે કોણ દોષિત ગણાય એ અંગે લક્ષ્મણ પહેલાં તર્ક-વિતર્ક કરે છે કે ભારતના રાજ્યલોભને કારણે માતા કૈકેયીએ આવું કર્યું હશે ? કે પછી સ્ત્રીસહજ નબળાઈથી વચેટ માતાએ આવું કર્યું હશે ? પણ પછી લક્ષ્મણને લાગે છે કે, એમના બને તર્કો ખોટા છે – કેમ કે ભરત પણ રામ જેવાનો નાનો ભાઈ (‘આર્યાનુજ') છે અને વચેટ માતા કૈકેયી પણ પિતાજી (દશરથ)નાં પત્ની (‘તાતકલત્ર') છે; એટલે રામને દેશવટો દેવાનું અનુચિત કાર્ય વિધાતાએ જ કર્યું છે. અહીં લક્ષ્મણે જે આર્યાનુજ (આર્ય (રામ)ના નાનાભાઈ) અને “તાતકલત્ર' (પિતાજીનાં પત્ની; માતા કૈકેયી) એ બે સમાસો વાપર્યા છે તેથી રામનો ભાઈ અને દશરથ જેવા પિતાનાં પત્ની એ વાત પ્રધાનપણે કહેવાઈ નથી - ષષ્ઠી તપુરુષ સમાસનો ભાગ બનવાથી એ બન્ને વિધેય-ભાગો ગૌણ બની ગયા છે. એટલે માનુનઃ ને બદલે માર્યણ (મનુન:) અને તાતત્તત્રમ્ ને બદલે તાતિસ્થ () એમ કહેવું જોઈએ જેથી એ બન્ને (વિધેય) પદોને પ્રધાન્ય મળી શકે અને “અવિસૃષ્ટવિધેયાંશત્વ દોષ ટળે. આવું જ બીજા સમાસોમાં પણ સમજી લેવું. મહિમભટ્ટે સ્પષ્ટ રીતે કહ્યું છે કે, અહીં ‘કાર્યસ્થ મનુનઃ' અને તાતસ્ય નત્રમ્ એમ કહેવું એ જ યોગ્ય છે(વ્યક્તિવિવેક, પૃ. ૨૫૩).
૪૫૦.