________________
મહિમભટ્ટે આ જ શ્લોકના ટિપ્પણમાં વાપર્યા છે (વ્યક્તિવિવેક, પૃ. ૨૦૦). ‘વિવેક’માં આ શ્લોકનું માર્મિક વિવરણ છે.
આમ છતાં, જ્યાં તની આવશ્યકતા હોય ત્યાં તે વાપરવો જ જોઈએ; નહિતર અર્થ સાકાંક્ષ કે અધૂરો રહે છે. વળી, અસૌ શબ્દ, આવા સ્થળે, તત્ નું સ્થાન લઈ શકતો નથી એ પણ નોંધવું જોઈએ; જેમ કે, ‘હનુમન્નાટક’(૬.૩૫)ના ઞૌથી શરૂ થતા શ્લોક(ઉદા. ૩૫૯)માં કવિએ દ્વિઅર્થી વિશેષણો વડે વસંતઋતુની હનુમાન સાથે સરખામણી કરી છે તે શ્લોકમાં આરંભે અસૌ શબ્દ છે તે સોયમ્ એ અર્થમાં પ્રત્યક્ષવાચક પદ તરીકે વપરાયો છે. એટલે એ પરોક્ષવાચક તત્ શબ્દનો ખ્યાલ આપી શકે નહીં. પણ, ખ્યાલ આપી શકે છે એમ માનીએ તો યસ્ય પ્રજોપ૦ એ શંકરની સ્તુતિના શ્લોક(ઉદા. ૩૬૦)માં છેલ્લી લીટીમાં જે સ: શબ્દ આવે છે તે પુનરુક્તિરૂપ બને; કારણ કે આ શ્લોકમાં ત્રીજી લીટીમાં યોઽસૌમાં જે અસૌ શબ્દ છે તે ‘સ:’ એ જ અર્થ દર્શાવે છે એમ માનવું પડે અને તો ‘સઃ' શબ્દ બે વાર આવ્યો ગણાય; જે ‘પુનરુક્તિ’ દોષ બને (મમ્મટે આને ‘અનર્થક’ કે ‘નિરર્થક’ ગણ્યો છે). ‘વ્યક્તિવિવેક’(પૃ. ૨૦૭)માં આ શ્લોક છે અને તેના ટિપ્પણમાં ‘પુનરુક્તિ’ની વાત છે. હવે, યોઽવિમિતમ્ એ ઉત્પલાચાર્યના મનાતા શ્લોક(ઉદા. ૩૬૧)માં જે વમ્ વગેરે (સર્વનામ) શબ્દો વપરાય છે તે તત્ શબ્દનો જ અર્થ દર્શાવે છે એમ કોઈ કહે તો તેનો જવાબ એ છે કે તો તો (યત્ વગેરે શબ્દોથી) દૂર રહેલા (અવત્ આદિ) શબ્દોની પણ (તંત્ આદિ શબ્દોથી અભિન્નતા) માનવી જોઈએ. અથવા સમીપ રહેલા પણ અવ્યવહિત હોય ત્યારે જો તે (અત્ આદિ શબ્દ) જુદી વિભક્તિમાં વપરાયા હોય ત્યારે (તે તત્ થી અભિન્નાર્થક ગણાય.) બીજી રીતે તો અસ્ વગેરેની તત્ વગેરેથી અભિન્નાર્થતા માનવી એ અઘટિત જ છે.
અહીં, શ્રીહેમચન્દ્રાચાર્યના ટિપ્પણનો ભાવાર્થ એ છે કે યત્ અને તત્ એ છે શબ્દોની વચ્ચે જો કોઈ અન્ય શબ્દો હોય તો તને સ્થાને બીજો કોઈ શબ્દ પ્રયોજી શકાય નહીં - અર્થાત્, આવા સ્થળે તત્ પોતે આવવો જોઈએ; જેમ ઉદા. ૩૬૨ની ‘વેતવન્દ્રાન્તર્ગતવલવલીલાં પ્ર તે તવાપટે લોઃ ।' એ પંક્તિમાં તથા ‘રઘુવંશ’(૧૩.૫૩)ની ‘સોયં વટ: શ્યામ કૃતિ પ્રસિદ્ધ, ત્વયા પુરસ્તાવુપયાન્વિતો યઃ ।' એ પંક્તિમાં બન્યું છે તેમ. જોકે ઉદા. ૩૬૩ની ‘સ્મૃતિભૂઃ સ્મૃતિભૂવિંદિતો પૈનાસૌ રક્ષતા(ત્) ક્ષતાન્ પુમાન્ ।' એ પંક્તિમાં અવ્યવહિતપણે,
૪૪૯
૨૯