________________
હોય છે ત્યાં બીજાનો, અર્થના આધારે, આક્ષેપ થાય છે. હવે, જ્યાં યત્~તત્ એ બેમાંથી માત્ર તત્ત્નું કથન થાય ત્યારે આર્થ(સંબંધ) ત્રણ પ્રકારનો થાય છે ; કારણકે એ તત્ શબ્દ ત્રણ પ્રકારનો છે ઃ ૧. પ્રસિદ્ધવસ્તુવિષયક; જેમ કે, ‘કુમારસંભવ’નો જાણીતો શ્લોક (૫.૭૧): ‘યં ગતં સંપ્રતિ શોવનીયતામ્ ’(ઉદા. ૨૪૦, પૃ. ૨૧૦) – આ શ્લોકની બીજી પંક્તિમાં તેનું સા(તા) સ્ત્રીલિંગ રૂપ ચંદ્રની પ્રસિદ્ધ કાન્તિમતી કલાનો નિર્દેશ કરે છે; પણ તેની સાથે યત્નો પ્રયોગ નથી; ૨. અનુભૂતવસ્તુવિષયક; જેમ કે, ‘તાપસવત્સરાજ(૨.૧૬)ના સત્ઝમ્પિની૦ એ શ્લોક(ઉદા. ૮૧, પૃ. ૮૨-૮૩)માં આવતી ‘તે તોવને... ક્ષિપન્તી’૰ એ પંક્તિમાં માત્ર તત્ નું તે એવું રૂપ નાયિકાની, નાયકને પરિચિત અને પ્રિય એવી બે આંખોનો નિર્દેશ કરે છે પણ તેની સાથે યત્નો પ્રયોગ નથી; અને ૩. પ્રક્રાન્તવસ્તુવિષયક એટલે કે જે ચાલુ છે તે પ્રકારથી પ્રાપ્ત વિષયસંબંધી ; જેમ કે ‘રઘુવંશ’(૧૭.૪૭)નો જાતર્યું વત્તા નીતિ એ શ્લોક(ઉદા. ૩૫૬)માં કેવળ તત્ત્નું સ:(અતિથિ રાજા) એ રૂપ જ પ્રયોજાયું છે; તેની સાથે યત્નો પ્રયોગ નથી. આમ, ૧. પ્રસિદ્ધ અર્થવાચક ૨. અનુભૂત અર્થવાચક અને ૩. પ્રક્રાન્ત અર્થવાચક તત્ શબ્દને ત્ શબ્દના ઉપાદાનની અપેક્ષા રહેતી નથી.
યત્ શબ્દ જયારે સમગ્ર વાકયને માટે પ્રયોજાયો હોય છે અને તેનો વાક્યના આરંભે જ પ્રયોગ થઈ ચૂક્યો હોય છે ત્યારે તત્ ન પ્રયોજીએ તોપણ ચાલી શકે છે; કારણ, ત્યાં તેનો સંદર્ભથી આક્ષેપ થાય છે; જેમ કે, સાધુ વન્દ્રમસિ ઉદાહરણ(૩૫૭)માં. આ શ્લોક મમ્મટે પણ આ જ સંદર્ભમાં ટાંક્યો છે. અહીં પાછલા વાક્યમાં(ઉત્તર વાક્યમાં) મિત્તિતં યત્ છે તેથી આગલા વાક્યમાં તત્ નથી તે દોષ નથી; કેમ કે, આક્ષેપથી તત્ સમજાય છે. ‘વ્યક્તિવિવેક'(પૃ. ૨૦૫)માં આ શ્લોક મૌન્તિતમ્ થી શરૂ થાય છે. કેટલીકવાર યત્ અને તત્ બન્નેનો પ્રયોગ ન થવા છતાં, સંદર્ભના સામર્થ્યથી બન્નેનું અનુમાન થઈ જાય છે; જેમ કે, ભવભૂતિના પ્રખ્યાત શ્લોક ‘યે નામ॰ ’(માલતીમાધવ ૧.૮)માં શ્લોકના પૂર્વાર્ધમાં યે અને તે બન્ને છે; પણ ઉત્તરાર્ધમાં યઃ અને સઃ નથી છતાં આક્ષેપથી બંને જણાય છે. આ શ્લોકના ટિપ્પણમાં ગ્રંથકાર કહે છે કે “અહીં (ઉત્તરાર્ધમાં) ‘સઃ જોષિ ઉત્પત્યંતે યં પ્રતિ યજ્ઞો મે સતો ભવિષ્યતિ ।' (એ કોઈ પેદા થશે જેને માટે મારો પ્રયત્ન સફળ થશે) એમ કહેવાનું છે; પણ જે વાક્ય શ્લોકમાં છે ત્યાં સઃ અને યઃ બન્ને આક્ષેપથી સમજાય છે એટલે દોષ થતો નથી. આ શબ્દો .
૪૪૮