________________
જ્ઞાન છે) એમ કહ્યું છે તેનો અર્થ એ છે કે, ‘લોકમાં જે પ્રમાણ કહેવાય છે તે અવિસંવાદી જ્ઞાન જ છે એમ જાણવું.’ કાવ્યમાં પણ આ જ પદ્ધતિ(શૈલી) યોગ્ય છે. જેમ કે, ‘ઉત્તરરામચરિત' નાટક(૧.૩૮)ના યં ોહે સક્ષ્મી એ પ્રસિદ્ધ શ્લોકમાં(ઉદા. ૬૯૪, પૃ. ૪૭૩) ‘આ ઘરમાં લક્ષ્મી છે...’ એ પ્રમાણે સાક્ષાત્ નાયિકાના વર્ણનથી કવિ શરૂઆત કરે છે પણ પછી નાયિકાના અવયવોના વર્ણનમાં સરી પડ્યા છે તેથી, મહિમભટ્ટ કહે છે તેમ, ‘વસ્તુપ્રક્રમભેદ’ દોષ થયો છે - વર્ણન સુસંગત, સુસંવાદી ન રહ્યું તે દોષ કહેવાય. ભાવાર્થ એ કે વાક્યમાં યોગ્ય ક્રમ જળવાવો જોઈએ. એ વાતના સમર્થનમાં ગ્રંથકાર (વૃત્તિમાં) ત્વ તારવી નિવસનત્॰ એ શ્લોક (ઉદા. ૩૫૨) ૨જૂ કરે છે જેમાં ઉચિત ક્રમ જળવાયો છે. તેથી એમાં રચનાગત કે વાક્યગત દોષ નથી. આ શ્લોકની ચર્ચા ઉપર થઈ ગઈ છે જે શૈલીવિજ્ઞાનને સ્પર્શે છે. હવે જે શ્લોકની મહિમભટ્ટે વિધેયાવિમર્શ દોષના ઉદાહરણ તરીકે ‘વ્યક્તિવિવેક’(વિમર્શ-૨)માં સૂક્ષ્મ ભાષાકીય ચર્ચા કરી છે તે જ સંમ્મ...... અમ્બ્રિજાસરી ॥ એ શ્લોક(ઉદા. ૩૫૨) વૃત્તિમાં રજૂ કરીને શ્રીહેમચન્દ્રાચાર્ય બીજી રીતે થતા વાક્યગત અવિસૃષ્ટવિધેયાંશત્વ દોષની ચર્ચા આરંભે છે. આ ચર્ચા વાક્યમાં ૐ શ્લોકમાં ત્ (જે) અને તત્ (તે) એ બે સંબંધબોધક સર્વનામના પ્રયોગની ભૂલમાંથી નીપજતા દોષને સ્પર્શતી, ભાષાવિવેચન તથા શૈલીશાસ્ત્રની દૃષ્ટિએ ખૂબ જ ઉપયોગી ચર્ચા છે. ઉલ્લેખપાત્ર છે કે, કુન્તકે આ શ્લોકની ‘વક્રોકિતજીવિત’માં વિસ્તૃત ચર્ચા કરેલી છે. યત્ (જે) અને તત્ (તે) એ બન્ને વચ્ચેના સંબંધની મીમાંસા
ઉપરોક્ત સંમ્ભ:૦ એ શ્લોકનો અર્થ છે ઃ ‘અત્યંત ક્ષુદ્ર હાથીઓ અને વાદળોને પડકારવાનો સિંહનો ઉત્સાહ-ઉશ્કેરાટ(સંરભ) તો દરેક સિંહમાં સ્વભાવથી જ જોવા મળે છે. એ દૃષ્ટિથી વિચારતાં, અંબિકા(અંબાજી માતા)નો આ જે સિંહ, દિશાઓને ધારણ કરનાર હાથીઓ(દિગ્ગજો) અને પ્રલય વખતનાં (વિનાશક) ઘટાટોપ વાદળોને જોઈને પણ, ઉશ્કેરાટ (વિનાનો), ‘અસંરવ્યવાન્’ છે એ ચમત્કા૨ની ચરમ સીમા છે. અર્થાત્ એ સર્વોત્કૃષ્ટ સિંહ છે.’ ગ્રંથકારે આ દોષને ‘પ્રામાદિક’ કહ્યો છે(વિવેક પૃ. ૨૪૫).
આ શ્લોકમાં ત્રણ પ્રકારે ‘અવિસૃષ્ટવિધેયાંશત્વ’ દોષ પ્રવર્તે છે. પ્રથમ તો યોઽસૌ એ પદગત ‘અવિસૃષ્ટવિધેયાંશત્વ' દોષ છે; કેમ કે,અહીં નિષેધ પ્રધાન છે; પણ તેને નતત્પુરુષ સમાસમાં મૂકીને અપ્રધાન કરવાથી આ દોષ થયો છે.
૪૪૬