________________
કહ્યું છે કે, “અહીં યમેવ ચાર: અર્થાત્ (મારે શત્રુઓ હોય) એ વાત જ ફિટકારપાત્ર છે. એમ કહેવું જોઈતું હતું. આનું કારણ એ છે કે વાક્યમાં પહેલાં ઉદેશ્યનો ઉલ્લેખ થાય અને પછી જ વિધેય આવે. પણ અહીં, ચક્કાર” જે વિધેય છે તેની પહેલાં ઉલ્લેખ કર્યો છે ને એ રીતે શબ્દગોઠવણી ઊલટી જ કરી છે તેથી વાક્યનો જ દોષ થયો છે, વાક્યર્થનો નહીં. વળી, આ શ્લોકના ચોથા ચરણમાં થોસ્કૃતૈઃ એ સામાસિક પદમાં પહેલાં “વૃથા અને પછી “ઉડ્ડન' એમ પદરચના કરી છે તે પણ દોષયુક્ત છે કેમ કે ત્યાં ઉષ્ણુનત્વ' એ ઉદેશ્ય છે અને વૃથાત્વ' વિધેય છે; પણ કવિએ પહેલાં વિધેય(વૃથાત્વ)નો અને પછી ઉદેશ્ય , (ઉચ્છુનત્વનો નિર્દેશ કર્યો છે તે વિપરીત ક્રમ છે. વળી, વૃથાત્વ વિધેય છે તેને સમાસમાં વિશેષણ તરીકે ન મૂકતાં, સ્વતંત્ર પદરૂપે મૂકવું જોઈતું હતું, પણ તેમ કર્યું નથી, તે દોષ છે. આમ આ શ્લોકમાં બે સ્થળે શબ્દરચના ઊલટી કરી છે તે વાક્યદોષ છે(વાક્યાર્થદોષ નથી).” ટિપ્પણના આ શબ્દો રચ્યા શાલિમ્ એ
શ્લોકના ટિપ્પણમાં કાવ્યાનુશાસનમાં(પૃ. ૨૪૪) આવે છે. શાસ્ત્રકારો સ્પષ્ટપણે માને છે કે વાક્યનો વિય-ભાગ જયારે સમાસનો ભાગ બને છે ત્યારે તે ગૌણ બની જાય છે અને તેથી વિધેય - અવિમર્શનો દોષ થાય છે જેને અવિપૃવિધેયાંશત્વ દોષ કહે છે.
વિવેક' (પૃ. ૨૪૪)માં વિધિ-અનુવાદને જે યોગ્ય પૌર્વાપર્ય-નિયમ છે તે સમજાવ્યા બાદ, અવતરણ (૭૮)માં (વ્યાકરણ) મહાભાષ્યકાર પતંજલિએ પાણિનિના વૃદ્ધિાર્' એ સૂત્ર પરના ભાગમાં, અહીં ચાલુ વાતના સંદર્ભમાં, જે અપવાદ સમજાવ્યો છે તેનો ગ્રંથકાર ઉલ્લેખ કરે છે. મહાભાષ્યકારે કહ્યું છે કે, ઉપરોક્ત પાણિનિ-સૂત્રમાં પહેલાં “વૃદ્ધિઃશબ્દ મૂક્યો છે તે વિધેય છે અને પછી માત એ બે પદો મૂક્યાં છે તે ઉદેશ્ય છે એટલે ત્યાં ઉદેશ્યવિધેયનો ક્રમ ઊલટો છે; પણ તે ક્ષમ્ય છે કેમ કે પાણિનિ મુનિએ “મંગલ સૂચવા માટે જ ઉપરોક્ત સૂત્રમાં પહેલાં વૃદ્ધિવાચક “વૃદ્ધિ શબ્દ મૂક્યો છે અને પછી ઉદેશ્ય-ભાગ રજૂ કર્યો છે. પાણિનિ મુનિનો જો આવો આશય ન હોય તો તેમણે માત્ તેને અનુવાદ્યસ્થાને પ્રથમ મૂકી પછી પાછળથી વિધેયરૂપે વૃદ્ધિઃ સંજ્ઞા કહી હોત જેમ કે, “ શુનઃ' એ સૂત્રમાં વિધયરૂપ “ગુણ' શબ્દ પાછળથી મૂક્યો છે અને અનુવાદરૂપ અત્ તું, યોગ્ય રીતે જ, પહેલાં મૂક્યા છે. “પ્રમાણવાર્તિક ગ્રંથ(૧૩)માં પ્રમાણની વ્યાખ્યામાં પ્રમાણમવિસંવાદ્રિ જ્ઞાનમ્ (પ્રમાણ એ અવિસંવાદી
૪૪૫