________________
અને ચર્ચા વિસ્તારી છે. આ અવતરણોમાં કહ્યું છે કે, ‘૧. અનુવાદ્ય કે ઉદ્દેશ્યનું કથન કર્યા વિના વિધેયનું કથન ન કરવું; કેમ કે, કોઈ પણ વસ્તુ આધાર પ્રાપ્ત કર્યા વગર ક્યાંય પણ સ્થિર થતી નથી; અને (૨) આ જે વિધેય-ઉદેશ્ય-ભાવ છે તે રૂપ્ય-રૂપક-રૂપ છે. તેથી તેમાં વિધેયનું કથન ઉદ્દેશ્યના પહેલાં કરવું ઇષ્ટ ગણાતું નથી.’
આ બે અવતરણોમાં વ્યક્ત થયેલા નિયમની ઉપરોક્ત શય્યા શકિતમ્ (ઉદા. ૩૫૧) એ શ્લોકના સંદર્ભમાં ‘વિવેક’માં ચર્ચા કરવા માટે ગ્રંથકારે, ‘વ્યક્તિવિવેક’ની લક્ષ્મીવુંદિતા॰ એ શ્લોક પરની ટિપ્પણીનો ગદ્યખંડ, શાબ્દિક ફેરફાર કરીને વિવેક(પૃ. ૨૪૪)માં શય્યાવૌનિ વિષેયાનિ એ શીર્ષક હેઠળ રજૂ કર્યો છે, જેનો અર્થ આ પ્રમાણે છે : ‘કોઈ કહેશે કે (ઉપરોક્ત) ‘શય્યા શાહલમ્' એ શ્લોકમાં શબ્દો ભલે કોઈ પણ ક્રમમાં આપ્યા હોય; પણ એમનો અન્વય - ‘શાહલ શય્યા, શુચિશિલા આસનમ્' એ પ્રમાણે કરી શકાય છે; કેમ કે, અન્વય તો પુરુષપ્રધાન છે; એટલે, કોઈ દોષ થતો નથી. આનો જવાબ છે- વાત ખરી છે; પણ અન્વયમાં સર્વત્ર આ પ્રકારે પુરુષપ્રધાનતા નથી રહેતી; માત્ર વિશેષણવિશેષ્યભાવ સંબંધમાં જ એ રહે છે જ્યાં પોતાના સૌંદર્યથી જ તે બન્ને પરસ્પરનો બોધ કરાવે છે - પણ વિધિ-અનુવાદભાવ એ પુરુષાધીન વિષય નથી.’ પછી ઉદા. ૩૫૨ના પુરોવચનરૂપે વં વિધ્યનુવાદ્દો ર્તવ્યો - એમ જે વૃત્તિમાં ત્વક્ તારવી એ શ્લોક સંબંધે કહ્યું છે તેની વાત કરતાં ‘વિવેક'માં, મહિમભટ્ટના ઉપરોક્ત ગદ્યખંડનાં છેલ્લાં બે વાક્યો લઈને તેમાંથી આરંભિક તત્ર દૃિ એ શબ્દો છોડી દઈને, ગ્રંથકાર આગળ કહે છે : ‘વિધિ અને અનુવાદનો, અર્થપ્રતીતિનો ક્રમ, શબ્દપ્રયોગ અર્થાત્ શબ્દોની આનુપૂર્વી પર અવલંબે છે. એટલે પ્રયોગમાં જ પદોનો પૌર્વાપર્ય નિયમ સમજવો જોઈએ - એથી જ પદાર્થોના સંબંધમાં સૌંદર્ય આવે છે(જેમ કે, ત્ત્ર તારવી નિવસનમ્ એ સુંદર શ્લોક (ઉદા. ૩૫૨)માં બને છે. પણ શય્યા શાવ્રત એ શ્લોકમાં એથી ઊલટું બને છે ‘અવિસૃષ્ટવિધેયાંશત્વ’ દોષ થાય છે). આ ચર્ચાથી સ્પષ્ટ થાય છે કે, જે વાક્યમાં જે અનુવાદ્ય કે ઉદ્દેશ્ય ભાગ છે તેને પહેલાં ગ્રહણ કરવો યોગ્ય છે અને જે વિધેય ભાગ છે તેને પાછળથી ગ્રહણ કરવો એ યોગ્ય છે. મમ્મટે વાક્યગત ‘અવિસૃષ્ટવિધેયાંશ’ દોષના ઉદાહરણ તરીકે હનુમન્નાટક(૧૪.૬)નો ન્યારો હ્રાયમેવ૦ એ જાણીતો શ્લોક(વિવેક ઉદા. ૩૯૬) ઉદ્ધૃત કર્યો છે અને ટિપ્પણમાં
વાક્યગત
૪૪૪
-