SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ તે અપ્રધાન હોય ત્યારે બન્નેનો સમાસ કરવો ઈષ્ટ નથી; કેમ કે, એમ (સમાસ) કરવાથી વાયાર્થ ઊલટો-સૂલટો થઈ જવાનો ભય છે (વ્યક્તિવિવેક, વિમર્શ-ર, સંગ્રહ શ્લોક-૫). વાકયગત ‘અવિસૃષ્ટવિધેયાંશત્વ દોષ વાક્યગત “અવિપૃષ્ટવિધેયાંશત્વ દોષના ઉદાહરણ(૩૫૧) તરીકે, શ્રી હેમન્દ્રાચાર્યે, શ્રીહર્ષકૃત “નાગાનંદ' નાટકનો શય્યા શદ્ધિનમ્ એ શ્લોક ટાંક્યો છે. આ શ્લોકમાં વનમાં જીવન વીતાવવાના બધા જ ગુણો દર્શાવીને કવિ કહે છે કે, વનમાં માત્ર એક જ ઊણપ છે અને તે એ કે ત્યાં યાચકો મળતા નથી, જેથી પરોપરાકારી વ્યક્તિને પરોપકાર કરવાની તક જ મળતી નથી. અહીં શકિતમ્ શા વિશિતા શાસનમ્ એવી રચના હોવી જોઈએ; કેમ કે તેથી ઉદેશ અને વિધેયનો ક્રમ બરાબર જળવાય છે; પણ શ્લોકમાં અધ્યા શકિત, માસનું શિતા એમ ઊલટાક્રમે વાત કરી છે તેથી શ્લોકમાં વિધેયાવિમર્શદોષ થયો છે. એટલે જ, ગ્રંથકાર, ટિપ્પણમાં કહે છે કે, “આ શ્લોકમાં “શાદુલ' (ઘાસ) વગેરે પહેલાં મૂકી પછી “શય્યા” (પથારી) વગેરે કહેવાં જોઈતાં હતાં. આમ, આ શ્લોકમાં, શબ્દરચના ઊલટી કરવાથી વાક્યનો જ દોષ છે; વાક્યર્થનો નહીં. પણ, જે હવે પછી આવતા(ઉદા. ઉપર) – તારવી નિવસનમુ એ શ્લોકની માફક ઉદેશ્ય - વિધેયનો ક્રમ જાળવવામાં આવે તો આવો વાક્યદોષ થતો નથી. આ શ્લોકની રચના આ પ્રમાણે છે – “જંગલમાં ઘર વસાવનાર મારા પુત્ર માટે વૃક્ષની છાલ વસ્ત્ર છે, મૃગચર્મ શવ્યા છે, ગુફા ઘર છે, મોટા પાનના દડિયા ઘડા છે અને મૂળ, પત્તાં ફૂલ અને ફળ ભોજન છે.” મહિમભટ્ટના મતે વાક્યમાં ઉદેશ્ય-વિધેયનો સંબંધ અહીં નોંધવું જોઈએ કે, વ્યક્તિવિવેક (વિમર્શ-૨)માં આ બંને શ્લોકો આ જ સંદર્ભમાં રજૂ થયા છે પણ ત્યાં d તારવી. પ્રથમ અને અધ્યા શનિનું પછી (પ્રત્યુદાહરણરૂપે) આવે છે અને આ બે શ્લોકોની રચનામાં જે ફેર છે તે અંગે, સૂચક રીતે, મહિમભટ્ટ કહે છે કે, “આ ઉદાહરણ ( તારવી. ૩૫૨) અને પ્રત્યુદાહરણ (શબ્બી શાદતમ્) વચ્ચે જે અંતર છે તે બુદ્ધિમાનોની જ સમજમાં આવે છે; બીજા લોકોને તો સમજાવવાથી જ એ સમજાય છે. આમ ટિપ્પણ કર્યા પછી, મહિમભટ્ટ જે બે સંગ્રહશ્લોકો(૨.૯૪-૯૫) કહ્યા છે તે અવતરણોરૂપે(૭૬-૭૭) શ્રી હેમચન્દ્રાચાર્યે વિવેક(પૃ. ૨૪૪)માં પ્રસ્તુત કર્યા છે ૪૪૩
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy