________________
(પ્રતિષેધ) કહે છે. આ જ વાત અવતરણ(૭૪)માં કહી છે : ‘જેમાં વિધિ(હકાર)ની પ્રધાનતા હોય અને પ્રતિષેધ(નકાર)ની અપ્રધાનતા હોય અને તેથી જ્યાં નગ્(નકાર) (સમાસમાં) ઉત્તરપદની સાથે આવે તેને પર્યુદાસ જાણવો; જેમ કે શોપ એ શ્લોક(રઘુ. ૧.૨૧; ઉદા. ૩૫૦)માં. આ શ્લોકમાં નકારથી વિશિષ્ટ (ઉદેશ્યરૂપ) ઉત્તરપદા(અત્રસ્તત્વ, અનાતુરત્વ, અગૃઘ્નત્વ અને અનાસકત્વ)નું જ પ્રાધાન્ય ઇષ્ટ છે. તેથી અહીં પર્યુદાસ પ્રતિષેધનો પ્રયોગ છે, જે દોષરૂપ નથી. બે પ્રકારનો નિષેધ
આમ, નિષેધ બે પ્રકારનો છે ઃ (૧) પ્રસજ્યપ્રતિષેધ (જેમાં, વિધિ(હકાર)ને બદલે નિષેધ(નકાર) પ્રધાન હોય છે); અને (૨) પર્યુદાસ (જેમાં, નિષેધ કરતાં વિધિ(હકાર)નું પ્રાધાન્ય વધારે હોય છે). વળી, ‘શબ્દ જ્યારે સમાસબદ્ધ હોય છે ત્યારે તેનું પ્રાધાન્ય નિર્દિષ્ટ થઈ શકતું નથી' એ સર્વસામાન્ય સિદ્ધાન્તના આધારે, એવો નિયમ સ્થાપિત થયો છે કે જ્યારે નિષેધ(નકાર) અસમસ્ત(અલગ)રૂપે કહેવાય છે ત્યારે તે પ્રસજ્યપ્રતિષેધ ગણાય છે (જેમ કે, ન દનિશાન્નર: I) પણ જ્યારે નિષેધ(નકાર) સમાસબદ્ધ (સમસ્ત) હોય છે ત્યારે તે પર્યુદાસ ગણાય છે. જો કે આચાર્ય વામન તો સમાસમાં પણ પ્રસજ્યપ્રતિધેષ માન્ય રાખે છે – એટલે, જ્યારે જ્યારે નકાર સમાસબદ્ધ હોય ત્યારે સર્વત્ર એ પર્યુદાસ જ હોય એ વાત સર્વસંમત ન ગણાય. જો કે, હેમચન્દ્રાચાર્ય તો સ્પષ્ટપણે માને છે કે, વાવ્યવૈવિત્ર્ય એ ઉદાહરણ (૩૪૯)માં અનુત્ત્તવાન્ (મૂંગો રહ્યો) એવો (સમાસબદ્ધ) પર્યુદાસ(નિષેધ) યોગ્ય નથી; કેમ કે, ત્યાં નિષેધ પ્રધાનપણે વિક્ષિત છે. જે પ્રસયપ્રતિષેધરૂપે જ (અસમસ્ત) હોવો જોઈએ; અર્થાત્ ‘7 ૩હવાન્’ (બોલ્યો જ નહીં) એમ કહેવું જોઈએ; કારણ કે, અહીં અર્થસંગતિ માટે ‘બોલવાનો નિષેધ’ અભિમત છે; ન બોલવાનો વિધિ(મૂંગો રહ્યો) અભિપ્રેત નથી. એટલે કે, મહિમભટ્ટ કહે છે તેમ, ‘અહીં પ્રતિષેધના પ્રાધાન્યની વિવક્ષા છે, વિધિના પ્રાધાન્યની વિવક્ષા નથી; એટલે અહીં સમાસને ક્યાંથી અવકાશ હોય ? માટે, આ નકાર વિધેય - અર્થ- પરક હોવાથી પ્રધાન છે અને ‘ઉક્તવાન્' એ પદ ઉદ્દેશ્ય-અર્થ-૫૨ક હોવાથી, એનાથી વિરુદ્ધ, અપ્રધાન છે એટલે, સદાચારીનો જેમ પતિતની સાથે સંબંધ ઇષ્ટ નથી તેમ એ ‘નકારનો’, ‘ઉક્તવાન્’ શબ્દ સાથે સમાસ થાય તે ઇષ્ટ નથી એ સ્પષ્ટ છે - આ સંબંધમાં (અવતરણ-૭૫) કહ્યું છે કે - ‘જ્યારે નકારનો અર્થ(નિષેધ) પ્રધાન હોય અને જેનો નિષેધ કરવાનો હોય
૪૪૨