SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મિત્રોના મતે, સંસ્કૃતમાં ‘વિધેય’ સંજ્ઞા માત્ર ક્રિયાપદ- અંશ કે અંગ્રેજીમાં જેને પ્રેડિકેટ' કહે છે તેના કરતાં કંઈક, વધારે અર્થવત્તા ધરાવે છે. શ્રી હેમચંદ્રાચાર્ય અવિકૃષ્ટવિધેયાંશત્વ દોષની વ્યાખ્યામાં જે બે શબ્દો “પ્રાધાન્યન અને અનિર્દિષ્ટ - વાપર્યા છે તે બંનેનું પૂરેપૂરું ઔચિત્ય છે. ઉદેશ્ય અને વિધેય બંને વાક્યનો ભાગ છે અને તેથી બંનેનો અલગઅલગ નિર્દેશ થવો જ જોઈએ. આ વિધય-અંશ જ્યારે સમાસનો ભાગ બની જાય છે ત્યારે એ ગૌણ બની જાય છે અને તેથી પદગત ‘અવિપૃવિધેયાંશત્વ દોષ ઉદ્ભવે છે - જેનાં ઉદાહરણો આપણે ઉપર જોયાં છે. આ ઉદાહરણોમાં નકાર કે નિષેધવાચક શબ્દ સમાસમાં આવે છે ત્યારે પદગત દોષ થાય છે, પણ એ નકાર કે નિષેધવાચક પદ અલગ(અસમસ્ત) રજૂ થાય છે ત્યારે પદગત દોષ થતો નથી. ગ્રંથકારે, આ મુદ્દાની ચર્ચા, વ્યક્તિવિવેક (વિમર્શ-૨)નાં આરંભિક અવતરણો લઈને, “વિવેક' (પૃ. ૨૪૩-૨૪૫)માં કરી છે. મમ્મટે પણ “કાવ્યપ્રકાશ' (ઉ.૭)માં, સમાસમાં નિષેધ દર્શાવવાને બદલે, નિષેધનો પ્રધાનપણે નિર્દેશ કરવા નકારવાચક પદ અલગ પાડવાની તરફેણ કરી છે અને એના સચોટ નિદર્શનરૂપે વિકમોર્વશીય (૪.૧)નો નવતર: એ શ્લોક ટાંક્યો છે. શ્રી હેમચંદ્રાચાર્યે ‘વૃત્તિમાંના' વીવૈવિચ૦ એ શ્લોક ((ઉદા.૩૪૯)ના ટિપ્પણમાંના નિવેદો વિધેય (અહીં ‘ન ઉક્તવાન એમ નિષેધ કરવો જોઈએ) એ શબ્દો લઈને, “વિવેક'માં રજૂ કરેલાં ત્રણ અવતરણો(૭૩, ૭૪, ૭૫) તથા વિવરણને અર્થ આ પ્રમાણે છે : ૧. “જેમાં વિધિ(હકાર)ની અપ્રધાનતા હોય અને પ્રતિષેધ(નિષેધ)ની પ્રધાનતા હોય અને ક્રિયાની સાથે નગ(નકાર)નો ઉપયોગ હોય, તેને પ્રસજયપ્રતિષેધ” કહે છે; જેમ કે “નવ ધર:' એ શ્લોકમાં(વિક્રમો. ૪.૧). અહીં દત નિરવર: એ પ્રયોગ સાચો છે, નિર્દોષ છે; પણ મદનીવિર: એવો નગ(નકારવાચક) સમાસ કર્યો હોત તો તે દોષ ગણાત. આ રીતે નિષેધ વિધેય હોય અને તેનો પ્રાધાન્યથી, અલગ (અસમસ્ત) નિર્દેશ કર્યો હોય તો તે પ્રસપ્રતિષેધ કે સ્પષ્ટ નકાર કહેવાય છે કે અહીં ઈષ્ટ છે. પણ ઉદા. ૩૪૯ના વાવ્યવૈવિ. એ શ્લોકમાં “અનુક્તવાનું એવો જે સામાસિક રૂપમાં નિષેધ છે તે ભારપૂર્વકનો નિષ(નકાર) નથી લાગતો; કેમકે એમાં “ન ઉક્તવા” એમ નિષેધ જુદો પાડીને, ભારપૂર્વક નકાર વ્યક્ત થયો નથી; પણ નન્તપુરુષ સમાસ જેવા ઉત્તરપદપ્રધાન સમાસમાં નકાર(ગ) ગૌણભાવ ધારણ કરે છે જે પદગત “અવિપૃવિધેયાંશત્વ દોષનો દાખલો બને છે. આવા સમાસમાં અપ્રધાન સ્થાને રહેલા, નિષેધને ‘પર્યદાસ ૪૪૧
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy