________________
ટિપ્પણમાં દરેક પદદોષનું નિવારણ ચીંધ્યું છે. આમાંથી ત્રસ્તાં નિતમ્બા એ કુમાર. શ્લોક, નવનનધર: એ વિક્રમોર્વશીયનો શ્લોક તથા કુપાત્માનામું એ “રઘુવંશ'(૧.૨૧)નો શ્લોક એમ ત્રણ શ્લોકો પદગત ‘અવિમૃદ્ધ-વિધેયાંશત્વ' દોષના નિદર્શનાર્થે રજૂ કર્યા છે અને દરેક પર ટિપ્પણ કરી, દોષદર્શન કરાવી, દોષનિવારણ દર્શાવ્યું છે. જો કે નવનત્તર: એ શ્લોકમાં બધા જ નકાર સ્પષ્ટ રીતે અલગ વિધેય રૂપે મૂક્યા છે એટલે તેમને જરૂરી પ્રાધાન્ય પ્રાપ્ત થયું છે આ શ્લોકમાં ચારેય પંક્તિઓમાં અલગ અલગ રજૂ થયો છે). પણ વીવૈવિચે એ શ્લોકમાં અનુવાન એમ સામાસિક પદમાં નકાર દર્શાવ્યો છે તેને બદલે ૩wવાન એમ નકાર છૂટો પાડીને દર્શાવ્યો હોત તો તેને જરૂરી પ્રાધાન્ય મળત; પણ અહીં તો “અનુકતવાનું પદ ઉદેશ્ય બની ગયું છે અને તે પછી બીજું કંઈ વિધાન કરવામાં આવ્યું નથી; જેવું રઘુવંશના ગુ. એ શ્લોક(૧.૨૧; ઉદા. ૩૫૦)માં કરવામાં આવ્યું છે. આ શ્લોકમાં “અત્રસ્ત”, “અનાતુર”, “અગૃષ્ન અને “અનાસકત’ વગેરે અનુવાદ્ય કે ઉદેશ્ય છે અને “જુગાપ'(રક્ષણ કર્યું) વગેરે વિધેય છે. પણ અગાઉના શ્લોક(ઉદા. ૩૪૯)માં એવું થયું નથી તેથી ત્યાં પદગત
અવિસૃષ્ટવિધેયાંશત્વ દોષ થયો છે. ઉદેશ્ય અને વિધેય
કે દરેક વાક્યમાં બે ભાગ હોય છેઃ ૧. ઉદેશ્ય અને ૨. વિધેય. ઉદેશ્ય અથવા અનુવાદ્ય વિશે વિધેયમાં કશુંક કહેવામાં આવે છે અને એ જ વાક્યનો પ્રધાન અંશ હોય છે. કેમ કે, ઉદેશ્ય તો પ્રસિદ્ધ હોય છે; જયારે વિધેયમાં કશુંક નવું વિધાન થયું હોય છે જે કવિએ પ્રધાનપણે, ભાર મૂકીને કહેવાનું હોય છે.
જ્યાં સુધી ઉદેશ્ય અને વિધેયના સ્થાનનો પ્રશ્ન છે, સામાન્ય રીતે ઉદેશ્યનો નિર્દેશ વિધેયની પહેલાં થવો જોઈએ. કારણ કે વિધેય' એટલે અગાઉ નિર્દેશાયેલા ઉદેશ્ય વડે જે આકાંક્ષા ઉત્પન્ન થઈ હોય છે તેને સંતોષવા માટે પાછળથી આવતો શબ્દ અથવા જેના પર ભાર મૂકવામાં આવે છે તેવું પદ. ટૂંકમાં વિધેય-અંશ વડે વાક્યના ઉદેશ્ય કે અનુવાદ્ય અંશની પૂર્તિ થાય છે અને વાક્યના આરંભના અંશથી જન્મતી અપેક્ષા વિધેય-અંશથી સંતોષાય છે. આ વિધેયનું પ્રાધાન્ય સૂચવે છે કે એ વિધેય તરીકે જ બોધક્ષમતા ધરાવે છે અને વિધેયમાં એ બોધક્ષમતા ત્યારે જ અનુભવાય જ્યારે એ ઉદેશ્યના નિર્દેશ પછી પ્રધાનપણે નિર્દેશ પામે અને ઉદેશ્યથી ગૌણ ન બને. આમ, વિશ્વનાથકૃત “સાહિત્યદર્પણ'ના અંગ્રેજી અનુવાદક
૪૪૦