________________
નોંધવું ઘટે કે જ્યારે વિશેષણ-પદો રાવણ, શિવ વગેરે ખાસ વ્યક્તિઓની જ વિશિષ્ટતા દર્શાવતાં હોય ત્યારે અથવા કોયડામાં કે શ્લેષમાં ક્લિષ્ટત્વ કે દુર્બોધતા એ દોષ નથી; કેમ કે ત્યાં વિલંબથી અર્થબોધ થાય એ ઈષ્ટ હોય છે અને નશામાં ચકચૂર માણસની વાણીમાં તો આવી દુર્બોધતા કે ક્લિષ્ટતા ગુણ ગણાય છે. વળી, જ્યાં અર્થપ્રતીતિ તરત જ થતી હોય ત્યાં પણ ક્લિષ્ટત્વ દોષ નહિ, પણ ગુણ બને છે; જેમ કે, ગ્રંથકારે રજૂ કરેલી ગુણસ્થાનનું એ પંક્તિમાં અર્થપ્રતીતિ સરળ છે તેથી તે અક્લિષ્ટ છે. “વિવેકમાં આ પંક્તિ વિશે તથા ક્ષાત્મના એ શ્લોક વિશે સંક્ષિપ્ત વિવરણ છે જેનો ભાવાર્થ ઉપર સ્પષ્ટ કર્યો છે જ. | ૭. “અવિકૃષ્ટવિધેયાંશત્વ દોષ ઃ બધા દોષોમાં આ દોષ સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યો છે અને શાસ્ત્રકારોનું ધ્યાન આ દોષ તરફ ઠીક ઠીક આકર્ષિત થયું છે. આ દોષનું વર્ણન કરતાં હેમચંદ્રાચાર્યે કહ્યું છે કે જયાં વિધેયનો પ્રધાનપણે નિર્દેષ કરવામાં આવ્યો હોતો નથી ત્યાં “અવિષ્ટવિધેયાંશત્વ દોષ થાય છે. આ દોષ, પદગત તથા વાક્યગત હોઈ, ઉભયદોષ ગણાય છે. મમ્મટે પણ આ દોષને પદગત તથા વાક્યગત માન્યો છે પણ પદ સમાસગત હોય તો જ તે પદગત અવિપૃવિધેયાંશત્વ દોષ બને છે; પણ જો પદો અલગ અલગ હોય તો આ દોષ, વાક્યદોષ બને છે.
પગદગત “અવિમૃષ્ટિવિધેયાંશત્વ દોષનો પ્રથમ દાખલો છે કાલિદાસકૃત કુમારસંભવ' (પ.૭૨)નો વપુર્વરુપાક્ષ એ શ્લોક(ઉદા. ૩૪૫). આ શ્લોકમાં શિવ વિશે કહેવામાં આવ્યું છે કે એમનો દેખાવ વિરૂપાક્ષ(ત્રણ આંખવાળો છે), એમનો જન્મ અજ્ઞાત છે, અને દિગંબરપણાથી એમની સંપત્તિ જણાઈ આવે છે. અહીં જે “અલક્ષ્યજન્મતા” એ સમાસ છે તેમાં અલક્ષિતતા એ અનુવાદ્ય નથી પણ વિધેય છે; તેથી કવિએ “અલક્ષિતા જનિઃ' એવો અસમસ્ત પ્રયોગ કરીને વિધેય પર ભાર મૂક્યો જોઈતો હતો. આમ કરવાથી શિવનો જન્મ અજ્ઞાત છે એ વાત પર ભાર મૂકી શકાય છે - વિધેયનો પ્રાધાન્યથી નિર્દેશ થાય છે અને દોષ ટળે છે. મમ્મટે આ શ્લોક ટાંક્યો છે.
પદગત અવિમૃષ્ટ દોષનાં બીજાં કેટલાંક ઉદાહરણો(૩૪૬-૩૫૦) ગ્રંથકારે 'કુમારસંભવ'(૩.૫૪), “રઘુવંશ'(૧૧.૮૩ તથા ૧.૨૧), “બાલારામાયણ'(૧.૨૬), વિક્રમોર્વશીય(૪.૧) વગેરના શ્લોકો વડે તથા વાવ્યવૈવિ. એ શ્લોક વડે વૃત્તિમાં પ્રસ્તુત કર્યા છે અને એ દરેક શ્લોકગત પદદોષ દર્શાવી,
૪૩૯