SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ આ પરવત ગ્રંથકારી મમ્મટના વિચારો અને ટિપ્પણી ઉપરાંત મમ્મટનાં ઉદાહરણપદ્યો પણ અકબંધ રજૂ કરે છે એ સ્પષ્ટ છે. આ સંદર્ભમાં ડૉ. વિ. રાધવને તેમના અભ્યાસગ્રંથ ‘ભોજકત શૃંગારપ્રકાશ” (પૃ. ૨૪૬)માં જે ઉગારો પ્રગટ કર્યા છે તે સાચા ઠરે છે : “ત્રીજા અધ્યાયમાં શ્રી હેમચંદ્રાચાર્યે કરેલું દોષનિરૂપણ એ લગભગ મમ્મટના દોષવિષયક નિરૂપણની પુનઃ રજૂઆત જ છે. શ્રી હેમચંદ્રાચાર્ય (મમ્મટના) બધા જ રસદોષ સ્વીકારે છે. અર્થદોષો પણ સ્વીકારે છે. બધા જ દોષોની સંખ્યા, વ્યાખ્યા અને ઉદાહરણ-સામગ્રી પણ એ જ છે. વિવેકીમાં હેમચંદ્રાચાર્યે પૂરક માહિતી આપી છે તે આનંદવર્ધન તથા મહિમભટ્ટના ગ્રંથોના આધારે આપી છે અને તે રસદોષ તથા અવિપૃવિધેય, પ્રકમભંગ અને ક્રમભંગ એ દોષોને લગતા વિષયો હેઠળ આવરી લેવાઈ છે. શ્રી ત્રિલોકનાથ ઝાએ પણ તેમના એક લેખમાં, દોષનિરૂપણમાં, શ્રી હેમચંદ્રાચાર્યે, મહિમભટ્ટના વ્યક્તિવિવેક'નો જે વ્યાપક ઉપયોગ કર્યો છે તેની પ્રમાણભૂત માહિતી આપી છે(જુઓ, ‘જર્નલ ઑફ બિહાર રિસર્ચ સોસાયટી, વૉલ્યુમ XLII (૧-૨)). ૬. “ક્લિષ્ટત્વ'દોષઃ જ્યાં પદ કે વાક્યમાં વ્યવધાનપૂર્વક અર્થબોધ થાય છે ત્યાં આ દોષ થાય છે. અર્થાત્ દોષપૂર્ણ અન્વય કે ગૂચવાડા ભરેલી રચનાને કારણે બ્લોક કે વાક્યનો અર્થ સમજવામાં વિલંબ થાય અને અર્થ દુર્બોધ બને ત્યારે ક્લિષ્ટત્વ દોષ ઉત્પન્ન થાય છે; જેમ કે, ક્ષાત્મના એ શ્લોક (ઉદા. ૩૪૩) પદગત ત્વિનું ઉદાહરણ છે. અહીં ‘ચંદ્રકાંત એ એક જ પદથી કહેવાય એવો અર્થ દક્ષાત્મજા વગેરે અનેક પદોથી કહેલો હોવાથી એ અર્થ વિલંબથી સમજાય છે. વાક્યગત ક્લિષ્ટત્વનું ઉદાહરણ (૩૪૪) ધર્મેિનશ્ય. એ શ્લોક છે જે આ જ સંદર્ભમાં “કાવ્યપ્રકાશમાં પણ રજૂ થએલો છે. એમાં અન્વયની કે સંબંધની ક્લિષ્ટતાને કારણે “કેશપાશની શોભા જોઈને કોનું મન ખુશ નથી થતું' એ અર્થ જલદી સમજાતો નથી, એ દોષ છે. વામને આ શ્લોક ટાંક્યો છે(૨.૧). પણ અહીં ટિપ્પણ મમ્મટને અનુસરે છે. જો કે મમ્મ. કા. પ્ર. લે. ૭.૫૧માં સ્પષ્ટ જણાવ્યું છે કે ક્લિષ્ટત્વ, અવિસૃષ્ટવિધેયાંશત્વ અને વિરુદ્ધમતિક્ત એ ત્રણ સમાસગત હોય તો જ દોષ ગણાય છે. મમ્મટના બાકીના તેર દોષો પદમાં તેમ જ સમાસમાં બંનેમાં હોઈ શકે છે. ક્લિષ્ટત્વ વગેરે ત્રણ દોષો સમાસગત પદદોષો છે. પણ જો પદો કે શબ્દો અલગ અલગ (અસમસ્ત) હોય તો એ વાક્યગત દોષ ગણાય છે. આ દૃષ્ટિએ, શબ્દો પાસપાસે ન મૂકવાથી થતો દોષ - દૂરન્વય દોષ, વાક્યમાં જ સંભવે છે. ૪૩૮
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy