________________
સમાવી લેવામાં આવ્યો છે અને તેનાં ઉદાહરણો પણ ત્યાંથી જ લેવામાં આવ્યાં છે(ઉદા. ૩૨૮, ૩૨૯, ૩૩૦). આ જ ઉદાહરણો વામને પણ ટાંક્યાં છે. ભામહે પણ આ પ્રકારના ઉપનાદોષની ચર્ચા કરી છે(કાવ્યાલંકા૨ ૨.૫૪ અને ૫૫) અને વિદ્ને એ શ્લોક (ઉદા. ૩૨૭) ભામહે ઉદ્ધૃત કરેલો છે. વામને(૪.૨.૮ માં) ઉપમાદોષો છ ગણાવ્યા છે.
શ્રીહેમચંદ્રાચાર્ય જોકે ઉપમાગત ‘અનુચિતાર્થત્વ’ દોષ પરત્વે મમ્મટનો મત સ્વીકારે છે. તોપણ તેઓ ઉમેરે છે કે નિંદા કે પ્રોત્સાહનમાં હીનોપમા વગેરે દોષરૂપ નથી; જેમ કે ઉદા. ૩૩૧-૩૩૩માં વાક્યગત અનુચિતાર્થત્વનું ઉદાહરણ (૩૩૪) ધ્રુવિન્તસ્ત્વમ્ એ શ્લોક છે જે કાવ્યપ્રકાશમાં મળે છે અને બંને સ્થળે ટિપ્પણ, થોડાક શાબ્દિક ફેરફાર હોવા છતાં, એકસરખું જ છે. આ । શ્લોકનો એક અર્થ રાજાને લાગુ પડે છે અને બીજો અર્થ વણકરને લાગુ પડે છે. ટિપ્પણમાં કહ્યું છે કે અહીં વિર્॰ આદિ શબ્દો ‘તત્ત્તવાય’ આદિ અર્થનો બોધ કરાવે છે તેથી જેની સ્તુતિ કરવામાં આવી છે તેનો જ તિરસ્કાર સૂચવાય છે, એટલે અહીં (વાક્યગત) અનુચિતાર્થ દોષ છે. આ દોષ નિત્ય છે અને તે પદ-વાક્ય બંનેમાં હોય છે.
૫. ‘શ્રુતિકરુત્વ’ દોષ : આ જાણીતો શબ્દ-દોષ છે. જ્યાં કઠોર વર્ણોવાળાં પદો હોય છે ત્યાં આ દોષ થાય છે. આવા વર્ણો, માધુર્યાદિથી યુક્ત રસને પ્રતિકૂળ હોય છે તેથી તેવા રસમાં એ દોષરૂપ ગણાય છે; પણ વી૨૨સ આદિમાં એ જ વર્ણો રસપોષક નીવડે છે. વળી, ક્યારેક વૈયાકરણ વગેરે વક્તા હોય, રસનું કે બોલનારનું ઔચિત્ય હોય અથવા કોઈના અનુકરણમાં કશુંક બોલાતું હોય ત્યારે આ દોષ ગુણ બને છે(ઉદા. ૩૩૭-૩૪૦). પદગત શ્રુતિદ્રુત્વ॰ દોષનું ઉદાહરણ(૩૩૫) અનનમ્ એ શ્લોક છે જે કાવ્યપ્રકાશમાં પણ રજૂ થયેલો છે. આ શ્લોકમાં હ્રાર્તામ્ એ પદ શ્રુતિકટુ છે - દોષરૂપ છે. મમ્મટનો ‘પ્રતિકૂલવર્ણ’ એ વાક્યદોષ છે જે રસાત્મક કાવ્યમાં દૂષણરૂપ બને છે. પણ નીરસ કાવ્યમાં શ્રુતિકટુત્વ નથી દોષ ગણાતો કે નથી ગણાતો ગુણ(ઉદા. ૩૪૨). વાક્યગત શ્રુતિકટુત્વના ઉદાહરણ(૩૩૬) તરીકે ગ્રંથકારે અનૂપુરજ્વ′િ૦ એ શ્લોક ટાંક્યો છે. એમાં ‘ વ્ડિ', 'દ્રા ' વગેરે પદો શ્રુતિકટુ છે. આવાં વિવિધ ઉદાહરણો તથા અન્ય ટિપ્પણો ‘કાવ્યપ્રકાશ'માં જોવા મળે છે. આ બતાવે છે કે શ્રીહેમચંદ્રાચાર્ય, વિશ્વનાથ વગેરે પરવર્તી ગ્રંથકારો પર મમ્મટના કાવ્યપ્રકાશનો ઘણો પ્રભાવ છે.
૪૩૭