________________
કાવ્યાનુશાસન'ના દોષાધ્યાયમાં, ખાસ કરીને વિવેકી માં, શબ્દ તથા અર્થના વિવિધ દોષોનું સ્વરૂપ સમજાવવામાં શ્રી હેમચંદ્રાચાર્યે મહિમભટ્ટકૃત
વ્યક્તિવિવેક'માંથી અનેક સ્થળે વિચારો તથા ઉદાહરણોની મદદ લીધી છે. (દા.ત. વ્યક્તિવિવેક, વિમર્શ-૨, પૃ ૨૩૧ ઈ, પૃ. ૩૭૮; ૩૮૮-૮૯, પૃ. ૪૩૧૩૨ ઈ. તેમ જ સંગ્રહશ્લોકો ૭૩-૭૭ ઈ.) અને એ રીતે મહિમભટ્ટની સૂક્ષ્મ તાર્કિક છણાવટશક્તિનો લાભ કાવ્યાનુશાસનને મળ્યો છે. અલબત્ત આ ચર્ચામાં શ્રી હેમચંદ્રાચાર્યે વિવેચનાત્મક ટિપ્પણો ઉમેર્યા છે અને દર્શાવ્યું છે કે ઘણે ઠેકાણે સાહિત્યિક દોષો આપસમાં સંબદ્ધ હોય છે, એકબીજામાં સમાયેલા હોય છે અને પરસ્પર પૂરક હોય છે.
આ સંદર્ભમાં, શ્રી હેમચંદ્રાચાર્યે, મહિમભટ્ટે “અવાચ્યવચન દોષ અંતર્ગત જે ચર્ચા કરી છે તેનો, અહીં, જે પદ્ધતિથી ઉપયોગ કર્યો છે અને “અવશ્યવાગ્યાની ચર્ચા('વિવેક', પૃ. ૨૦૨-૨૦૪) સાથે એને જે રીતે સાંકળી લીધી છે તે તરફ પાઠકનું ધ્યાન દોરવું ઘટે છે(વ્યક્તિવિવેક, પૃ. ૩૩૩ અને ૩૩૫). અહીં એ વાત પણ ઉલ્લેખપાત્ર છે કે મમ્મટે પણ “કાવ્યપ્રકાશ'માંની દોષવિચારણામાં મહિમભટ્ટની સૂક્ષ્મ દોષવિચારણાનો સ્પેરો એવો ઉપયોગ કર્યો છે. ડૉ. રેવાપ્રસાદ દ્વિવેદીએ પોતાની વ્યક્તિવિવેકની આવૃત્તિની ભૂમિકામાં આ વાત સ્પષ્ટ કરી છે(પૃ. ૭-૮). મહિમભટ્ટે કાલિદાસાદિ કવિઓના પ્રસિદ્ધ શ્લોકોનું જે વિસ્તૃત ભાષાકીય વિશ્લેષણ કર્યું છે તે પણ ખૂબ જ વિચારોત્તેજક હોવાની સાથોસાથ અત્યંત સૂક્ષ્મ તથા તેજસ્વી છે
૪. “અનુચિતાર્થત્વ' દોષ ઃ અનુચિત અર્થનો બોધ કરાવે તેવા પદ કે વાક્યનો પ્રયોગ કરવાથી આ દોષ થાય છે; જેમ કે ઉદા. ૩૨૬માં રજૂ થયેલા તપસ્વિર્યા એ શ્લોકમાં પદગત “અનુચિતાર્થત્વ દોષ છે. મમ્મટે પણ આ જ ઉદાહરણ રજૂ કર્યું છે અને ટિપ્પણ કર્યું છે કે અહીં પશુ' શબ્દ “કાયરતા(ડરપોકપણું) વ્યક્ત કરે છે તેથી શૌર્યાદિની અભિવ્યક્તિને હાનિ થાય છે તેથી અનુચિતાર્થ દોષ છે.
અનુચિતાર્થ દોષમાં “હીનોપમા દોષનો સમાવેશ છે. મમ્મટે “કાવ્યપ્રકાશ'ના દસમા ઉલ્લાસમાં અલંકારદોષોનો કાવ્યદોષોમાં સમાવેશ કર્યો છે(કા. પ્ર. ૭.૧૪૨). અને ત્યાં ઉપમાદોષની સોદાહરણ ચર્ચા કરી છે. તેના આધારે કાવ્યાનુશાસન'માં પણ “અનુચિતાર્થત્વ દોષ હેઠળ હીનોપમા કે ઉપમા દોષને
૪૩૬