________________
શબ્દો અનુક્રમે, દેવ, સોનું, બાણ અને વિભૂતિ અર્થના વાચક છે કે પછી મદિરા, કંપન, ભિક્ષા અને રાખ વગેરેના વાચક છે – એમાં સંદેહ છે તે દોષ છે. અસમર્થત્વ દોષના આ બધા દાખલા મમ્મટે અસમર્થ, અવાચક, પ્રસિદ્ધિહત અને સંદિગ્ધ દોષના ઉદાહરણરૂપે રજૂ કર્યા છે. આમ, વૃત્તિમાંના ઉદા. ૩૦૮, ૩૦૯, ૩૧૦, ૩૧૧, ૩૧૨, ૩૧૪, ૩૧૮, ૩૧૯, ૩૨૧, ૩૨૨, ૩૨૫ એ સર્વ શ્લોકો “કાવ્યપ્રકાશ' (ઉદા. ૭)માં મળે છે. આ ઉપરાંત, અહીં વૃત્તિમાં, રુદ્રટના “કાવ્યાલંકાર”(૬. ૨૫-૨૬)માંથી તથા ભોજકૃત “સરસ્વતીકંઠાભરણ(૧)માંથી અને મહિમભટ્ટકૃત
વ્યક્તિવિવેક-(૨)માંથી પણ ઉદાહરણો મળે છે. વિવેક'(. ૨૩૨૨૩૩)માં ઉદ્ધત થયેલો “વ્યક્તિવિવેકનો લાંબો પરિચ્છેદ, મહિમભટ્ટ
અવાચ્યવચનત્વ દોષની જે ચર્ચા કરેલી છે તેને, જરાક ફેરફાર સાથે, રજૂ કરે છે. મહિમભટ્ટ આ પરિચ્છેદમાં શબ્દગત, અર્થગત વિધાનોની અત્યંત સૂક્ષ્મ તેમ જ વિશ્લેષણાત્મક ચર્ચા કરી છે(વ્યક્તિવિવેક, પૃ.૪૪૦). આ જ
“અસમર્થત્વ ક્યારેક, ગુણ બને છે તેના દાખલા પણ ગ્રંથકારે આપ્યા છે. મહિમભટ્ટની દોષવિભાવના છે
પોતાના વ્યક્તિવિવેક ગ્રંથના બીજા ‘વિમર્શમાં મહિમભટ્ટ કાવ્યદોષનો “અનૌચિત્યના સિદ્ધાંતને આધારે વિચાર કર્યો છે. અને દોષના ૧ અંતરંગ(રસદોષ) અને ૨ બહિરંગ(શબ્દાર્થગત દોષો) એવા બે મુખ્ય વિભાગ દર્શાવ્યા છે. પછી, બહિરંગ દોષના વિધેયાવિમર્શ, પ્રક્રમભેદ, ક્રમભેદ, પૌનરુક્ત અને વાચ્યાવચન એવા પાંચ ભેદોનું સવિસ્તર સોદાહરણ, નિરૂપણ કર્યું છે. અંતરંગ દોષો રસદોષો છે અને તેમની સાક્ષાત્ દોષો તરીકે ધ્વન્યાલોકમાં ‘મનીવિત્
તે નાન્ય રસપંર્ણ ૨૬... |’ વગેરે શબ્દોમાં સંગીન વિચારણા થઈ છે; જ્યારે બહિરંગ દોષો રસને શબ્દાર્થદ્વારા હાનિ પહોંચાડે છે. તેથી બહિરંગ દોષો અસાક્ષા(પરંપરયા) દોષો ગણાય છે. આ રીતે, ધ્વનિસિદ્ધાંતના પ્રખર આલોચક મહિમભટ્ટ, આનંદવર્ધનના “અનૌચિત્યના સિદ્ધાંતને પુરસ્કારે છે, નિ:સંકોચ સ્વીકારે છે - પણ અનૌચિત્યના સ્વરૂપની શાસ્ત્રીય, સૂક્ષ્મ છણાવટ કરે છે. ડૉ. કે. કૃષ્ણમૂર્તિ કહે છે તેમ, મહિમભટ્ટે પહેલી જ વાર, કાવ્ય- દોષનું આ પ્રકારે વર્ગીકરણ કર્યું છે અને મહિમભટ્ટની દોષવિભાવના જેટલી તર્કશાસ્ત્રીય છે તેટલી જ સાહિત્યશાસ્ત્રીય પણ છે.૧૧૫
૪૩૫